Last Update : 13-June-2012, Wednesday

 

યુરોપિયન મંદિના કાર્ટુન્સ...!

 

કહે છે કે યુરોપમાં મંદીએ હાહાકાર મચાવી દીધો છે!
ગ્રીસ નામનો દેશ તો પહેલેથી જ દેવાળું ફૂંકીને બેઠો હતો, હવે તો ઈટાલી અને સ્પેનની તિજોરી પણ તળિયાઝાટક થઇ ગઇ છે. આખા યુરોપમાં ઝડપથી 'યુરો'નો ભાવ ગગડી રહ્યો છે.
યુરોપનાં શેરબજારોમાં તો હાલત કફોડી છે. ૧૦ યુરોના શેરનો ભાવ ૧૦ પેની પણ નથી રહ્યો!
આવા સમયમાં અમે ઈન્ડીયન ઈમેજીનેશન લગાડીને શબ્દ કાર્ટુનો બનાવ્યાં છે...
* * *
(આપણા સંતા-બંતાની જેમ ઈટાલીમાં પેદ્રો-પોલિતો હોય છે)
પેદ્રો ઃ ''અરે યાર, મારો 'બેન્ક ઓફ ઈટાલી'નો ૨૦૦૦ યુરોનો ચેક કાલે બાઉન્સ થઇ ગયો! બેન્કમાં પૂછ્યું તો કહે છે ઃ ઈન-સફિશીયન્ટ ફ્ન્ડ...''
પોલિતો ઃ ''ચિંતા ના કર. એ લોકો તારા ખાતાની નહિ, પોતાની બેન્કની વાત કરી રહ્યા છે!''
* * *
ગ્રીસના શેરબજારનો દલાલ એના ક્લાયન્ટને સલાહ આપી રહ્યો છે ઃ
''ગ્રીસ ટાઈમ્સના શેરનો ભાવ? સાહેબ, ભાવ તો ૧ યુરો જ છે, પણ શેર ખરીદવાને બદલે છાપું ખરીદશો તો પુરાં ૨૪ પાનાં હાથમાં આવશે! એટલું નહિ, તમે પુરા ૨૪ દિવસ સુધી એ છાપાનો ઉપયોગ ટોઈલેટ પેપર તરીકે પણ કરી શકશો!''
* * *
રાતનો ટાઇમ છે...
સ્પેનની એક બેન્કની બહાર... સુમસામ સડક પર એક કાળા રંગની કાર ચૂપચાપ આવીને ઊભી રહે છે...
અંદરથી બે કાળા કોટ અને કાળા ગોગલ્સ પહેરેલા માણસો નીકળે છે...
બન્નેની નજર આમતેમ ફરે છે અને છેવટે બેન્કના મેઇન ગેટ પર ઠરે છે...
પહેલો માણસ ઃ (ધીમા અવાજે) ''શું વિચાર છે?''
બીજો માણસ ઃ ''મેં વિચાર કરી લીધો છે. જો બેન્કમાં હાથ મારવો હોય તો આજે રાત્રેજ મારી લેવો પડે.''
પહેલો માણસ ઃ ''કેમ?''
બીજો માણસ ઃ ''કારણ કે કાલે તો આ બેન્ક ફડચામાં જવાની છે...''
(હકીકતમાં જોક એ છે કે કાળા કોટવાળા એ બે જણા માફિયા ગેંગના માણસો નહિ, પણ એ જ બેન્કના ચેરમેન અને વાઇસ-ચેરમેન હતા!)
* * *
લાખો લોકો જ્યાં નોકરી વિનાના થઇને ઘેરે બેઠા છે એ ગ્રીસ દેશની સરકાર પાસે એક મહત્વનો પ્રસ્તાવ આવ્યો છે. પ્રસ્તાવ એવો છે કે...
''તાત્કાલિક ધોરણે કરોડોની સંખ્યામાં સસ્તા કોન્ડોમ વિદેશથી મંગાવીને દેશનાં તમામ બેકાર લોકોને મફત વહેંચવા માંડો... કારણકે બેકારીથી નવરા બેઠેલા લોકો પાસે મનોરંજન ખર્ચના પૈસા જ નથી!''

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved