Last Update : 13-June-2012, Wednesday

 
બદલાયેલા ધુ્રવ

એક સમયે દબદબો ધરાવતા સુપરસ્ટાર સમય વીતી ગયા પછી નવી ભોંય પર સ્થિર થવા મથતા હોય એ દૃશ્ય બહુ સુખદ હોતું નથી. છતાં, ફિલ્મોની જેમ રાજકારણમાં અને જાહેર જીવનમાં એ સામાન્ય ગણાય છે. દિલ્હીના જંતરમંતર પર એવું દૃશ્ય ગયા પખવાડિયે અન્ના હજારે અને બાબા રામદેવના સંયુક્ત ઉપવાસ વખતે જોવા મળ્યું.
જંતરમંતર એટલે ભ્રષ્ટાચારવિરોધી અન્ના આંદોલનનું આરંભસ્થળ. દેશમાં મોટી સંખ્યામાં લોકોને આંદોલિત કરનાર અન્ના જનલોકપાલ ખરડા માટેના ઉપવાસ જંતરમંતરથી આરંભાયા ત્યારે પહેલી વાર નેતાગીરી હચમચી ગઇ હતી. આપેલું વચન પૂરું કરવામાં ફક્ત સરકાર જ નહીં, ભાજપ સહિતના મોટા ભાગના સાંસદોની ટાળમટોળ પછી અન્નામંડળનું આંદોલન વધારે તેજ બન્યું. ત્યાર પહેલાં એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટની નોટિસની જેમના માટે નવાઇ નથી એવા બાબા રામદેવ કાળાં નાણાંના વિરોધમાં છૂટાછવાયા દેખાવ કરી ચૂક્યા હતા. પરંતુ એકેય વાર રાષ્ટ્રિય સ્તરે તેની ઝાળ પકડાઇ ન હતી. અન્ના આંદોલન પછી જ્વાળાઓ ફેલાવા લાગી. અંજામની પરવા કે તેનો ઝાઝો વિચાર કર્યા વિના, ભ્રષ્ટાચારનો વિરોધ એટલે જનલોકપાલની તરફેણ અને જનલોકપાલનનની કેટલીક ત્રુટિઓ વિશેની ચર્ચા એટલે ભ્રષ્ટાચારીઓની તરફેણ- એવું ગણિત બેસાડી દેવામાં આવ્યું.
અન્ના પહેલી વાર જંતરમંતરથી રાષ્ટ્રિય સ્તર આવી ગયા. એ વખતે વ્યૂહાત્મક દૃષ્ટિએ બાબા રામદેવે તેમને ઘણી મદદ કરી હોવાના અહેવાલ આવ્યા હતા. પરંતુ રાલેગણ સિદ્ધિમાંથી સીધા ભારતવ્યાપી તેજપુંજમાં ઝળહળી ઉઠવાને કારણે કે પછી બીજી કોઇ સમજણ-ગેરસમજણથી, અન્ના હજારેનો આગળનો રસ્તો બાબા રામદેવથી અલગ રહ્યો. અન્ના એકમેવ તરીકે જ કામ કરી શકે એમ હતા. 'ટીમ અન્ના' જેવા ફેન્સી નામથી ઓળખાતા તેમના સાથીદારો પાછળથી વ્યૂહબાજી લડાવતા હતા અને અન્ના લાંઘણ ખેંચીને સરકાર મોખરે રહેતા હતા. એ આખી યોજનામાં બાબા રામદેવનું નામોનિશાન ન હતું.
એ સ્થિતિ ભાળીને બાબાએ પોતાની રીતે રામલીલા મેદાનમાં ઉપવાસ કરી જોયા. અન્નામંડળ ત્યારે એમનાથી સલામત અંતરે રહ્યું. અન્ના સામે ઝુકી ગયેલી સરકાર શરૃઆતમાં બાબાને લેવા માટે કેન્દ્રીય મંત્રીઓનો કાફલો લેવા જેટલી નમી અને પછી અડધી રાતે બાબાના ભક્તોને પોલીસની મદદથી નસાડી મૂકવા જેટલી હદે ગઇ. ભક્તો તો ઠીક, ખુદ બાબા રામદેવ મંચ પરથી ઠેકડો મારીને, સ્ત્રીવેશમાં જીવ બચાવીને નાસી છૂટયા. ભ્રષ્ટાચારવિરોધની લડાઇમાં બાબાનું પાણી મપાઇ ગયું. તેમનો ફજેતો થયો અને ત્યાર પછી રામલીલા મેદાનમાં અન્નામંડળે સપાટો બોલાવ્યો. પહેલાં ધરપકડ અને બિનશરતી મુક્તિ પછી જનલોકપાલ માટેના ઉપવાસ કરીને અન્નાએ ફરી એક વાર સરકારને હચમચાવી. તેમનાં પારણાં જોકે એ સમયે ભ્રષ્ટાચાર માટે બહુચર્ચિત બનેલાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતની અને આદર્શ કૌભાંડમાં નામ ધરાવનાર વિલાસરાવ પાટિલની મધ્યસ્થીને કારણે થયાં.
ત્યાં સુધી અન્ના હજારે બાબા રામદેવ કરતાં ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. પરંતુ મુંબઇમાં અન્ના આંદોલનનો રકાસ થયો અને લોકો અગાઉની જેમ મોટી સંખ્યામાં ખેંચાઇને આવ્યા નહીં. ત્યાર પછીની ગતિવિધીમાં અગાઉ હિસ્સારની પેટાચૂંટણીમાં કોંગ્રેસવિરોધી પ્રચાર જેવા નિર્ણયોને કારણે અન્નામંડળના રાજકીય જોડાણ વિશે સવાલ થતા હતા. અવઢવના એ વાતાવરણમાં આર્થિક સામ્રાજ્ય ધરાવતા બાબા રામદેવે ફરી તક ઝડપી અને દિલ્હીમાં અન્ના- બાબા એક મંચ પર આવ્યા. પરંતુ દરેક રીતે જોતાં સ્પષ્ટ જણાઇ આવતું હતું કે એ મંચ બાબા રામદેવનો હતો. આર્થિક સામ્રાજ્ય અને લોકરંજક વાતો કરનારા બાબાને અન્નાના વિજય સરઘસમાં પાછળ પીપૂડી વગાડવાનું મંજૂર નથી, એ અત્યાર સુધી અન્નામંડળને સમજાઇ ચૂક્યું છે. સાથોસાથ, એ પણ સમજાયું હશે કે બાબા રામદેવની તાકાત વિના, ફરી એક વાર મોટી સંખ્યામાં લોકોને આકર્ષવાનું અન્ના માટે શક્ય લાગતું નથી. એ સંજોગોમાં ટકી રહેવાનો પ્રશ્ન બાબા કરતાં અન્નામંડળ માટે વધારે મોટો છે. એટલે બાબાના મંચ પર બેસવાનું અને તેમની આણ સ્વીકારવાનું કબૂલ રાખ્યા વિના અત્યારે તો અન્નામંડળનો આરો દેખાતો નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved