Last Update : 13-June-2012, Wednesday

 

યુરોઝોન ક્રાઈસિસમાં હવે ગ્રીસ પછી ત્રણ દેશો નાદારીના આરે
સ્પેનનું સંકટ ટળશે નહિ અને ટળવા દેશે નહિ

 

- ગત નવેમ્બરમાં સુચવાયેલા ઉપાયો કારગત નહીં નીવડે તેવી આગાહી સ્પેને સાચી પાડી

 

ગત વર્ષે સુપરહીટ નીવડેલી ફરહાન અખ્તરની ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા'ની ફરહાન ધારો કે સિક્વલ બનાવે અને ફરીથી તેનું શૂટિંગ સ્પેનમાં જ કરવાનું નક્કી કરે તો તેને આ સિક્વલ ગત ફિલ્મની સરખામણીએ અડધા ખર્ચમાં તૈયાર કરી શકે. જી નહિ, ફિલ્મ નિર્માણ સસ્તુ થઈ ગયું છે અને સ્ટાર લોકોના ભાવ ગગડી ગયા છે એવું તો હરગીઝ નથી પણ સ્પેન એટલી તીવ્ર આર્થિક ભીંસ અનુભવી રહ્યું છે ડોલરમાં થતાં કે થઈ શકતાં દરેક ચૂકવણા સામે પોતાની સેવાઓ લગભગ અડધા દરે આપવા તૈયાર થઈ ગયું છે. યુરોપના દેશોમાં ગ્રીસથી શરૃ થયેલી આર્થિક કટોકટી હવે એટલી ઘેરી બની ચૂકી છે સ્પેન જેવા દેશો પણ ભાંગી પડવાના આરે આવી ગયા છે.
એક સાંધે ત્યાં તેર તૂટે એ હાલત અત્યારે યુરોપિયન યુનિયનના દેશો અનુભવી રહ્યા છે. ગત વર્ષના આખરી મહિનામાં યુરોઝોનની આર્થિક કટોકટી નિવારવા મળેલી યુરોપિય દેશોના વડાની બેઠકમાં વ્યક્ત થયેલો આશાવાદ આ વર્ષના પ્રથમ છ મહિનામાં સંપૂર્ણપણે ઓસરી ચૂક્યો છે. ગત વર્ષના નવેમ્બરમાં થયેલા ચિંતનનો સાર એવો હતો કે દેવાળિયા થવાના આરે આવેલા ગ્રીસને યુરોઝોનમાં જ રાખીને બાકીના જર્મન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોએ પોતાના હિસ્સાનું વ્યાજ જતું કરવું અને એ રીતે ગ્રીસના અર્થતંત્રને બેઠું કરવામાં સહાય કરવી. ગ્રીસનું ભારણ ઘટે એ પછી બીજા તબક્કામાં યુરોના આપસી વિનિમયના દર નવેસરથી નક્કી કરવા અને એ વખતે અગાઉની ભૂલો સુધારીને યુરોને વૈશ્વિક અર્થતંત્રની પરિપાટી પર પ્રવાહી બનાવવો.
ગત નવેમ્બરમાં આ બેઠક પછી વૈશ્વિક અર્થશાસ્ત્રીઓએ યુરોપિય દેશોના આ આશાવાદને ફોગટનો ગણાવ્યો હતો આજે તેમની એ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર ગ્રીસનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાવાનો તો દૂર, હવે તો સ્પેન, આયર્લેન્ડ અને સાયપ્રસ પણ અસહ્ય આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. ગત અઠવાડિયે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ) દ્વારા જારી થયેલા રિપોર્ટ અનુસાર સ્પેનની બેંકો પર કરબોજ અને નાણાની પ્રવાહિતાની તંગી એટલી તીવ્ર છે કે લોકોને લોન આપતી બેંકો ખુદ હવે મદદની આશા પર મીટ માંડીને બેઠી છે.
ગત નવેમ્બરમાં યુરોપિય દેશોની બેંકોના વ્યવહારો સઘન બનાવવા માટે કેટલીક માર્ગદર્શિકા નક્કી થઈ હતી, જે અનુસાર બેંકો પોતાની કેશ લિક્વિડિટીના ૭૦%થી વધારે લોન આપી ન શકે તેવો નિયમ નક્કી થયો હતો. આ નિયમનો હેતુ એવો હતો કે બેન્કો પાસે નાણાની પ્રવાહિતા ટકી રહે તો જે તે દેશના અર્થતંત્રને તાત્કાલિક કોઈ આફતનો સામનો કરવાનો ન થાય અને તેની સામે ગ્રીસ જેવા દેશના અર્થતંત્રને પાટા પર લાવી શકાય. આ નિયમનો લાદવાનો દેખીતો ફાયદો તો હજુ નથી થયો પરંતુ આ નિયમનોના કારણે સ્પેન, સાયપ્રસ અને આયરલેન્ડ જેવા દેશોની બેન્કો ભીંસમાં આવી ગઈ છે.
આ દેશોની બેંકો અગાઉથી જ ગજા બહારના કરબોજ હેઠળ હતી. તેમાં આ નિયમનથી બેંકોએ પોતાની ક્ષમતા કરતાં ય ઓછું ધિરાણ કરવાનું થયું જેને લીધે બેંકો જે આવકનો ઉપયોગ અગાઉ લીધેલા ઋણ ચૂકવવા માટે કરતી હતી તેમાં ઘટાડો થયો. સરવાળે બેંકો પરનું દેવું વધતું ચાલ્યું. આજે હાલત એવી છે કે બેંકો પોતે ચૂકવેલી લોન પર જે વ્યાદ હાંસલ કરે છે એ બધું જ પોતાના પરના દેવાનું વ્યાજ ચૂકવવામાં ખર્ચાઈ જાય છે અને એ પછી ય દેવું તો ઊભું ને ઊભું જ રહે છે. આવી કફોડી હાલતમાં હવે સ્પેન સહિતના દેશો માટે યુરોઝોન સેન્ટ્રલ કમિટી પાસે લોન માંગવા સિવાય બીજો કોઈ આરો રહેતો નથી. એ જોતાં ગ્રીસ પછીની યાદીમાં હવે છ મહિના બાદ બીજા ત્રણથી ચાર દેશો ઉમેરાઈ રહ્યા છે.
ગ્રીસની આર્થિક કટોકટીની સરખામણીમાં સ્પેનનું ચિત્ર જરા અલગ રીતે સમજવા જેવું છે. ગ્રીસમાં સરકારના અમર્યાદ ખર્ચ અને ઘટતી આવકને લીધે આર્થિક ભીંસ સર્જાઈ હતી જ્યારે સ્પેનની બેન્કોનો મોટાભાગનો વ્યવહાર રિઅલ એસ્ટેટ સંબંધિત લોન પર આધારિત છે. રિઅલ એસ્ટેટના ભાવોમાં અકલ્પ્ય વધારો થઈ રહ્યો હતો ત્યારે સ્પેનની બેન્કોએ આ ક્ષેત્રે બેફામ રોકાણ કર્યું હતું. હવે રિઅલ એસ્ટેટના ભાવોમાં જબ્બર કડાકો બોલી રહ્યો છે અને આ ક્ષેત્રની કંપનીઓ એક પછી એક નાદારી નોંધાવી રહી છે ત્યારે સ્પેનની બેન્કોનું ગળુ ભીંસાઈ રહ્યું છે. સ્પેનની આવી હાલત છેલ્લાં ત્રણ વર્ષમાં બીજી વાર થઈ છે. પરિણામે બેરોજગારીનો દર પણ વધીને ૨૫%ને પાર કરી ગયો છે. હાલત એવી થતી જાય છે કે રિઅલ્ટી સેક્ટર ડૂબતાં બાકીના ક્ષેત્રો પર પણ ગંભીર અસર પડી રહી છે.
સ્પેનની આ નબળાઈ સમગ્ર યુરોઝોન માટે બહુ મોટી આફત બની રહે તેમ છે. ગ્રીસ કટોકટીમાં ફસાયું ત્યારે હાલત એવી હતી કે સમગ્ર યુરોઝોનની આર્થિક તાકાતની સરખામણીએ ગ્રીસનું અર્થતંત્ર ઘણું જ નાનું લાગતું હતું એટલે આર્થિક કટોકટીનું મોં પણ એટલું વિકરાળ જણાતું ન હતું. પરંતુ સ્પેનની વાત અલગ છે. જર્મની, ફ્રાન્સ અને ઈટાલિ પછી યુરોઝોન દેશોમાં સ્પેન એ ચોથા નંબરની આર્થિક તાકાત ગણાય છે. એ જોતાં હવે ખુદ સ્પેન જ યુરોઝોન પાસે મદદ માંગવા શકોરું લઈને ઊભું રહે તો બાકીના ત્રણ દેશોની તાકાત પર યુરોઝોન ટકી જ ન શકે તે સ્વયં સ્પષ્ટ છે.
અમેરિકા પણ સ્પેનના સંકટને નવેસરથી વિચારવા પર ભાર મૂકી રહ્યું છે કારણ કે હવે અમેરિકાની પણ વધુ આર્થિક માર સહેવાની ગુંજાઈશ રહી નથી. યુરોઝોન જો વધુ મુશ્કેલીમાં મૂકાય તો તેની સીધી અસર અમેરિકાને થાય અને તો આખા જગતની અર્થવ્યવસ્થા ભાંગી પડવાની અણી પર આવી જાય.
એક જમાનામાં ભારતની માફક ગ્રીસ પણ પ્રાચીન સભ્યતા શીખવનાર દેશ તરીકે મશહૂર છે ત્યારે આધુનિક આફતના મંડાણ પણ ત્યાંથી થાય તેને સમયની બલિહારી જ ગણવી રહી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 

 

 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved