Last Update : 13-June-2012, Wednesday

 

૨૨ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી
પરોક્ષ રીતે ચૂંટાતા હોવા છતાં ભારતના રાષ્ટ્રપતિ સમસ્ત દેશને જવાબદાર

એમની મુદત લંબાવી ના શકાય કે ચૂંટણી મોકૂફ રાખી ના શકાય

વિશ્વના સહુથી મોટા લોકતંત્ર એવા ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલનો કાર્યકાળ આગામી જુલાઇ માસમાં પૂરો થશે. એ અગાઉ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરી લેવી ફરજિયાત છે. ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ તા.૨૨ જુલાઇએ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.
ભારતમાં રાષ્ટ્રપતિના પદનું અસ્તિત્વ દેશના બંધારણની કલમ પર (બાવન)ને આભારી છે. તેઓ દેશના પ્રથમ નાગરિક છે અને બંધારણીય વડા છે. દેશ આખાના બનેલા સમગ્ર ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધારે સત્તા સંભાળનાર કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિના નામે દેશનો વહીવટ ચલાવે છે. મતલબ કે રાષ્ટ્રપતિ દેશની કેન્દ્ર સરકારના બંધારણીય વડા છે. એટલું જ નહિ, તેઓ દેશના સશસ્ત્ર દળોના એટલે કે લશ્કરના પણ વડા છે.
રાષ્ટ્રપતિ આખા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇપણ એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઇ શકતા નથી. એમની ચૂંટણીમાં દેશના તમામ લોકોએ મતદાન કરવાનું હોતું નથી, પરંતુ તેઓ દેશના બંને ગૃહોના સાંસદો તેમજ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુનિયન ટેરીટરી ઓફ પોંડિચેરી સહિતના વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યોના મતદાન દ્વારા ચૂંટાય છે. જો કે દેશના કેટલાક પ્રાંતોમાં અસ્તિત્વ ધરાવતી વિધાનપરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. વળી, રાષ્ટ્રપતિએ નિયુક્ત કરેલા સભ્યો પણ આ પરોક્ષપણે યોજાતી આ ચૂંટણીમાં મત આપી શકતા નથી.
કેટલાક પ્રસંગોચિત પ્રશ્નો ઃ
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સરળ નથી. આ ચૂંટણીના મતદાર મંડળો એવી સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં કેટલીક બેઠકો ખાલી હોવા છતાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજી શકાય. વળી, રાષ્ટ્રપતિ એમના વિરોધી મનાતી એક કે વધુ વિધાનસભાને દેશના બંધારણની કલમ ૧૭૨ (૧) અથવા ૧૭૪ (૨૬) અથવા ૩૫૬ (૧) હેઠળ વિખેરી નાખીને ચૂંટણીના મતદાર મંડળોની સંરચનાને બદલી શકે છે.
દેશની સસ્પેન્ડ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઇ શકે છે. બંધારણની કલમ ૫૬ (૧) (સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે ત્યાં સુધી રાષ્ટ્રપતિ ઓફિસમાં ચાલુ રહે છે. સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રપતિની મુદત ના તો લંબાવી શકાય, કે ના તો એમની ચૂંટણી મોકૂફ રાખી શકાય છે. વિદાય લેતા રાષ્ટ્રપતિની મુદત પુરી થવાના બે માસ અગાઉ ચૂંટણીપંચ નવા રાષ્ટ્રપતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરે છે. બંધારણની કલમ ૬૨ (૧) એ નક્કી કરેલી સમયમર્યાદામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઇ જવી જોઇએ. આમ સમયમર્યાદાનું પાલન ફરજિયાત છે.
રાષ્ટ્રપતિનું મતદારક્ષેત્ર સાંસદના મતદારક્ષેત્ર કરતા વિશાળ હોય છે. વળી, તે સમગ્ર રાષ્ટ્રીય મતદારક્ષેત્રને સ્પર્શનું નથી, છતાં રાષ્ટ્રપતિ માત્ર સંસદને જ જવાબદાર હોતા નથી. પરોક્ષપણે ચૂંટાયેલા હોવાથી રાષ્ટ્રપતિ વૈકિલ્પક રાજકીય નેતૃત્વ પુરૃં પાડે એવી મહત્વાકાંક્ષા ધરાવતા હોતા નથી. રાષ્ટ્રપતિના મતદાર મંડળની સંરચનાએ રાષ્ટ્રપતિને સમવાય સંબંધોનો સોનેરી તાંતણો બનાવ્યા છે. ભારતીય બંધારણીય પધ્ધતિના તાજેતરમાં ઉભરતા સમવાયી વલણોના સંદર્ભે રાષ્ટ્રપતિનું કાર્યાલય દુરગામી પરિણામોની શક્યતાઓનો ઝુમખો બની રહ્યું છે. એટલું જ નહિ, દેશની સમવાયી રાજ્ય વ્યવસ્થાતંત્રનું સમતુલાકારક ચક્ર બની રહ્યું છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી-પધ્ધતિ ઃ
બંધારણમાં સિંગલ ટ્રાન્સફરેબલ મતના માધ્યમથી પ્રમાણસરના પ્રતિનિધિત્વ પધ્ધતિ વડે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જોગવાઇ કરાઇ છે. વળી, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતનું મૂલ્યાંકન બે મૂળભૂળ સિધ્ધાંતોના આધારે કરવાની બંધારણમાં જોગવાઇ છે. પ્રથમ ભારતીય સંઘના વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વના પ્રમાણમાં બને ત્યાં સુધી સમાનતા સાધવી. બીજું સમવાયી પ્રભાવના વિચારને સાકાર કરવા માટ ે સમગ ્રતયા રાજ્યો વચ્ચે સમાનતા સ્થાપિત કરવી.
પ્રમાણસરનું પ્રતિનિધિત્વ ઃ
ભારતીય બંધારણની કલમ ૫૫ (૩) અનુસાર ભારતના રાષ્ટ્રપતિ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ વડે પ્રમાણસરના પ્રતિનિધિત્વની પધ્ધતિ મુજબ ચૂંટાવા જોઇેએ.
આ પધ્ધતિ પાછળ રહેલો સિધ્ધાંત એ છે કે દેશના પ્રત્યેક લઘુમતી જુથને રાજકીય ક્ષેત્રે અસરકારક હિસ્સો મળી રહે.
સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે?
પ્રમાણસરના પ્રતિનિધિત્વનું શ્રેષ્ઠ જાણીતું સ્વરૃપ એટલે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પધ્ધતિ આનો અર્થ એ કે ચાહે ગમે એટલી બેઠકો ભરવાની હોય પરંતુ દરેક મતદારને એક જ મત આપવાનો અધિકાર છે.
ઉદાહરણ તરીકે ઃ છ બેઠકો ભરવાની હોય તો મતદાર છ મત આપતો નથી, પરંતુ એની ક્રમાનુસારની છ પસંદગી દર્શાવે છે. મતપત્રકમાં છાપવામાં આવેલા ઉમેદવારના નામ સામે યોગ્ય અંક વડે એની પ્રથમ પસંદગી તથા એ પછીની પસંદગી દર્શાવાય છે.
મતક્વોટા ઃ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણસરના પ્રતિનિધિત્વની પધ્ધતિથી થાય છે. આ પધ્ધતિમાં જરૃરી મતસંખ્યા (મતકવોટા) મેળવનાર ઉમેદાર વિજેતા ઠરે છે.
આ મતસંખ્યા એટલે કે મતક્વોટા શોધવાની કેટલીક પધ્ધતિઓ છે. સહુથી સામાન્ય રીત આ છે ઃ
કુલ માન્ય મત
ક્વોટા = +૧
કુલ બેઠકો+ ૧
ધારોકે કુલ માન્ય મત ઃ ૧૦૦
કુલ બેઠક ઃ ૪
૧૦૦
માટે કવોટા = +૧
૪ + ૧
= ૨૦ + ૧
= ૨૧
આનો અર્થ એ કે જે ઉમેદવારને પ્રથમ પસંદગીના મત તરીકે ૨૧ અથવા ૨૧ થી વધુ મત મળે એ વિજેતા ગણાય.
વધારાના મતોની વહેંચણી ઃ
પ્રત્યેક સફળ ઉમેદવારના પ્રથમ પસંદગીના વધારાના મતો હવે એમને માટે નિરૃપયોગી હોઇ, અન્ય ઉમેદવારોના દસ્તાવેજો પર દર્શાવાયેલી દ્વિતીય પસંદગીના પ્રમાણમા અન્ય ઉમેદવારોને તબદીલ કરવામાં આવે છે. આમ કરવા પાછળનો મુદ્દો એ છે કે કોઇ મતને નકામો જવા દઇ શકાય નહિં.
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ કેવી રીતે કામ કરે છે ?
દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે એક જ ઉમેદવારને ચૂંટવાના હોય છે.
ભારત સરકારે પ્રમાણસરના પ્રતિનિધિત્વની પધ્ધતિના અમલ માટેની રીત જણાવી છે. આ રીત વૈકલ્પિક મત રીત તરીકે જાણીતી છે.
રાષ્ટ્રપતિના મતદાતાઓ એવા સાંસદ તથા ધારાસભ્યોના મતની કિંમત ભિન્ન- ભિન્ન છે.
ધારાસભ્યના મતની કિંમત
ધારાસભ્યના મતની કિંમત દરેક રાજયમાં અલગ અલગ હોય છે. આ કિંમત આ પ્રમાણે શોધાય છે.
રાજયના વસ્તીઆંકને એ રાજયની વિધાનસભાની બેઠકો વડે ભાગો જે ભાગાકાર આવે એને ફરી ૧૦૦૦ વડે ભાગો. જે ભાગાકાર આવે એ એ રાજયના ધારાસભ્યના મતની કિંમત છે.
દાખલા તરીકે ઃ
ગુજરાતની વસ્તી ૫.૫ કરોડ છે. ગુજરાતની વિધાનસભામાં ૧૮૨ બેઠકો છે. માટે ૫,૫૦,૦૦,૦૦૦ ને ૧૮૨ વડે ભાગતા ૩૦૨૧૯૭.૮૦૨૧ આવે. વળી આ ભાગાકાર ૩૦૨૧૯૭.૮૦૨૧ ને ૧૦૦૦ વડે ભાગો.
જવાબ આવે છે ૩૦૨.૧૯૭. એ છે ગુજરાતી ધારસભ્યના મતની કિંમત
સાંસદના મતની કિંમત ઃ
લોકસભા અને રાજયસભાના સાંસદના મતની કિંમત એક સમાન છે. કોઇ એક ચોકકસ રાજયના ધારાસભ્યના મતની કિંમતને એ રાજયના ધારાસભ્યોની સંખ્યા વડે ગુણો એમાં ઉમેરો. જે જવાબ આવે એને લોકસભા અને રાજયસભાની કુલ સાંસદ સંખ્યા વડે ભાગો. જે જવાબ આવે એ એ રાજયના સાંસદના મતનું મૂલ્ય છે.

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved