Last Update : 13-June-2012, Wednesday

 
સામાન્ય, ગરીબ કે મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવીને સંઘર્ષો કરી કરીને ખેલકૂદના ચેમ્પીઅન થઇને ધનિક બનતા આપણા ખેલાડીઓ
- ધોની, સેહવાગ, તેંદુલકર, આનંદ, વગેરે પહેલાં ક્યાં હતા અને આજે ક્યાં છે?
- ઓલિમ્પિકમાં જનારા આપણા છ એ મુક્કાબાજ સાવ ગરીબીમાંથી આવનારા છે
- બોકસર મનોજકુમાર, રેસ્લર બહેનો ગીતા અને બબિતા, શુટર અનીસા, હેવીવેઇટ બોકસર પરમજીત અને હોકી ખેલાડી ગુરજીન્દર સિંહ પણ ક્યાં હતા અને આજે ક્યાં છે?

આપણા દેશમાં અત્યારે મુક્કાબાજીના બે જ કેન્દ્ર છે. હરિયાણાનો એક નાનકડો તાલુકો ભિવાની અને પૂર્વના નાના રાજ્યો. બન્ને પ્રદેશમાં એક સમાનતા છે ગરીબી. ગરીબી બન્ને ઠેકાણે સખત છવાયેલી છે. હમણાં લંડનમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવમાં આપણા મુક્કાબાજ ભાગ લેવા જવાના છે એમાંના આપણા પાંચ ભિવાનીના છે અને બે પૂર્વના રાજ્યોના છે.
આ બધા મુક્કાબાજ હોય કે આપણા ધોની, તેંદુલકર, સેહવાગ વગેરે ક્રિકેટર હોય કે હમણાં પાંચમી વાર શતરંજમાં વિશ્વવિજેતા બનનાર વિશ્વનાથ આનંદ હોય પણ તેઓ કારકીર્દિનો સંઘર્ષ કરવા સાથે ગરીબીનો સંઘર્ષ કરીને આગળ આવેલા છે.
એમના કારણે ૨૦૧૦ની કોમનવેલ્થ ગેઇમ અને હમણાં વર્લ્ડ સીરીઝ હોકી ટુર્નામેન્ટમાં આપણા દેશનું નામ ઉજળું રહ્યું.
એ સાથે, આપણા દેશમાં સાધારણ રીતે સ્પોર્ટસમાં કે એથેલેટ્સમાં જોવા નથી મળતું એ આર્થિક સધ્ધરતા પણ એમને મળતી જોવા મળી. એમને જે રોકડ ઈનામો મળ્યા એથી એમનું અને એમના કુટુંબનું જીવન પલટાઇ ગયું. ક્રિકેટરોની વાત જૂદી છે કારણ કે ત્યાં મેચો એટલી બધી રમાતી હોય છે અને દરેક મેચમાં દલ્લો પણ એટલો બધો ઠલવાતો હોય છે કે... ત્યાં નહીં રમનાર ખેલાડી પણ એક મહિનામાં કરોડપતિ થઇ જાય છે. એથેલેટ્સમાં એવું નથી. ત્યાં એક જ ખેલાડીએ પોતાનું કૌવત બતાવવાનું હોય છે અને પછી ઈનામ મળે તો ઠીક છે બાકી રામ રામ! એમને મેટલનો મેડલ મળે એને ઘરના કબાટમાં શોભામાં મૂકી રાખવાનું! બસ, પતી ગયું!
એમાંથી આ ખેલાડીઓ (એથેલેટ્સ) એવા છે કે તેઓ અલગ તરી આવ્યા છે.
મુક્કાબાજ (બોકસર) મનોજકુમારની વાત જોઇએ તો... મનોજકુમારના પિતા લશ્કરમાંથી નિવૃત્ત થયા તો પણ આરામ નહોતા કરતા કારણકે એમને જે પેન્શન મળતું હતું એ પાંચ જણના એમના કુટુંબનું પૂરું કરી શકે તેમ નહોતું.
મનોજ જ્યારે ૨૦૧૦માં કોમનવેલ્થ ગેઇમ્સમાં બોકસીંગમાં ગોલ્ડ મેડલ જીતીને પોડીયમ ઉપર ખડો થએલો ત્યારે એના મગજમાં પિતાના અને પોતાના સંઘર્ષના દિવસો પહેલાં યાદ આવેલા.
એને જે રોકડ રકમ ઈનામમાં મળેલી એમાંથી એણે પહેલાં પોતાના રાજૌદ નામના ગામમાં પોતાના મકાનને ઠીકઠાક કરવામાં થોડીક રકમ વાપરેલી. મનોજ કહે છે કે, ''દરેકના જીવનમાં એક એવો વખત આવે છે કે જ્યારે તમારે તમારા કુટુંબની જરૃર હોય અને પછી એક એવો વખત આવે છે કે તમારા કુટુંબને તમારી જરૃર હોય.'' આગળ એ કહે છે, ''મારા માટે એ વખત આવી ગયો છે.''
ંમનોજે પોતાના કુટુંબને ગૌરવવંતુ કરવા સાથે પોતે ખેલકૂદના વિશ્વમાં અને એની બહાર એક સિતારા તરીકે ચમક્યો.
રીંગમાં એના વિજયે અમિતાભ બચ્ચન સામે ''કૌન બનેગા કરોડપતિ''માં ખડો કરી દીધો. એ કહે છે, ''મને કલ્પના જ નહીં કે મારા મુક્કા (પંચ) મને ઠેઠ ત્યાં સુધી લઇ જશે. હું ફિલ્મી દુનિયાની ટોચની વિભૂતિ સાથે અને ક્રિકેટ જગતની ટોચની વ્યક્તિ સાથે ખભે ખભા મિલાવી શકવા માટે હું મારી મુક્કાબાજીનો આભાર માનું છું.''
એ આગળ કહે છે, ''તો પણ, બોકસીંગના કારણે મારા કુટુંબને હું મદદરૃપ થઇ શક્યો એનો મને સૌથી વધુ આનંદ છે.''
મનોજકુમારને હરિયાણા સરકાર તરફથી રૃપિયા ૨૦ લાખ રોકડા મળ્યા એ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી, ઈન્ડીયન રેલવે અને ટી.વી. તરફથી પણ રોકડ રકમ મળેલી. એ બધાના મળીને કુલ ૧ કરોડ રૃપિયા એને મળેલા.
એથી એણે પોતાનું ઘર રીનોવેટ કરવા ઉપરાંત કુરુક્ષેત્ર નગરમાં એક નવું મકાન પણ ખરીદ્યું. છેલ્લામાં છેલ્લી કક્ષાના લકઝુરીયસ ઈલેકટ્રોનિક્સ, એલસીડી ટીવી અને સ્પ્લીટ એસી વગેરે ખરીદ્યા. ''મારા માતાપિતા આરામ, સંતોષ અને મજાથી રહી શકે એટલા માટે મેં એ ખરીદ્યા'' મનોજ કહે છે. એ વધુમાં ઉમેરે છે, ''મારા માતાપિતા ગામડાના અમારા ઘરમાં વધુ વખત ગાળવા માંગે છે જ્યારે હું એમને કહું છું કે તેઓ શહેરમાં રહેશે તો વધુ લાંબુ અને વધુ સારું જીવી શકશે.'' એણે મોટર પણ છેલ્લે છેલ્લે ખરીદી. એ પણ ડીઝલ વાળી ખરીદી જેથી કુટુંબ છૂટથી હરીફરી શકે. પિતા માટે એણે એક નાનકડી દુકાન પણ ખરીદી છે અને હવે એ ખેતીને લાયક જમીનનો ટુકડો ખરીદવાની શોધમાં છે.
અગાઉ મુસાફરી કરવી એ મનોજ અને કુટુંબ માટે ગીરદા ગીરદીવાળી બસમાં જવું પણ હવે એ પોતાની મોટર જાતે જ ચલાવીને બધાને હરવાફરવા લઇ જાય છે.
આ મનોજ ઓલિમ્પિકમાં જઇ રહ્યો છે.
એવી જ રીતે ઓલિમ્પિક રમતોત્સવમાં ગીતા નામની એક રેસ્લર. એ પણ હરિયાણાની અને ઓલિમ્પિકમાં રેસ્લર મહિલા તરીકે જનાર એ પહેલી જ એકમાત્ર મહિલા છે.
ગીતા પણ કોમનવેલ્થ ગેઈમની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે.
અગાઉ એના પિતા મહાવીરસિંહને ચિંતા રહેતી હતી કે, કુસ્તીના સ્પર્ધાખેલ કરતી એની દિકરીને સમાજ કઇ રીતે જોશે પણ એણે ગોલ્ડ મેડલ જીત્યો, તથા એ સાથે ખ્યાતિ મેળવી અને બીજા ઈનામો જીત્યા પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. એ જ ગ્રામજનો જે પહેલાં છોકરીઓ રેસ્લીંગની ખેલાડી થવાના કારણે કુટુંબની ટીકા કરતા હતા એ હવે એને ટેકો અને પ્રોત્સાહન આપે છે.
બે બહેનો છે... ગીતા અને બબિતા. બન્ને રેસ્લર છે અને કોમનવેલ્થ ગેમમાં ગીતાએ ગોલ્ડ મેડલ તથા બબિતાએ સિલ્વર મેડલ જીતીને નામના મેળવેલી. એ ઉપરાંત રૃપિયા ૧ કરોડ અને ૨૫ લાખ રોકડા મળેલા.
બન્ને બહેનોએ એ બધું પોતાના પિતાના હાથમાં આપી દીધેલું. બન્ને દિકરીઓને તાલિમ આપવા એમણે સરકારી નોકરી છોડી દીધેલી.
એ પછી કુટુંબે પોતાના ઘરના પાછળના ભાગમાં રેસ્લીંગ હોલ બાંધવા માટે રૃપિયા ૧૨ લાખ ખર્ચેલા. એમની જીવનપધ્ધતિ પણ હવે બદલાઇ ગઇ છે. બબિતા સંગીતની શોખીન છે એટલે આઇપોડ લઇ આવી છે. એમની પાસે સાન્ત્રો મોટર ઉપરાંત એસ એક્સ ફોર મોટર પણ છે અને હવે એ એક મોટી મોટર ખરીદવાની વેતરણમાં છે. એ કહે છે કે... ''ઓલિમ્પિકમાં હું મેડલ જીતીશ એટલે રૃપિયા ૩૫ લાખની એક બીજી મોટર આવી જશે.''
શુટીંગ ચેમ્પિઅન અનીસા સૈયદ ખાનની વાત વળી ટીપીકલ ભારતીય પરિવાર જેવી છે.
૨૦૦૯માં અનીસા ખાન અને એના પતિ મુબારક હુસેનને પોતાના બે રૃમના મકાનનું રૃપિયા ૬૦૦૦ ભાડું ચુકવવાનું પણ ભારે પડતું હતું. એ પછી મકાન માલિક સાથે એવું નક્કી થયું કે... તેઓ ત્યાં જ રહે અને રૃપિયા ૪૦૦૦નું ભાડું આપે પણ એ સાથે અનીસા એની શુટીંગ ચેમ્પીઅન બનવાની તાલિમ ચાલુ કરે. દરમ્યાનમાં અનીસા એની શુટીંગની કલાથી એટલું કમાવા લાગી કે જે વિસ્તારમાં એ બે વર્ષ પહેલાં ભાડું ભરવાનું પણ મુશ્કેલ અનુભવતી હતી ત્યાં એણે બે માળનું મકાન ખરીદ્યું!
અનીસા પુણેની નીચલા મધ્યમવર્ગની મુસ્લિમ કન્યા અને રાજસ્થાન- હરિયાણાની સરહદ પર આવેલા મુસ્લિમ બહુમતિના મેવાતમાં પરણીને ગયેલી. શુટીંગનો એનો શોખ તો ચાલુ જ હતો. એ રમતે જ એની આર્થિક સ્થિતિ સુધારેલી.
કેટલીક નવયુવાન છોકરીઓ એની તરફ આદર્શ અને માર્ગદર્શક તરીકે જૂએ છે.
અનીસાને શુટીંગના મેડલોએ લગભગ રૃપિયા ૧ કરોડ ૫૦ લાખ રૃપિયા જેટલી રકમ અપાવી. એ રકમની મોટી રકમ એણે મકાન પાછળ ખર્ચી અને બાકીની રકમ પોતાના માતા-પિતા તથા સાસુસસરા તેમજ જમીન ખરીદવા પાછળ ખર્ચી. પહેલાં એ કશું ખરીદવા જતી તો એનો ભાવ તાલ કરતી અને પછી એ ખરીદ્યા વિના નીકળી જતી જ્યારે હવે એ ભાવ તાલ કર્યા વિના પોતાના પતિના કપડાંથી માંડી ઘરવખરીની વસ્તુઓ ખરીદી લે છે.
દેશની એક નામી એથલેટ બનવા માટે અનીસાને ઘણો સંઘર્ષ કરવો પડયો છે. સામાન્ય કુટુંબની એ છોકરી, એમાં શુટીંગ જેવો ખર્ચાળ શોખ... પણ પૂણેના પોલિસ કમિશનર ગની શેખના પ્રોત્સાહનના કારણે એ એ શોખ કેળવી શકી... બાકી એના માતાપિતા આજે પણ પૂણેમાં ભાડાના મકાનમાં રહે છે. પૂણેમાં એ શુટીંગ શીખવા માટે બે બસ બદલીને બે કિલોમીટર ચાલીને પહોંચતી. ક્યારેક એનો કોચ નહોતો આવતો ત્યારે એ પીસીઓમાં જઇને ફોન કરીને એમની પૂછપરછ કરતી કે એ આવવાના છે કે નહીં. પીસીઓમાં પૈસા ખર્ચ્યા પછી એની પાસે પાછા ફરવાનું બસનું ભાડું નહોતું બચતું ત્યારે ૧૦ કી.મી. ચાલીને એણે ઘરે આવું પડતું.
અત્યારે એની પાસે પોતાની મોટર છે.
મુક્કાબાજીના કારણે ગરીબીમાંથી અમીરીમાં પહોંચનાર પરમજીતસિંહ પણ છે.
કોમનવેલ્થ વર્લ્ડ ગેઇમમાં અને પછી એશિયન ગેઇમ્સમાં મુક્કાબાજીના મુક્કાઓએ એને રૃપિયાની ટંકશાળ પણ પાડી છે. એના કારણે એ ટોયટો ફોર્ચ્યુનર પણ ખરીદી અને લગ્ન પણ કર્યા તથા ૨૪ વર્ષની વયે ડીવાયએસપી તરીકે નીમણુંક પણ પામ્યો. એણે જ્યારે બોકસીંગ શરૃ કરેલી ત્યારે એને રેલવેમાં બહુ બહુ તો સારી નોકરી મેળવવાની ગણતરી હતી. પરંતુ એથલેટ થવાના કારણે એને નામ અને દામ બન્ને મળ્યા છે. બોકસીંગ પણ આવું આપી શકે છે એવી એને કલ્પના નહોતી.
પરમજીતને સીડલ્યુજી, અને એશિયન ગેઇમ્સ ઉપરાંત હરિયાણા સરકાર, કેન્દ્ર સરકાર અને રેલવે તરફથી પણ માતબર રકમ મળેલી છે.
એની પાસે ૧ કરોડ અને ૨૫ લાખ રૃપિયા રોકડ થયા એટલે એણે પણ પહેલાં ગામડામાં પોતાના મકાનને રીનવોટ કરાવેલું, એમાં વધુ રૃમ ઉતરાવ્યા, ઈલેકટ્રોનીક સાધનો વસાવ્યા અને મોટર ખરીદી. બાકી બચેલી રકમ એણે પિતાના હાથમાં સોંપી દીધેલી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved