Last Update : 13-June-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

વફાદારીના શિરપાવ માટે તત્પર પ્રણવ
નવી દિલ્હી, તા.૧૨
મમતા બેનર્જીની પ્રકૃતિ જ ધાર્યુ કરવાની રહી છે ત્યારે નસીબજોગે તેમને સંજોગો પણ એવા મળતાં રહ્યા છે. રિટેઈલમાં સીધા વિદેશી રોકાણનો પ્રસ્તાવ હોય કે રાષ્ટ્રપતિપદના ઉમેદવારની વરણી હોય, હુકમનું પાનું છેવટે મમતાના હાથમાં રહ્યું છે. નાણાપ્રધાન પ્રણવ મુખર્જીને મોગલ ગાર્ડનમાં મ્હાલવાના સપના આડે હજુ ય મમતા બેનર્જીની નામરજી ઊભી હોવાનું મનાય છે. જોકે બુધવારે ચૂંટણીપંચ સત્તાવાર જાહેરનામું બહાર પાડશે ત્યાં સુધીમાં મમતા દીદી પ્રણવ દાદાના નામ માટે ઔપચારિક હા ભણવા તૈયાર થઈ જશે એવો કોંગ્રેસનો આશાવાદ સાવ અસ્થાને નથી.
બંગાળ ગૌરવના મુદ્દે દીદી પીગળ્યા
યુપીએ સરકારનું નાક દબાવવા પાછળ મમતાનો આશય પ. બંગાળ માટે બેઈલ આઉટ પેકેજ મેળવવાનો હોવાનું મનાય છે. પરંતુ પ્રણવના નામને સંમતિ આપવામાં મમતા ખાસ કોઈ સોદાબાજી કરી શકે તેમ પણ નથી. કારણ કે મુખર્જી પણ બંગાળી હોવાના કારણે જો મમતા તેમની પસંદગીને સંમતિ ન આપે તો એક બંગાળીને દેશના સર્વોચ્ચ પદથી વંચિત રાખવાની કોંગ્રેસ પ્રેરિત બૂમરાણનો તેમને સામનો કરવો પડે. પ્રાંતિય સર્વોપરિતા અંગે આળું વલણ ધરાવતા બંગાળીઓમાં પણ તેના અવળા પ્રત્યાઘાતો પડી શકે. એ જોતાં મમતા પણ હવે વધારે તાણવાને બદલે પ્રણવના નામ માટે ઢીલું છોડીને છેવટે એક બંગાળીને રાષ્ટ્રપતિ બનાવ્યાનો જશ ખાટવા મહેનત કરશે તેમ મનાય છે.
આમ પણ બંગાળ માટે આ તક બહુ મહત્ત્વની ગણાય છે. આ પૂર્વે કદી પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જેવા દેશના ટોચના ત્રણ પૈકી એકપણ હોદ્દા પર બંગાળીને તક મળી નથી. ૧૯૯૬માં મિશ્ર સરકારના જમાનાનો આરંભ થઈ રહ્યો હતો ત્યારે સામ્યવાદી નેતા જ્યોતિ બસુને વડાપ્રધાન બનવાની તક મળી હતી પરંતુ જ્યોતિદા'એ તેનો ઈનકાર કર્યો હતો. એ પછી સૌ પ્રથમ વખત એક બંગાળીને રાષ્ટ્રપતિ બનવાની તક મળે છે ત્યારે મમતા બેનર્જી કોઈ સોદાબાજીમાં ઉતરીને પોતાના પ્રાંતમાં જ પોતાની ઈમેજ ખરડાય એવું કંઈ કરે એટલાં નાદાન નથી.
પ્યાદા પાછળથી ઔવજીરની ચાલ
દરમિયાન, મમતા-હઠથી બરાબર વાકેફ કોંગ્રેસ કેમ્પ આ વખતે કોઈ કસર છોડવા ન માંગતો હોય તેમ વર્તાય છે. પ્રણવબાબુનું નામ વહેતુ કર્યા પછી પણ છેક સુધી મંજૂરીની મ્હોર ન મારતાં પી.એ. સંગ્મા, મીરાકુમાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીના નામ પણ વહેતા કરી દીધા છે. સંગ્માને પૂર્વોત્તર રાજ્યના ખ્રિસ્તી હોવાનો લાભ મળી શકે પરંતુ ભૂતકાળમાં તેઓ સોનિયાના વિદેશી હોવા સામે શિંગડા ભરાવી ચૂક્યા છે અને પછી માફી પણ માંગી ચૂક્યા છે. મીરાકુમાર પાસે દલિત મહિલા હોવાનું કાર્ડ છે પરંતુ પ્રતિભા પાટીલ પછી તરત બીજા મહિલા ઉમેદવાર તરીકે તેઓ પસંદ થાય તેવી શક્યતા ઓછામાં ઓછી છે. જ્યારે હમિદ અન્સારીને મુસ્લિમ હોવાનો લાભ મળી શકે પરંતુ તેમણે એવી પ્રતિભા હજુ દર્શાવી નથી. આ સંજોગોમાં એ દરેક નામ માત્ર પ્રણવ વિરોધીઓની તલવારો મ્યાનમાં રાખવા માટે જ વહેતા કરાયા હોવાનું અને પાછલા બારણે પ્રણવનું નામ નિશ્ચિત હોવાનું મનાય છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved