Last Update : 13-June-2012, Wednesday

 

સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે અડધાથી દોઢ ઇંચ વરસાદ

 

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ,વડોદરા તા.૧૨
સૌરાષ્ટ્રમાં આજે સોરઠ ઉપર મેઘરાજા સર્વાધિક મહેરબાન થયા હતાં. મેંદરડામાં દોઢ અને જૂનાગઢ, વંથલીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા પંથકમાં એકથી દોઢ ઇંચ, જયારે અમરેલીમાં ઝાપટા પડયા હતાં. રાજકોટમાં સંધ્યા ટાણે અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા પડયા હતાં. વડોદરા શહેર અને જિલ્લામાં સાંજના સમયે અચાનક પલટાયેલા વાતાવરણ વચ્ચે લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. જોરદાર પવન સાથે વાવાઝોડું ફુકાયુ હોય તેવો માહોલ સર્જાયો હતો. પોર પંથકમાં પણ ભારે પવનનાં પગલે નાસભાગ મચી હતી. જિલ્લામાં કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટા પણ પડયા હતા. કરજણથી મળતા અહેવાલ મુજબ મોડી સાંજે મુશળધાર વરસાદ શરુ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂનાગઢ જિલ્લામાં આજે પણ વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું અને બપોરે અસહ્ય બફારો થતો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરૃ થયો હતો અને મેંદરડામાં દોઢ, અને જૂનાગઢ તથા વંથલીમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. જૂનાગઢમાં માત્ર પોણો ઇંચ વરસાદથી રોડ પર પાણી ભરાયા હતાં. પવનથી ટીંબાવાડી પાસે એક નાનું વૃક્ષ પડી ગયુ હતું જયારે વંથલી પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.
છેલ્લા પાંચ-છ દિવસથી વિસાવદર તથા ભેંસાણ પંથકમાં વરસાદ પડતો હતો આજે પણ સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ છવાયો હતો. થોડીવાર વાદળા અને થોડીવાર આકાશમાં ઘનઘોર વાદળો છવાઇ ગયા હતાં અને જોરદાર પવન ફુંકાયો હતો. ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ શરૃ થયો હતો અને જૂનાગઢમાં પોણી કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસી જતાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં અને પવનના લીધે ટીંબાવાડી બસ સ્ટેન્ડ નજીક એક વૃક્ષ જમીનદોસ્ત થઇ ગયુ હતું. જૂનાગઢ ઉપરાંત મેંદરડા આસપાસના વિસ્તારમાં દોઢ ઇંચ જેટલું પાણી વરસી જતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતાં. દોઢ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જો કે પવન ન હોવાથી કોઇ વૃક્ષ ધરાશાયી થવાના બનાવ બન્યા ન હતાં. જૂનાગઢ અને મેંદરડાની સાથે-સાથે વંથલી તથા શાપુરમાં પણ તીવ્ર પવન સાથે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.
વરસાદની સિઝન શરૃ થઇ છે ત્યાં આજે પવનની સાથે વરસાદ પડતાં આંબામાંથી કેરીઓ ખરી ગયાનું ખેડૂતોમાંથી જાણવા મળ્યું છ તેમજ વરસાદથી આગામી સમયમાં કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ પણ ઉભી થઇ છે.
તાલાલા પંથકમાં સાસણ ગીર વિસ્તારના ગામોમાં આજે બપોરે ભારે ગરમી બાદ વરસાદ તૂટી પડતાં લોકોને ગરમીમાં ભારે રાહત થઇ હતી. સાસણ ગીર વિસ્તારના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે આજે બપોરે ભારે ઉકળાટ બાદ ૪ વાગ્યા બાદ વરસાદ શરૃ થયો હતો. આ વરસાદ સાસણ ગીર વિસ્તારમાં દોઢ ઇંચ જયારે આજુબાજુના ગામો જેવા કે ભોજદે- ભાલછેલ, હરીપુર, હિરણવેલ, ચિત્રાવડ, ચિત્રોડ, બોરવાવ અને સાંગોદ્રા ગીર સહીતના ગામોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આ વરસાદ ગીરના જંગલમાં કનકાઇ તથા બાણેજ વિસ્તારમાં પણ પડયો હોવાના સમાચાર મળે છે. તાલાલા પંથકમાં છેલ્લા બે દિવસથી ગરમી માઝા મુકી રહી છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવુ વાતાવરણ પણ જામે છે પરંતુ વરસાદ પડતો ન હોય ભારે ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહીમામ થઇ ગયા છે.
જામનગર જિલ્લામાં સામાન્ય રીતે ૨૦ જુન આસપાસ ચોમાસુ સક્રિય થાય છે. પરંતુ છેલ્લા બે સપ્તાહથી હવામાનમાં ભેજના કારણે અસહ્ય બફારો અને વાદળીયુ વાતાવરણ છવાયેલું રહે છે. જ્યારે મંગળવારના સાંજે ૪ થી ૬ ની વચ્ચેના બે કલાકના સમય દરમિયાન કાલાવડમાં એકાએક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે જોરદાર ઝાપટાંરૃપે વરસાદ પડતા પોણો ઇંચ પાણી વરસી ગયું હતું અને વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તેમજ ભારે પવનને કારણે કાલાવડમાં પાંચ ઝાડ પડી ગયાના બનાવો બન્યા હતા. જેમાં સદનસીબે કોઇને જાનહાની કે ઇજા થઇ ન હતી. જો કે, કુંભનાથપરાના ઢાળીયા પાસે બાઇક લઇને જતાં હિતેન્દ્રસિંહ ભોજુભા જાડેજા (ઉ.૩૩) ઉપર જીવંત વીજવાયર પડતા વીજશોક લાગવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બીજી તરફ જામકંડોરણાના ચાવુંડી ગામે ખેડૂત મનુભા કેશવજીભા (ઉ.૫૨) ઉપર વીજળી પડતા મોત થયું હતું.
અમરેલી શહેરમાં આખો દિવસ બફારા બાદ આજે બપોરે વરસાદી વાદળો ધસી આવ્યા હતા. શહેરમાં અર્ધા વિસ્તારો કોરા ધાકોડ રહ્યા હતા જયારે અર્ધામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. હનુમાનપરા, લાઠી રોડ, જલારામનગર, ગોકુલધામ, વૃંદાવન પાર્ક, એસ.ટી. ડીવીઝન વિસ્તારોમાં મુશળધાર વરસાદનું ઝાપટુ વરસ્યુ હતું જયારે શહેરી વિસ્તારમાં છાંટા પડયા હતાં.
રાજકોટમાં ભારે બફારા બાદ હળવાથી ભારે ઝાપટા પડયા હતાં. ધોરાજીમાં સવારથી જ ભારે બફારા બાદ સાંજે ૪ કલાકે હળવા છાંટા પવન સાથે આવતા થોડી રાહત થયેલ હતી.
ચોમાસાના નાટકનું રિહર્સલ ભજવાતું હોય તેમ વડોદરા જીલ્લાના નસવાડી પંથકમાં પોર - કારવણ પંથકમાં મોડી સાંજે વાવાઝોડા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો.
નસવાડી અને તેની આસપાસના ગામોમાં વીજળીના કડાકા - ભડાકા સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. નસવાડી રેલવે સ્ટેશન પાસે લીમડાનું વૃક્ષ તૂટી પડતાં સ્ટેશનના શેડને નુકશાન પહોંચ્યુ હતું. નસવાડીના બજારોમાં ખરીદી માટે બહારથી આવેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પંથકના તણખલા, જસ્કી, ગોયાવાંટ ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.
નર્મદા જીલ્લાના કેવડીયા પંથકમાં પણ મોડી સાંજે જોરદાર વાવાઝોડું ફુંકાયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડયા હતા. કેવડીયા કોલોનીમાં વીજપ્રવાહ કોરવાઈ ગયો હતો.
દરમિયાન રાજપીપળા પંથકમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડયાના હેવાલ પ્રાપ્ત થયા હતા. સૂસવતા પવનો સાથે વરસાદ પડતાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
અંકલેશ્વરમાં પણ રાતે જોરદાર વરસાદને પગલે માહોલ ઠંડો બની ગયો હતો. દાહોદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ગરમીમાં લોકોને રાહત થઈ ગઈ હતી અને વરસાદથી અંધારપટ છવાઈ ગયો હતો. વૃક્ષો ધરાશાયી થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને માર્કેટમાં અનાજ તથા કોન્ટ્રાક્ટરોની સીમેન્ટ પણ પલળી ગઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved