Last Update : 13-June-2012, Wednesday

 

અમારી પાછળ કઈ વિદેશી તાકાત છે તે જાહેર કરો
જો હું રાષ્ટ્રદ્રોહી હોઉં તો સરકાર મને જેલમાં પૂરી દે ઃ અણ્ણા હઝારે

'મજબૂત લોકપાલની માગણીથી ધ્યાન હટાવવા અણ્ણા ટીમ પર આક્ષેપો કરાય છે'

(પી.ટી.આઈ) રાલેગણસીદ્ધિ, તા. ૧૭
અણ્ણા હઝારેએ, તેમના આંદોલનને વિદેશી તત્ત્વોની સહાય હોવાના આક્ષેપો ફગાવી દેતા વડાપ્રધાન મનમોહનસિંહને પડકાર ફેંક્યો હતો કે મને રાષ્ટ્ર વિરોધી કહેવો તે ખોટું છે. સરકાર કહે છે કે હું રાષ્ટ્રદ્રોહી છું. જો હું (રાષ્ટ્રદ્રોહી) હોઉં તો પછી મને જેલમાં પુરી દો. તેમણે મનમોહનસિંહને તેમના આંદોલન પાછળ જેમનો હાથ હોય તેમની સ્પષ્ટતા (સ્પેલ આઉટ) કરી દેવા પડકાર ફેંક્યો હતો.
અત્રે એક પત્રકાર પરીષદને સંબોધતા હઝારેએ જણાવ્યું હતું કે મજબુત લોકપાલ બિલ માટેના મારા આંદોલન તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે અમારી ટીમ સામે આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો ભ્રષ્ટાચાર વિરૃદ્ધ આંદોલન છેડનારાઓને આ પ્રકારે જોવામાં આવતા હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
તેઓ (પ્રધાનો) કહે છે કે ટીમ અણ્ણા પાછળ વિદેશી તાકાત છે. તેઓ અમને બદનામ કરે છે પણ કઈ વિદેશી તાકાત ક્યો દેશ અમારી પાછળ છે તે કહેતા નથી. આ પ્રકારના ખોટા આક્ષેપો કરવા વ્યાજબી નથી. જો વડાપ્રધાન ભ્રષ્ટાચાર વિરૃદ્ધ જંગ ચલાવનાર વ્યક્તિઓને રાષ્ટ્ર વિરોધી ગણતા હોય તો તે બાબત કમનસીબ છે.
જો વડાપ્રધાનને એવું લાગતું હોય કે ટીમ અણ્ણા પાછળ વિદેશી તાકાત છે તો એ બાબત જરૃરી છે કે તેઓ નાગરીકોને સ્પષ્ટ રીતે એ બાબત જણાવે કે તે કઈ વિદેશી તાકાત છે? અને હું દોષીત હોઉં તો મને સજા કરે. સામાન્ય નાગરીક આક્ષેપ કરે તો અલગ બાબત છે. પણ વડાપ્રધાન કાર્યાલય આક્ષેપ કરે તો તે પણ અલગ બાબત છે. તમે આટલું વિશાળ ગુપ્તચર તંત્ર ધરાવો છો. તમે આ મુદ્દે આગળ કાર્યવાહી શા માટે નથી કરતા? અણ્ણાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ નથી માનતા કે વડાપ્રધાન કે તેમના પરીવારજનોએ આ ભ્રષ્ટાચારમાંથી લાભ લીધો હોય પણ કેગના અહેવાલ અનુસાર મોટાપાયે ખોટ ગઈ છે. જેનો કોઈકને લાભ મળ્યો છે. તે લાભ મેળવનારા કોણ છે?
વડાપ્રધાન કાર્યાલયે લખેલા પત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ટીમ અણ્ણાએ કોઈ પુરાવા નથી આપ્યા તો કેગના અહેવાલમાં તમામ પુરાવા છે. જો કોઈ સ્થળે ધુમાડો હોય તો ત્યાં આગ હશે જ વડાપ્રધાનને આગ દેખાતી નથી.
સરકારના ટીમ અણ્ણા ખર્ચનો હિસાબ નથી આપતી તેવા આક્ષેપનો ઈન્કાર કરતા તેમણે ઉમેર્યું હતું કે તમે અમારા હિસાબો ચેક (ઓડીટ) કર્યા છે. તેને ઈન્ટરનેટ પર મુક્યા છે. તમારો પક્ષ ઘણા ફંડ ઉઘરાવે છે. તેનો હિસાબ તમે પ્રજાને કેમ નથી આપતા?
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved