Last Update : 13-June-2012, Wednesday

 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે
સોનિયા ગાંધીએ ફોન કરી મમતા બેનરજીને મળવા બોલાવ્યાં

મુલાયમ સાથે મમતાની મંત્રણા ઃ પ્રણવ મુખર્જીના નામ પર લગભગ સર્વસંમતિની સંભાવના

(પીટીઆઈ)જ નવી દિલ્હી, તા. ૧૨
જેની ઉપર સમગ્ર રાષ્ટ્રની નજર મંડાઈ રહી છે, તેવી ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું વિધિવત્ જાહેરનામું તા. ૧૬મી જૂને પ્રસિદ્ધ થશે, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન રહેશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તા. ૪ જુલાઈ, મતદાન ૧૯મી જુલાઈ અને મત ગણતરી ૨૨મી જુલાઈએ યોજાશે. આ તારીખો મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ. સંપતે આજે જાહેર કરી છે. આ સાથે દેશનાં રાજકારણમાં અત્યંત ગતીશીલતા પણ આવી ગઈ. આ સ્પર્ધામાં પી.એ. સંગ્મા, મુખરજી, પૂર્વ રાષ્ટ્રપતિ કલામ, તેમજ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીનાં પણ નામ ચર્ચાઈ રહ્યાં છે.
યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ફોન દ્વારા સંપર્ક સાધી યુપીએના જ એક સાથી પક્ષ તૃણમૂલનાં પ્રમુખ મમતા બેનર્જીને દિલ્હી બોલાવતાં આજે સવારે જ તેઓ નવી દિલ્હી આવી પહોંચ્યાં હતાં અને આજે જ તેઓએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહની મુલાકાત લીધી હતી. તે સર્વવિદિત છે કે તૃણમૂલના લોકસભામાં ૧૯ સાંસદો છે, જ્યારે યુપીએને બહારથી ટેકો આપી રહેલાં સપાના ૨૨ સાંસદો લોકસભામાં છે. આ સાથે સપાનાં શાસન નીચે રહેલા ઉત્તર પ્રદેશ અને તૃણમૂલનાં શાસનમાં રહેલા પશ્ચિમ બંગાળના વિધાન સભ્યોની સંખ્યા વિશેષતઃ બંને પક્ષોના વિધાયકોની સંખ્યા પણ આ ચૂંટણી માટે મહત્વની બની રહે તેમ છે. આમ છતાં એકંદરે પ્રણવ મુખરજીનાં નામની સંભાવના છે. આ પૂર્વે કોલકાતાથી નીકળતાં મમતા બેનર્જીને પત્રકારોએ રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખરજીનાં માટેનાં થયેલાં નામ વિષે પૂછ્યું ત્યારે તેમનો તેટલો જ જવાબ હતો કે તે કોંગ્રેસનો પ્રશ્ન છે. મને જોવા દો કે તેઓ (સોનિયા ગાંધી) શું કહે છે.
દરમિયાન સોનિયા ગાંધીએ એનસીપીના શરદ પવાર અને આર.એલ.ડી.ના પ્રમુખ અજિતસિંહ સાથે મંત્રણા કરી લીધી છે. નિરીક્ષકોને તે પ્રશ્ન હજી મુંઝવી રહ્યો છે કે, સોનિયા ગાંધીએ હજી સુધી રાષ્ટ્રપતિ પદ માટેના કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું તો બીજી તરફ ભાજપે પણ તેમ કરી પાના છાતી સરસા રાખ્યા છે કે પહેલા યુપીએને તેના ઉમેદવારનું નામ જાહેર કરવા દો. પછી અમો અમારા ઉમેદવારનું નામ જાહેર કરીશું. આથી એવું લાગે છે કે આ અંગે લગભગ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખવાની બંને પક્ષોની વ્યૂહરચના છે. પૂર્વે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની ડીએમકેના પ્રમુખ એમ. કરૃણાનિધિને મળ્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવી દીધું હતું કે રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારનું નામ નક્કી કરવાની સર્વ સત્તા સોનિયા ગાંધીને કોંગ્રેસ કારોબારીએ આપી છે. આ સાથે ઉપરાષ્ટ્રપતિ કોંગ્રેસના કોઈ સાથી પક્ષ કે તેને ટેકો આપનાર પક્ષના રહેશે કે કેમ તેવા પ્રશ્નનો તેમણે ઉત્તર જ ટાળ્યો હતો. જ્યારે ભાજપના નેતા જશવંતસિંહ પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની સ્પર્ધામાં ઝુકાવવા તૈયાર થયા છે તે અંગે પત્રકારોએ પુછેલાં પ્રશ્નનો તેમણે ઉત્તર ટાળ્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved