Last Update : 13-June-2012, Wednesday

 

કુલ ૪૮૯૬ સભ્યો મતદાન કરશે
રાષ્ટ્રપતિની ચૂંટણી ઃ ૧૯ જુલાઈએ મતદાન, ૨૨ જુલાઈએ પરિણામ

ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૩૦ જૂન ઃ ઈવીએમના બદલે મતપત્રો વપરાશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી,તા. ૧૨
ઘણા સમયથી ચર્ચાઈ રહેલી દેશની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ અંતે જાહેર કરી દેવાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર વી. એસ. સંપથે જણાવ્યા મુજબ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૯મી જુલાઈના રોજ યોજાશે અને નવા રાષ્ટ્રપતિનું નામ ૨૨મી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનયી છે કે વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનો કાર્યકાળ ૨૪મી જુલાઈના રોજ પૂરો થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જાહેરનામુ ૧૬મી જુનના રોજ બહાર પડશે.
નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતપદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૩૦મી જુન છે. જ્યારે ઉમેદવારીપત્રોની ચકાસણી બીજી જુલાઈના રોજ થશે જ્યારે ઉમેદવારી ચોથી જુલાઈ સુધીમાં પાછી ખેંચી શકાશે.
પત્રકાર પરિષદમાં સંપથે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન ૧૯મી જુલાઈએ હાથ ધરાશે જ્યારે મતગણતરી ૨૨મી જુલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ૪૮૯૬ સભ્યો મતદાન કરશે. જેમાં ૭૭૬ સાંસદો અને દિલ્હી તેમજ પુડુચેરી સહિત રાજ્યની વિધાનસભાઓના ૪૧૨૦ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓમાં નોમિનેટ થયેલા સભ્યોને આ ચૂંટણીમાં મતદાનનો અધિકાર નથી.
આ ચૂંટણીમાં મતોનો કુલ આંક ૧૦,૯૮,૮૮૨ છે. જેમાં ધારાસભ્યોના ૫,૪૯,૪૭૪ અને સાંસદોના ૫,૪૯,૪૦૮ મતોનો સમાવેશ થાય છે. મતદાન મતપત્રો દ્વારા કરાશે ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા બાદ રાજ્યસભાના મહામંત્રીને ચૂંટણીના રીટર્નિંગ ઓફિસર તરીકે નિમવાનું નક્કી કર્યું છે. જ્યારે નાયબ રિટર્નિંગ ઓફિસર તરીકે રાજ્યોની રાજધાનીમાં નિમાશે. જેમાં દિલ્હી અને પુડુચેરીનો પણ સમાવેશ થાય છે.
ઉમેદવારીપત્રો નવી દિલ્હી ખાતે રીટર્નિંગ ઓફિસર પાસે ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિ દ્વારા સવારે ૧૧થી ૩ વાગ્યા સુધીમાં જમા થઈ શકશે. સંપથે જણાવ્યું હતું કે ચૂંટણી માટેની સિક્યોરિટી ડિપોઝીટ રૃ. ૧૫ હજાર નક્કી કરાઈ છે જે ઉમેદવારીપત્રની સાથે જ જમા કરાવવાની રહેશે.
મતદાન લોકસભા, રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાઓમાં હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે અટકાયતમાં હોય તેવા મતદારો માટે પોસ્ટ દ્વારા મતદાનની જોગવાઈ પણ રાખવામાં આવી છે. મતદાનના સ્થળોએ નિરીક્ષકો તરીકે ચૂંટણી પંચે કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓની નિમણૂંક કરી છે.
દરમિયાન દેશના સર્વોચ્ચ પદ માટેની ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ યોજાય તે માટે ચૂંટણીપંચે જરૃરી તમામ વ્યવસ્થા ગોઠવવા માંડી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ
 જાહેરનામુ - ૧૬મી જુને બહાર પડશે.
 ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ - ૩૦મી જુન
 ઉમેદવારી પત્રોની ચકાસણી - બીજી જુલાઈએ
 ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ - ચોથી જુલાઈ
 મતદાન - ૧૯ જુલાઈ.
 ૭૭૬ સાંસદો અને ૪૧૨૦ ધારાસભ્યો સહિત કુલ ૪૮૯૬ સભ્યો મતદાન કરશે.
 ધારાસભ્યોના મતોની સંખ્યા ૫,૪૯,૪૭૪ અને સાંસદોના મતો ૫,૪૯,૪૦૮ મળીને કુલ મત સંખ્યા ૧૦,૯૮,૮૮૨.
 મતદાન લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં એક સાથે શરૃ થશે.
 સચીન તેંડુલકર અને રેખા સહિતના નોમિનેટ થયેલા સભ્યો મતદાનમાં જોડાઈ શકશે નહીં.
 મતદાન માટે ઈવીએમનો ઉપયોગ કરાશે નહીં.
 મતગણતરી- ૨૨મી જુલાઈ
 વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના કાર્યકાળનો છેલ્લો દિવસ ૨૪મી જુલાઈ

રાષ્ટ્રપતિની રેસમાં કયા ઉમેદવારો ?
 પ્રણવ મુખરજી
 પી.એ. સંગમા
 એ.પી.જે. અબ્દુલ કલામ
 હમીદ અન્સારી

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved