Last Update : 13-June-2012, Wednesday

 

રથયાત્રામાં લાગેલા 22CCTV કેમેરા કાયમ રખાશે

સંવેદનશીલ વિસ્તારોમાં તોફાન રોકવા

દરિયાપુર, શાહપુરમાં છાશવારે થતી અથડામણના સાચા આરોપી પકડવા નિર્ણય

અમદાવાદ, મંગળવાર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં તોફાન કરતા તત્વોને ઝડપી લેવાના પ્રયાસરૃપે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ડે-નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રથયાત્રાના રૃટ પર ૨૩ સીસી ટીવી કેેમેરા લગાવવાની તૈયારી થઇ ગઇ છે. અમદાવાદ શહેરના શાહપુર, દરિયાપુર અને માધુપુરા વિસ્તારમાં છાશવારે જૂથ અથડામણ અને કાંકરીચાળાના બનાવો સતત બને છે. આ બનાવોને ધ્યાનમાં લઇને રથયાત્રા બાદ ૨૩માંથી ૨૦ કેમેરા કાયમી ધોરણે રાખવાનો મહત્વનો નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. ડે-નાઇટ વિઝનના આ કેમેરા ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવશે. તોફાન કરતા તત્વો અને ગુનાહિત કૃત્ય કરનાર શખસ કેમેરા કેદ થઇ જતા તેને પકડવામા પોલીસને સરળતા રહેશે. પોલીસ પર સ્થાનિક રાજકારણીઓનું સતત દબાણ રહેતું હોય છે.
રથયાત્રાના રૃટ પર સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મૂજબ શાહપુરના દિલ્લી ચકલા, રંગીલા ચોકી, શાહપુર અડ્ડા, ભીલવાસ, નાગોરિવાડ, સરકીવાડ, પોલીસ સ્ટેશન બહાર, પોલીસ ચોકીઓ અને બે થી ત્રણ બેંકો પર કુલ ૧૩ કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે. જયારે માધુપુરા વિસ્તારમાં શાહપુર દરવાજા, દિલ્લી દરવાજા અને ઇદગાહ ચોકી એમ ત્રણ વિસ્તારમાં તેમજ દરિયાપુર વિસ્તારમાં સાત સ્થળે કેમેરા લગાવવામાં આવશે.
ઝોન ૨ ડીસીપી શરદ સિંઘલે જણાવ્યું કે,- ' તોફાની તત્વો કોઇ અટકચાળો કે કાંકરીચાળો કરે તો કેમેરાના વિઝયુલ જોઇને આવા તત્વોને આસાનીથી પકડી શકાય તેમજ કંટ્રોલરૃમ ચાલતી સતત દેખરેખ પરથી શંકાસ્પદ પ્રવૃતી પણ નજર રાખીને આવા તત્વોને કોઇ ઘટના બને તે પહેલા પકડી શકાય તે માટે રથયાત્રામાં કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ધ્યાને આવ્યું કે આ વિસ્તારોમાં સતત જૂથ અથડાણમના બનાવો બને છે. જેમાં કયારેક નિર્દોષ વ્યકિત પોલીસની ઝપટમાં આવી જાય છે. ખરેખર ગુનેગાર પકડાય અને આવી પ્રવૃતી પર બ્રેક લગાવી શકાય તે માટે કાયમી ધોરણે અમુક કેમેરા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.'
દરિયાપુર વિસ્તારમાં પણ રથયાત્રામાં સાત કેમેરા લગાવવાની તૈયારીઓ થઇ છે. રથયાત્રા બાદ ચાર થી પાંચ કેમેરા આ સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં લાગેલ રહેશે. ડીસીપી ઝોન ૩ નિરજ બડગુર્જરે જણાવ્યું કે, - ' દરિયાપુર સંવેદનશિલ વિસ્તાર હોવાથી અમે ચાર થી પાંચ જેટલા કેમેરા કાયમી ધોરણે રાખીશું. આ માટે સ્થળો નક્કી કરવામાં આવી રહ્યા છે. હાલતમાં રથયાત્રાના રૃટ પર કેમેરા લગાવવાનો નિર્ણય છે. બે- ત્રણ દિવસમાં રથયાત્રા બાદ કયા રૃટ પર કાયમી ધોરણે ડે-નાઇટ વિઝનના કેમેરા રાખવા તે નક્કી થશે.'
રથયાત્રાના રૃટ પર લાગેલા કેમેરા વાયરલેસ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કેમેરાના રેકોર્ડિગનો કમ્પ્યુટર રૃમનું સ્થળ ગુપ્ત રાખવાનો નિર્ણય પોલીસે લીધો છે. જેથી તોફાની તત્વોને કટ્રોંલરૃમને નિશાન બનાવીને પુરાવાનો નાશ કરી ના શકે. તેમજ વાયરલેસ કેમેરા હોવાથી તેના વાયરો પણ કોઇ કાપી શકે નહી. ડે અને નાઇટ વિઝનના આ કેમેરા માટેનું ફંડ લોક સહકારથી એકત્ર થયું હોવાનું જાણવા મળ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved