Last Update : 13-June-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૦૬-૨૦૧૨, બુધવાર
જેઠ વદ નોમ
આજે પંચક છે

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરા ભાદ્રપદ સવારના ૭ ક. ૦ મિ. સુધી પછી રેવતી
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સિંહ, બુધ - મિથુન, ગુરૃ - વૃષભ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સે.શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૮. ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રા.દિ.જે. ૨૩ માસ ઃ જેઠ વદ તિથિ ઃ નોમ ને બુધવાર. આજે પંચક છે - વિષ્ટી સાંજના ૭ ક. ૩૩ મિ.થી શરુ.
મુસલમાની હિજરી સન ઃ ૧૪૩૩ રજ્જબ માસનો ૨૨ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૩૦ રોજ અનેશન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નાણાંની લેવડદેવડના વ્યવહારમાં, બેંકના કામમાં, કુટુંબ- પરિવારના કામમાં ચિંતા- ખર્ચ- રૃકાવટ જણાય પરંતુ આપે ધીરજ રાખવી.

 

વૃષભ ઃ આપને ઉતાવળ કરવામાં પસ્તાવો કરવો પડે. શ્રમ- સમયનો વ્યય થાય. પુત્ર- પૌત્રાદિકના વિદ્યા-ભણતર આરોગ્યની કાળજી રાખવી.

 

મિથુન ઃ ભાગીદારીવાળા ધંધામાં, કાનૂની કાર્યવાહીમાં, છૂટાછેડાના પ્રશ્નમાં, નોકરી ધંધામાં ઇન્કમટેક્સના કે ખાતાકીય કામમાં ચિંતા રહે.

 

કર્ક ઃ નોકર- ચાકર, કારીગર વર્ગના ઉપરીવર્ગના કારણે નોકરી- ધંધાના કામમાં રૃકાવટ ચિંતા રહે પરંતુ અન્યના સહકારથી ક્ષણિક રાહત અનુભવો.

 

સિંહ ઃ આકસ્મિક ચિંતા નોકરીમાં, ધંધાના કામમાં અનુભવો, શારીરિક માનસિક શ્રમ- થાક કંટાળો ગુસ્સો ઉશ્કેરાટ- નાણાભીડ મુંઝવણ મુશ્કેલી રહે.

 

કન્યા ઃ પત્ની સાથે વાતવાતમાં વિવાદ- ગુસ્સો રોજીંદા કામમાં રૃકાવટ રખાવે, નોકરી- ધંધાનું બેંકનું સરકારી ખાતાનું કામ થઈ શકે.

 

તુલા ઃ શરીરમાં કળતર- સુસ્તી- બેચેનીના કારણે કંઈ ગમે નહીં છતાં બીજાના કામ અંગે બહાર જવું પડે. અનિચ્છાએ ચિંતા- ખર્ચ- થાક અનુભવાય.

 

વૃશ્ચિક ઃ તમારી જીદ- મમત- અહમ, વધુ પડતા આત્મવિશ્વાસમાં તમારા નોકરી ધંધાના, રાજકીય સરકારી કામમાં, ઘર- પરિવારના વડીલ વર્ગમાં તકલીફ રહે.

 

ધન ઃ મકાન- જમીન- વાહન ટ્રાવેલ્સના ધંધામાં નોકરીમાં તમારા સગા- સંબંધી- મિત્રવર્ગના કારણે મુશ્કેલી અનુભવો, ધંધો ઓછો જણાય.

 

મકર ઃ પત્નીના નસીબ- ભાગ્યથી સહકારથી તમને તમારા નોકરી- ધંધાના, ઘર- પરિવારના કામમાં સાનુકૂળતા રહે, કામ ઉકેલાય.

 

કુંભ ઃ નોકરી- ધંધાના, કુટુંબ પરિવારના કામમાં, ઉઘરાણીના કામમાં સાનુકૂળતા રહે, કામ ઉકેલાય.

 

મીન ઃ મસ્તક- ગરદન- ગળામાં દર્દપીડાથી, કમરની તકલીફથી કંઈ ગમે નહીં કામની વિચારોની એકાગ્રતા જળવાય નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૩-૦૬-૨૦૧૨, બુધવાર

 

આજથી શરુ થઈ રહેલ આપનું જન્મવર્ષ આરોહ- અવરોહનું રહે વર્ષ દરમિયાન અવારનવાર શારીરિક- માનસિક અસ્વસ્થતા જણાય. મસ્તક, ગરદન, પેટ, કમરની દર્દપીડાથી સંભાળવું પડે.

 

- નોકરી- ધંધામાં અવારનવાર માનસિક પરિતાપ રહે પરંતુ જોખમી ઉતાવળિયા નિર્ણયો કરવા નહીં. ફેરફારી કરવાનું વિચારવું નહીં.

 

- પત્નીની ચિંતા રહે, બીમારી શારીરિક વિવાદના કારણે શાંતિ- રાહત જણાય નહીં. અવિવાહિતને વિવાહ લગ્નના પ્રશ્નમાં વિલંબ થાય, પ્રેમ મિત્રતામાં વિશ્વાસઘાત દગો થાય.

 

- સ્ત્રી વર્ગને શારીરિક માનસિક કષ્ટ પીડાથી ઘરના તેમજ બહારના રોજીંદા કામમાં તકલીફ પડે. આક્ષેપ- અપયશ વિવાદથી સંભાળવું પડે.

 

- વિદ્યાર્થી વર્ગને ભણવામાં એકાગ્રતા જણાય નહીં. મિત્રવર્ગથી સંભાળવું પડે, વાહનથી સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શિક્ષક છગને વર્ગમાં પૂછ્યું, ''બોલો, આપણા દેશમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?''
બધા વિદ્યાર્થી જવાબ શોધવાના વિચારમાં પડી ગયા. એવામાં લલ્લુએ આંગળી ઊંચી કરી... ''કહું સાહેબ?''
''વાહ!'' શિક્ષક છગને કહ્યું, ''હોંશિયાર! બધા શીખો! લલ્લુ જેવા થાવ! બોલ, ક્યાં થાય છે?''
''સાહેબ,'' લલ્લુએ કહ્યું, ''સૌથી વધુ વરસાદ જમીન ઉપર પડે છે.''

[Top]
 

આજ ની રેસીપી

ઝટપટ બનતી વાનગીઓ

ચણા ભટૂરે

 

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો ચાળેલો, ૨ ચમચી સોજી, ૧ ચમચી સોડા, ૧/૨ ચમચી મીઠું.

 

રીતઃ મેંદામાં મીઠું અને સોજી ભેળવીને સોડા નાખી લોટ બાંધો. કઢાઈમાં ઘી ગરમ કરી ભટૂરાં તળી લો. અગાઉથી તૈયાર કરેલાં ચણા સાથે સર્વ કરો.

 

નોંધઃ જો ચણા બાફેલાં હોય તો બે ચમચા ઘી ગરમ કરો. એમાં આદું, બે લીલાં મરચાં સમારીને નાખો. બે ચમચા ચણા મસાલો નાખી સાંતળો. તે તેમાં ચણા નાંખો. હવે મીઠું, લીંબુનો રસ અને એક કપ પાણી નાંખીને દસ મિનિટ ચઢવા દો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved