Last Update : 12-June-2012, Tuesday

 

કોણ કોનાથી 'ભયભીત' છે ?

 

આજકાલ રાજકારણમાં 'ભય'નું વાતાવરણ ચાલી રહ્યું છે !
કમાલની વાત એ છે કે જ્યારે રમખાણો ચાલી રહ્યાં હતાં, ઠેકઠેકાણે આતંકવાદી હૂમલાઓ થઇ રહ્યા હતા, બોમ્બ ધડાકા, અપહરણો, ખંડણીઓ અને માફીઆઓની 'ગેંગવોર' ચાલી રહી હતી ત્યારે આમાંના કોઇપણ નેતા 'ભયભીત' નહોતા !
પણ જરા અમથી 'પોસ્ટર-વૉર' શું ચાલી કે સામસામી છાવણીઓમાં બધા 'ભયભીત' થઇ ગયા છે !!
કેશુબાપાના હિસાબે જોવા જાવ તો આખા દેશમાં 'ભય' અને 'ભયભીતિ' જ છવાયેલા છે...
* * *
કોંગ્રેસ ડીએમકેથી ભયભીત છે
ડીએમકે એ. રાજાથી ભયભીત છે
એ. રાજા સીબીઆઈથી ભયભીત છે
સરકાર મમતા બેનરજીથી ભયભીત છે
મમતાજી કાર્ટુનિસ્ટોથી ભયભીત છે
કાર્ટૂનિસ્ટો સેન્સરશીપથી ભયભીત છે
સેન્સરશીપ ફેસબુકથી ભયભીત છે
ફેસબુક મંદીથી ભયભીત છે
મંદી યુરોપથી ભયભીત છે
યુરોપ અમરેકિાથી ભયભીત છે
અમેરિકા અલ-કાયદાથી ભયભીત છે
... અને અલ-કાયદા કોઇનાથી ભયભીત નથી એવું બતાડવા જાય છે, એમાં જ એમના કમાન્ડરો ટપોટપ શિકાર બની રહ્યા છે !
* * *
આપણા મુખ્યમંત્રી સંજય જોષીથી ભયભીત છે
સંજય જોષી હાઈ-કમાન્ડથી ભયભીત છે
હાઈકમાન્ડ કેશુબાપાની હિલચાલથી ભયભીત છે
કેશુબાપા કોઈ 'રાક્ષસ'થી ભયભીત છે
અને એ 'રાક્ષસ' ખુદ ભયભીત છે ? કે એનો 'પોપટ' ભયભીત છે ? એ સમજાતું નથી ! એટલે 'પોપટ' પકડવાની વાતો કરનારાઓથી 'પોપટ'ને સાચવનારાઓ ભયભીત છે !
... આખી વાતમાં બિચારી ગુજરાતની પ્રજા ભયભીત થઇ ગઈ છે કે જો બધા નેતાઓ આટલા ભયભીત છે તો આપણે શું કરવાનું ?
- 'ભય'માં ફફડવાનું કે 'ભીંત'માં માથાં પછાડવાનાં ?
* * *
મનમોહનસિંહ અણ્ણા હજારેથી ભયભીત છે
અણ્ણા હજારે કપિલ સિબ્બલથી ભયભીત છે
કપિલ સિબ્બલ બાબા રામદેવથી ભયભીત છે
બાબા રામદેવ કેજરીવાલથી ભયભીત છે
કેજરીવાલ પ્રશાંત ભૂષણથી ભયભીત છે
પ્રશાંત ભૂષણ તોડફોડ કરતા ગુંડાઓથી ભયભીત છે
ગુંડાઓ પોલીસથી ભયભીત છે
પોલીસ માનવ-અધિકારવાળાથી ભયભીત છે
માનવ-અધિકારવાળા આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના અધિકારથી ભયભીત છે
.. પણ આખી વાતમાં કોઈ 'ભ્રષ્ટાચાર'થી જરાય ભયભીત નથી !!
બસ, પ્રજા એ જ વાતથી ભયભીત છે.
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved