Last Update : 12-June-2012, Tuesday

 
હવામાં લટકતી એર ઇન્ડિયા

ભારતની રાષ્ટ્રિય એર લાઇનનો દરજ્જો ધરાવતી 'એર ઇન્ડિયા'ના પાઇલટોની હડતાળ એક મહિનાથી પણ વધુ સમય સુધી ચાલે, એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ૭ મે, ૨૦૧૨થી એર ઇન્ડિયાના ૪૫૦ પાઇલટ સામુહિક રીતે બિમારીની રજા પર ઉતરી ગયા હતા. પરંતુ સરકારે તેમની માગણીઓને મચક આપી નહીં. અત્યાર સુધી ૧૦૧ પાઇલટને બરતરફ કરવામાં આવ્યા તે વધારામાં.

 


પાઇલટો અને સરકાર વચ્ચેની તકરાર 'એર ઇન્ડિયા'માં ભેળવી દેવાયેલી કંપની 'ઇન્ડિયન એર લાઇન્સ'ને લઇને છે. આ બન્ને કંપનીમાં પાઇલટની બઢતી અને સિનિયોરિટી નક્કી કરવાનાં ધોરણ જુદાં હતાં. 'ઇન્ડિયન એરલાઇન્સ'માં પાઇલટને છ વર્ષે કમાન્ડરનો દરજ્જો મળી જતો હતો, જ્યારે 'એર ઇન્ડિયા'માં પાઇલટને એ દરજ્જે પહોંચતાં દસ વર્ષ નીકળી જતાં હતાં. 'ઇન્ડિયન એરલાઇન્સ'ને 'એર ઇન્ડિયા'માં ભેળવી દીધા પછી અસલ 'એર ઇન્ડિયા'ના પાઇલટસમુહની માગણી છે કે લાંબી દૂરીના તમામ માર્ગો પર 'ઇન્ડિયન એર લાઇન્સ'ના નહીં, પણ 'એર ઇન્ડિયા'ના પાઇલટની સેવા જ લેવાવી જોઇએ. કંપનીએ લાંબા પ્રવાસમાર્ગો પર ઉપયોગમાં લેવાતાં બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનોમાં 'ઇન્ડિયન એર લાઇન્સ' અને 'એર ઇન્ડિયા'ના પાઇલટને સરખેસરખા પ્રમાણમાં તાલીમ આપવાનું નક્કી કર્યું, તેનો 'એર ઇન્ડિયા'ના પાઇલટ વિરોધ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ અધિકાર ફક્ત તેમનો છે.

 


'એર ઇન્ડિયા'ના પાઇલટોને લાગે છે કે સરકાર તેમની માગણીનું વાજબીપણું સ્વીકારવા કે ચકાસવાને બદલે, એકહથ્થુ રીતે કામ લઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી અજિતસિંઘે હડતાળ પર ઉતરેલા પાઇલટો તરફ જરાય નમતું જોખવાનું વલણ અપનાવ્યું નથી. ઊલટું, ગયા સપ્તાહે તેમણે પાઇલટોની નિરાશા વચ્ચે જાહેરાત કરી દીધી કે 'એર ઇન્ડિયા' હડતાળ પર ઉતરેલા પાઇલટોથી ખોરવાયેલી સેવાઓ પૂર્વવત્ કરવા માટે નવા ૧૦૦ પાઇલટની ભરતી કરશે. મંત્રીએ કડકાઇ દાખવતાં કહ્યું હતું કે 'સરકારને લાગે વળગે છે ત્યાં સુધી આ હડતાળનો અંત આવે છે. પાઇલટોએ કામ પર નહીં આવવાનું નક્કી કરી લીધું છે. એટલે અમે નવા પાઇલટોની ભરતી કરી રહ્યા છીએ. બરતરફ થયેલા પાઇલટ ઇચ્છે તો નવેસરથી તે અરજી કરી શકે છે. એર ઇન્ડિયા પોતાની વર્તમાન સેવાઓ જાળવી રાખવા ઉપરાંત તેનો વિસ્તાર કરવા પણ કૃતનિશ્ચયી છે.' અત્યારે ૨૭ સ્થળો એર ઇન્ડિયાની વિમાની સેવા ધરાવે છે. તેમની સંખ્યામાં વધારો કરવાની નાગરિક ઉડ્ડનય મંત્રીએ જાહેરાત કરી હતી. એ માટે નવાં બોઇંગ ૭૪૭ ડ્રીમલાઇનર વિમાનો પણ ટૂંક સમયમાં આવી રહ્યાં છે.

 


નવા પાઇલટની ભરતી કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રીની જાહેરાત વિશે ઇન્ડિયન પાઇલટ ગિલ્ડના સંયુક્ત સચિવે શંકા વ્યક્ત કરી હતી. તેમનો તર્ક હતો કે કંપની પ્રચંડ નાણાંભીડમાં અનુભવી રહી છે ત્યારે અમારા કરતાં બમણા પગારે નવા પાઇલટોને લેવાનું કંપનીને શી રીતે પરવડશે? પાઇલટમંડળ સરકાર સાથે વાટાઘાટો માટે આતુર છે, પરંતુ સરકાર કોઇ પણ પ્રકારની શરતી વાતચીત માટે રાજી નથી. તે ઇચ્છે છે કે પાઇલટો સૌથી પહેલાં કામ પર હાજર થઇ જાય. ત્યાર પછી બીજી વાત. નવા પાઇલટોની ભરતીની જાહેરાતથી દેખીતી રીતે દુઃખી પાઇલટમંડળે, એ પાઇલટોને કારણે મુસાફરોની સલામતીનો પ્રશ્ન ઊભો થશે, એવી પણ દલીલ કરી હતી.

 


પાઇલટ હડતાળને લીધે 'એર ઇન્ડિયા'ની રોજની આવક રૃ.૧૫ કરોડમાંથી ઘટીને સીધી રૃ.૯ કરોડ થઇ ગઇ. એક તરફ સરકાર 'એર ઇન્ડિયા'ને 'રાષ્ટ્રિય કંપની' ગણીને તેને રૃ.૩૦ હજાર કરોડનું તબક્કાવાર પેકેજ આપવા તૈયાર થઇ છે. કરોડો રૃપિયાના ખર્ચે બોઇંગ ડ્રીમલાઇનર ખરીદવામાં આવે છે. કંપનીની સેવાઓનો વિસ્તાર કરવાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ નાગરિક ઉડ્ડયન મંત્રી રજૂ કરે છે. પરંતુ પાઇલટોની હડતાળનો તે સંતોષકારક રીતે નીવેડો લાવી શકતા નથી. પાઇલટોએ પણ આ હડતાળને પોતાની કારકિર્દી માટે સૌથી મહત્ત્વનો મુદ્દો બનાવીને, એ મુદ્દે મંત્રીથી માંડીને અદાલત સુધીના તમામની સલાહો અને ચીમકીઓની અવગણના કરી છે.

 


એક તરફ 'એર ઇન્ડિયા'ની પાઇલટ-હડતાળ અને બીજી તરફ 'કિંગફિશર'ની ખસ્તા હાલતને કારણે, ભારતમાં હવાઇ મુસાફરીના ભાવમાં જબરો ઉછાળો આવ્યો છે. અગાઉથી બુકિંગ ન હોય અને તત્કાળ વિમાની ટિકીટ લેવાની થાય તો મુંબઇ-દિલ્હી વચ્ચેની હવાઇ મુસાફરીની ઇકોનોમી ક્લાસની ટિકીટના રૃ.૧૦ હજારથી માંડીને રૃ.૨૦ હજાર સુધીના ભાવ હોઇ શકે છે. ટિકીટની કિંમતોમાં આશરે ૩૦ ટકા સુધીનો વધારો થયો હોવાનો અંદાજ છે. આ સ્થિતિમાં નવા પાઇલટોની ભરતી કરવાની ચીમકી સરકાર કેટલી અસરકારકતાથી પાળે છે અને તેનો અમલ કર્યા પછી પણ 'એર ઇન્ડિયા'ના એકંદર વહીવટમાં સરકારી ઢીલાશને બદલે ચુસ્તી આવે છે કે નહીં, તે સૌથી અગત્યનો મુદ્દો છે. તેની પર 'એર ઇન્ડિયા'ના અને સરકારે તેમાં નાખવા ધારેલા રૃ.૩૦ હજાર કરોડ રૃપિયાના ભાવિનો આધાર છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved