Last Update : 12-June-2012, Tuesday

 

તમે કમાણી કરો તેનો વાંધો નથી પણ કઈ રીતે કમાવ છો તેની ચર્ચા તો થાય ને?
દિલ પે મત લો ડોક્ટર સાહેબ!

 

- તબીબો ખૂબ કમાય છે માટે લોકોને તેમની ઈર્ષ્યા થાય છે? તો એ ઈર્ષ્યા બીજા વ્યવસાયના લોકો માટે કેમ નથી થતી?
- તબીબના હાથમાં રહેલી દર્દીની જિંદગીને લીધે જો એ આદર અને શ્રદ્ધાનું કેન્દ્ર બનતો હોય તો એ જ કારણથી ઉચ્ચ નીતિને પાત્ર ન હોવો ઘટે?

 

 

કહેવું પડશે કે યા તો આમિરખાનને યોગ્ય મુદ્દો બરાબર પકડતા અને તેને ઉછાળતા આવડે છે અથવા તો પછી એમ સ્વીકારવું રહ્યું કે આમિરખાન જેને હાથ લગાવે છે એ મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની જાય છે. પૂર્વે તેણે જ્યારે 'તારે જમીન પર' જેવી સંવેદનશીલ ફિલ્મ બનાવી ત્યારે દેશભરમાં બાળકોની અભિરુચિ અને તેમનાં પર થોપી દેવાતાં નિર્ણયોએ ચર્ચા જગાવી હતી. હવે આમિરખાન જ્યારે 'સત્યમેવ જયતે' શોના માધ્યમથી ટીવીના પડદે આવ્યો છે ત્યારે તેણે પ્રારંભિક એપિસોડ્સમાં જ સ્ત્રીભુ્રણહત્યા જેવા મુદ્દે દેશભરના માધ્યમોને ગાજતા કરી દીધા. હજુ એ મુદ્દે થતી ચર્ચાઓ જારી હતી ત્યાં પછીના અઠવાડિયે ડોક્ટરોને આરોપોના કઠઘરામાં ઊભા રાખી દીધા. હવે દેશભરના તબીબી સંગઠનો કહે છે કે તબીબી આલમના આવા અપમાન બદલ આમિરે માફી માંગવી જોઈએ અને જનતાનો બહુ જ મોટો વર્ગ એવું કહે છે કે તબીબોએ હવે તો સુધરવું જોઈએ.

 


આમિરે તબીબી વ્યવસાયને માનવીય જિંદગી સાથે જોડાયેલો ગણાવતા તબીબોની માનસિકતા વધુ પડતી વ્યવસાયિક થઈ રહી હોવા પર ભાર મૂક્યો હતો. તબીબો સામેની ફરિયાદથી આમઆદમી હોંશ થઈ જાય એ સ્વાભાવિક ગણાય છે અને તબીબી આલમ સામે આંગળી ચિંધતી બાબત પણ એ જ છે. તબીબો એવું તો શું કરે છે કે દર ત્રીજા માણસને તેમની સામે અસંતોષ અને ફરિયાદ છે? તબીબો ખૂબ કમાય છે માટે લોકોને તેમની ઈર્ષ્યા થાય છે? તો એ ઈર્ષ્યા બીજા વ્યવસાયના લોકો માટે કેમ નથી થતી? તબીબો તેમનો ઈલાજ કરવાના પૈસા માંગે છે માટે લોકોને એ ગમતું નથી? તો પછી એ જ લોકોને બીજી ચીજવસ્તુ કે સેવાઓના બદલામાં ખિસ્સુ ખાલી કરવામાં કેમ છોછ નથી નડતો? શા માટે તબીબો જ લોકોની આંખે ચઢે છે? તેનું કારણ એક જ છે કે તબીબ અને મરિઝનો સંબંધ વિશ્વાસ અને સમર્પણના પાયા પર બંધાયેલો છે અને જ્યારે વિશ્વાસનો પાયો હલબલે ત્યારે આખેઆખો આદમી હલબલી જાય છે. માટે જ આમિરખાન જે કહી રહ્યો હતો તેમાં ટીવી જોનારા દરેક ત્રીજા માણસને એમાં પોતાની લાગણીને વાચા મળતી હોવાનું અનુભવાતું હતું.

 


તબીબોને સ્વાભાવિક રીતે જ આમિરના આક્ષેપો અસ્વીકાર્ય, વધારે પડતાં અને તેજોદ્વેષ પ્રેરિત તેમજ 'કહી-સૂની' વાતો પર આધારિત લાગ્યા. તબીબો હવે આમિરને માફી માંગવાનું અથવા તો બહિષ્કારનો સામનો કરવાની ચીમકી આપી રહ્યા છે. આટલી વાત પર બહિષ્કાર સુધી પહોંચી ગયેલા તબીબોએ પોતાની જ જમાતના કોઈક ખોટું કરનારા તબીબનો બહિષ્કાર કદી કર્યો છે ખરો? સ્ત્રીભુ્રણહત્યા અંગે આટલો ઉહાપોહ થઈ રહ્યો છે અને સમગ્ર દેશનું જાતિય સંતુલન ખોરવાઈ ચૂક્યું છે તેમાં તબીબોની કોઈ જવાબદારી ખરી કે નહિ?

 


જો તબીબી આલમ એમ કહીને આમિરના આક્ષેપોનો વિરોધ કરતી હોય કે, એ તો દરેક વ્યવસાયમાં એવા કેટલાંક બદનામ લોકો હોવાના જ. વેલ, તો પોતાના વ્યવસાયના એવા જ કેટલાંક બદનામ તબીબો સાથે સમગ્ર તબીબી જગતે બહિષ્કારનું વલણ દાખવ્યું છે કદી? પોતાના સંગઠનોમાંથી તેમને ખદેડી મૂક્યા હોય તેવા કેટલાં દાખલા છે? આ તબીબો લેભાગુ છે તેમની પાસે ન જવું એ અંગે લોકોને જાગૃત કર્યા છે ખરાં? અને આમિરખાન જે આરોપ મૂકે છે એ પણ એવા ગણ્યાંગાંઠયા લોકોને સંબંધિત તો છે. તો પછી શા માટે સમગ્ર તબીબી આલમ આરોપોની એ પાઘડી બંધબેસતી પહેરી લે છે?

 


સત્યમેવ જયતે શોમાં આમિરે ઊઠાવેલા મુદ્દા માત્ર તબીબોને જ નહિ, સમગ્ર લોકશાહી પ્રણાલિને ય એટલાં જ લાગુ પડે છે. કોર્પોરેટ હોસ્પિટલ્સના બેફામ ઓવરહેડ્સને પહોંચી વળવા તબીબોને સાધતા લોકો તબીબો નથી. પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે તબીબોને મોંઘીદાટ ગિફ્ટ્સથી માંડીને લક્ઝરી કાર અને વિદેશ પ્રવાસ સુધીની સવલતો પૂરી પાડતી કંપનીઓ વાળા પોતે તબીબો નથી. અનીતિના દાયરો વિસ્તારવા બેસીએ તો આ દરેક વ્યવસાય પર લોકોની ભાવનાત્મકતા સાથે રમત રમીને તેમની જિંદગીને જોખમમાં મૂકવાનો આરોપ ડંકે કી ચોટ પર મૂકાવો જ જોઈએ. દરેક તબીબ ગુનેગાર નથી એ પરમ સત્ય છે જ. તબીબી વ્યવસાય આદર અને શ્રદ્ધાને પાત્ર છે એમાં પણ શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ તબીબના હાથમાં રહેલી દર્દીની જિંદગીને લીધે જો એ આદર અને શ્રદ્ધાનું કેન્દ્ર બનતો હોય તો એ જ તબીબ એ જ કારણથી વધુ ચોક્સાઈ અને વધુ ઉચ્ચ નીતિને પાત્ર હોવો ઘટે, કારણ કે તેનાં હાથમાં અન્યની જિંદગી રહેલી છે.

 


તબીબી શિક્ષણ મોંઘુંદાટ થઈ રહ્યું છે તો એ ખર્ચ ક્યાંથી કાઢવો, અન્ય દરેક ક્ષેત્રમાં માલદાર થવાની હોડ જામી હોય તો તબીબો શા માટે તેમાંથી બાકાત રહેવા જોઈએ, શિક્ષણ પણ એટલો જ પવિત્ર વ્યવસાય ગણાય છે અને ખાનગી સંસ્થાઓના નામે તેમાં ય ઊઘાડી લૂંટ થાય છે તો તબીબો શા માટે દર વખતે આંખે ચઢે છે એવી તબીબોની દલીલમાં વજૂદ છે પણ ખરું અને નથી પણ. વજૂદ એટલા માટે છે કે, વધુને વધુ નાણા કમાવા એ વર્તમાન તાસિર બની ચૂકી છે અને સામાજિક દાયિત્વ જેવો તો શબ્દ જ હવે આઉટ ઓફ ફેશન બની ચૂક્યો છે. આ સંજોગોમાં બદલાતા સમાજના એક હિસ્સા તરીકે તબીબોની માન્યતામાં પણ પરિવર્તન આવે તે સહજ છે.

 


પરંતુ તબીબોની દલીલમાં વજૂદ એટલા માટે નથી કે બીજો કોઈ ખૂન કરે માટે ખૂન કરવાનો પરવાનો દરેકને નથી મળી જતો. શિક્ષણસંસ્થાઓ નફાખોરી કરતી હોય તો તેમને ય ફટકારવી જ પડે અને તબીબો કરતાં હોય તો તેમને પણ. તબીબોને પણ બેશક અન્ય ક્ષેત્રોના વ્યવસાયીઓની માફક તેમની યોગ્યતા અને સમયની માંગ પ્રમાણે કમાણી કરવાનો અધિકાર હોય જ. પરંતુ તમારી કમાવાની પદ્ધતિ શું છે તેના વિશે તો ચર્ચા થવી જ જોઈએ ને? આમિરખાને એ જ તો કર્યું છે. ડોક્ટરસાહેબ, દિલ પે મત લો યાર!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 

 

 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved