Last Update : 12-June-2012, Tuesday

 
અત્યારે દેશને કંસ કે શકુની કે દુર્યોધન કે દુઃશાસનની જરૃર છે કે યુધિષ્ઠિર અને કૃષ્ણની?
- મૂંગા મૂંગા બધું જોવા કરવાનું ફળ છેવટે કેટલાક પાખંડી મહત્ત્વાકાંક્ષીઓએ મનમોહનસિંહને આપ્યું!
- જે ભ્રષ્ટાચારી છે, જે બેઈમાનો છે, જે લૂંટણખોર છે... એ લીલાલહેર કરે છે
- આના કરતાં પ્રમાણિક અને સારો માણસ છે કોઈ?

બિચારો, જેવો છે તેવો, પણ પ્રમાણિક તો છે!
પ્રમાણિક છે એટલે જ એ બધું મૂંગા મૂંગા જોયા કરે છે.
બાકી એના પહેલાં બાજપેયીના ભાજપના પાંચ વર્ષના શાસનમાં બાજપેયી જેવા વડાપ્રધાન હતા અને આડવાણી જેવા ગૃહપ્રધાન હતા છતાં ૧૫૦ મોટા કૌભાંડો થયા હતા અને નાના કૌભાંડો તો ગણ્યા ગણી શકાય નહીં એટલા થયા હતા.
એના પહેલાં નરસિંહરાવના શાસનમાં પણ એટલા જ અને એવા જ કૌભાંડો થયા હતા.
એમાં નરસિંહરાવ પણ અને બાજપેયી પણ કૌભાંડના છાંટાઓથી અલિપ્ત નહોતા.
છતાં એમની સામે કોઈ આંગળી પણ ઊંચી કરવાની હિંમત નથી કરી શક્યું. જ્યારે આ બિચારા ''માસ્તર મારેય નહીં અને ભણાવેય નહીં'' આવા સીધા સાદા પ્રમાણિક છે તો એમની સામે જેની જરા પણ હેસીયત નથી એ એવો એક રામરાજ્યના પેલા ધોબી જેવો એક માણસ કોર્ટમાં કેસ દાખલ કરે છે!
તો શું યુધિષ્ઠિરને બદલે ગાદી ઉપર દુર્યોધન કે દુઃશાસન કે શકુનિને ગાદી ઉપર બેસાડવો છે?
મનમોહનસિંહ જેવી નૈતિકતાની હેસીયત કોનામાં છે? ભાજપના એક પણ નેતામાં છે? મુલાયમમાં છે? લાલુમાં છે? મમતામાં છે? માયામાં છે? જય લલિતામાં છે? પટનાયકમાં છે? નીતિશકુમારમાં છે?
આજે આપણને યુધિષ્ઠિર જોઈએ છે કે દુર્યોધન? (દુર્યોધન પણ બધી રીતે કાબેલ હતો, કદાચ યુધિષ્ઠિર કરતાં વધુ પણ એ પાખંડી અને ઘમંડી હતો, તેમજ આડંબરી હતો. આપણે આવા કોઈ આડંબરી, પાખંડી, ઘમંડી, કૌભાંડી નેતા કે મુખ્યપ્રધાનમાંથી વડાપ્રધાન બનવા નીકળેલાની જરૃર છે અત્યારે કે પછી જેવો હોય તેવો નબળો તો નબળો, મૂંગો તો મૂંગો, પણ પ્રમાણિક હોય એવા વડાપ્રધાન, મુખ્ય પ્રધાન કે નેતાની જરૃર છે?
આપણે રામદેવ જોઈએ કે અણ્ણા હજારે કે કેજરીવાલ કે પ્રશાંત ભૂષણ કે નરેન્દ્ર મોદી કે નીતિશકુમાર કે અખિલેશ યાદવ?
આમાંના એક પણની હેસીયત મનમોહનસિંહ સાથે ઊભા રહેવાની છે...? અનુભવ શું કહે છે?
આ જે પાંચ દસ જણની ટોળકી છે એમાં એક ભોળીયો ગામડિયો છે, બે આરઆરએસએ ઘુસાડેલા છે, એક યોગનો ઉદ્યોગપતિ છે અને એક વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની ઉપર પણ અંકુશ રાખે એવા લોકપાલ બનવાની મહત્ત્વાકાંક્ષા રાખનાર વિદેશી સંસ્થાઓ દ્વારા મોકલાતા કોથળા ભરીને કાળા નાણા ઉપર તાગડધિન્ના કરનાર પાખંડી.
આ પાખંડી પેલા યોગના વેપારી અને ભોળીયા ગામડીયાનો ઉપયોગ કરીને શરૃઆતથી જ વડાપ્રધાન ઉપર તીર માર્યા કરે છે. દા.ત. લોકપાલના દાયરામાં વડાપ્રધાનને લાવવાથી માંડી ટુજી સ્કામ કોમનવેલ્થ ગેઈમ વગેરે દરેક કૌભાંડમાં પણ વડાપ્રધાન ઉપ તીર તાક્યા કરનાર એ કેજરીવાલ રહ્યો છે. એની પોતાની કોઈ 'ક્રેડીબીલીટી' નથી એટલે એ અણ્ણા હજારે અને રામદેવનો આશરો લઈને પોતાની 'ક્રેડીબીલીટી' ઉભી કરે છે. એ સાથે એ ટી.વી. માધ્યમમાં કરોડો રૃપિયા વેરીને પોતાની 'ક્રેડીબીટીલીટ' ઉભી કરવાનો પ્રયત્ન કરે છે.
લાંબુ નહીં વિચારનારા અથવા ઓછા બુધ્ધિશાળી છે તેઓ આવા આડંબરી પાખંડઓથી અંજાય જાય એ સ્વાભાવિક છે. પેલા આશારામ કે ઝાહીર રઝાથી અંજાઈ જનારા લાખો બુધ્ધિવિહોણા નથી?
કેજરીવાલ જેના કારણે ચગ્યો છે એ કેગનો રિપોર્ટ હજી અધૂરો છે. કોલસાની ખાણોનો કોન્ટ્રાક્ટ ૩૫ + ૧૫૫ કંપનીઓને (૧૯૦ કુલ) આપી દેવાના ઓર્ડર ઉપર મત્તુ મારવામાં મનમોહનસિંહે ઉતાવળ કરી અથવા 'નીગલીજન્સ' (બેદરકારી) દાખવી અથવા બ્યુરોકેટમાં 'ગુડફેઇથ' રાખ્યો... જે હોય તે... પણ એ ગુનો તો ગણાય (ભલમનસાઈનો આ જ દંડ દુનિયા આપે છે. ફુંફાડો ન મારો તો દુનિયા ચગદી નાંખે) પણ એથી 'યુધિષ્ઠિર'ના બદલે 'દુર્યોધન'ને ગાડી પર બેસાડયો? કોને, રામદેવને વડાપ્રધાન બનાવવા? કેજરીવાલને બનાવવા? અણ્ણાને બનાવવા? કે બીજા કોઈ રાજકીય નેતાને બનાવવા?
મનમોહનસિંહ પહેલી વાર વડાપ્રધાન થયા ત્યારે જનતાની આંખોમાં આશાઓના કિરણો હતા કારણ કે સોનિયા ગાંધી જેવી સર્વસત્તાધિશ મહિલા વડાપ્રધાનનો હોદ્દો ઠોકરે મારીને ભારતીય સંસ્કૃતિ મુજબ ત્યાગમૂર્તિ બન્યા હતા અને વડાપ્રધાનપદે જેની ચાદર ઉપર નાનકડો ડાઘ પણ નથી એવી ઈમાનદાર વ્યક્તિ બેઠી હતી. (ત્યાં કોઈ 'પી.એમ. ઈન વેઈટીંગ' નથી કે 'હારમોનિયમવાદક' હશે તો 'તબલાવાદક' નહીં આવે... જેવું નથી.. છતાં પેલો 'તબલા વાદક' વિદેશી મહિલાના નામે ઝેર ઓક્યા કરતો હોય છે! મુખ્યપ્રધાનની ખુરશીનું નામ પડે ત્યાં મોંમાંથી લાળ ટપકવા લાગતી હોય છે જ્યારે આ તો વડાપ્રધાનપદની ખુરશી હતી! ભારતીય સંસ્કૃતિના નામે ચરી ખાનારા જે નથી કરી શકતા એ ઈટાલિયન સંસ્કૃતિની ભારતથી સાવ અજાણ છોકરીએ કરી બતાવ્યું!)
મનમોહનસિંહની પ્રમાણિકતા, ઈમાનદારી, નિષ્ઠા વગેરે વિષે દુશ્મન પણ આંગળી ચીંધી શકે તેમ નથી. (કેજરીવાલ જેવા 'ધોબી'ઓની વાત જૂદી છે) પરંતુ એમની સરકાર ભ્રષ્ટાચાર વિનાની છે એવું એથી ન કહી શકાય.
ખરેખર તો, પ્રમાણિક વડાપ્રધાનનું પ્રધાનમંડળ પણ પ્રમાણિક પ્રધાનોનું હોવું જોઈએ. એ સ્થિતિ એક આદર્શ સ્થિતિ છે. પણ એ દુનિયામાં શક્ય નથી. અરે, પ્રધાન મંડળ શું પણ એક કુટુંબમાં પણ એ શક્ય નથી હોતું.
અને માનો કે બધા જ પ્રધાનો પ્રમાણિક જ હોય તો એ પ્રમાણિકતા ક્યાં સુધી ટકશે એની પણ કોઈ ખાતરી નથી રાખી શકાય.
આમ છતાં કૌભાંડો ન થાય એ જોવાની જવાબદારી, ફરજ, વડાપ્રધાનની ખરી... વહીવટના વડા તરીકે એમણે સહીઓ કરવાની જ જવાબદારી નથી હોતી પણ ચોરીચપાટી, લૂંટફાટ વગેરે ન થાય એ જોવાની પણ એની જવાબદારી ખરી!
એમ તો, પહેલાં કૌભાંડો થતા જ હતા. ભાજપના પાંચ વર્ષના શાસનમાં ૧૫૦ કૌભાંડો થયા પણ મનમોહનસિંહ શાસનના બીજા તબક્કામાં કૌભાંડોએ માજા મૂકી દીધી. એમાં અખબારો અને ચેનલોએ એને ચગાવ્યા એટલે કૌભાંડોનો હાઉં ખડો થયો. ૨૦૧૦નું અને ૨૦૧૧નું વર્ષ માનોને કૌભાંડોના વર્ષ બની ગયા. હજી એક કૌભાંડની શાહી ન સુકાઈ ત્યાં બીજું કૌભાંડ આવ્યું જ છે.
આ કૌભાંડોની યાદી જોઈએ તો...
(૧) સંરક્ષણ ખાતાની જમીનોનું કૌભાંડ
(૨) કોંગ્રેસનું જમીન કૌભાંડ
(૩) કાંદીવલી (મુંબઈ)થી માંડી શ્રીનગર સુધીનો સંરક્ષણ ખાતાનું જમીન કૌભાંડ
(૪) એસઆરએ વહેંચણીનું કૌભાંડ
(૫) ગોવાનું ખનીજ ચોરીનું કૌભાંડ
(૬) રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ખનીજ ચોરીનું કૌભાંડ
(૭) હસન અલી પાન મની કૌભાંડ
(૮) રાજીવ ગાંધી ટ્રસ્ટ જમીન કૌભાંડ
(૯) આદર્શ સોસાયટી કૌભાંડ
(૧૦) સડેલા અનાજનું કૌભાંડ
(૧૧) ચોખાની નિકાસનું કૌભાંડ
(૧૨) વીજીલન્સ કમિશ્નરની નિમણુકનું કૌભાંડ
(૧૩) કે.જી. બેસીન કૌભાંડ
(૧૪) એલઆઈસી રહેઠાણ માટે લોનનું કૌભાંડ
(૧૫) સત્યમ્ કૌભાંડ
(૧૬) ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ
(૧૭) કોમનવેલ્થ ગેઈમ કૌભાંડ
(૧૮) સ્વીસ બેન્ક કાળા નાણાનું કૌભાંડ
(૧૯) ટેલિકોમ માફી કૌભાંડ
આ બધા કૌભાંડો થયા, મનમોહનસિંહે એ જોયા, જે થવાનું હતું એ થયું પણ એનો અર્થ એ નહીં કે કેજરીવાલ અને અણ્ણા જેવા રસ્તાના 'ધોબી'ઓ એમને સીતાજીની જેમ વનમાં મોકલી દે! એટલે કે વડાપ્રધાનને કોર્ટમાં ઘસડી જાય! તો કેટલા વડાપ્રધાનોને કોર્ટમાં ઘસડવા પડશે? મનમોહન સિંહ જાય અને પછી જે આવે એ કૌભાંડીઓને ઊભા થવા જ ન દે પણ પોતે કૌભાંડો કરે તો એનું શું? 'ખાતો નથી અને ખાવા દેતો નથી' પણ અદાણીઓનું લૂંટણ રાજ્ય ચાલે છે એનું શું? વિજળી અને ગેસના ભાવોમાં છાશવારે લૂંટવાની છૂટ અપાય છે એનું શું? કચ્છથી માંડી ગાંધીનગરમાં એમઓયુના નામે જમીનોની લહાણી કરાય છે એનું શું?
આ રીતે તો લોકશાહીને અંધારી ગલીઓમાં ધકેલીને એક સરમુખત્યારના હાથમાં શું દેશને સોંપાયો છે? સરમુખત્યારો આવા જ વાતાવરણમાં પેદા થાય છે.
સંજય જોષીનો મામલો ભલે એક પક્ષનો અંદરનો મામલો છે પણ એ પક્ષ સત્તામાં આવે તો જનતાનું શું થાય એનો એ સંકેત છે. પોતાના સ્વાર્થ ખાતર આ તત્ત્વો દેશને કેટલું નુકસાન કરી રહ્યા છે એનું એમને ભાન નથી.
- ગુણવંત છો. શાહ

તમારો ડોક્ટર તમારા રસોડામાં
પેન્ક્રીઆસ, પ્રોસ્ટેટ, ટયુમર, કોલેસ્ટ્રોલ પર

અસર કરતા મસાલા
આપણી વાનગીઓમાં નંખાતા મસાલા સ્વાદ ઉપરાંત સ્વાસ્થ્ય પણ આવે છે એ ભૂલવું ન જોઈએ.
જેમકે મરી છે. મરીના દાણા કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. સફેદ મરી વળી હૃદયરોગ દૂર રાખવાનું કામ કરે છે. દરરોજ સવારે બન્ને પ્રકારના મરીનાં ૮-૧૦ દાણા અને મેથીના ૨૦-૪૦ દાણા નરણે કોઠે ફાકી જવાથી ઘણા અસાધ્ય રોગોમાં ઘણો ફાયદો કરશે. પાંચ છ મહિના પછી એ ફાયદો જણાશે. જિંદગીભર એ લેવા નુકસાનકારક જરા પણ નથી. મરીમાં કેપ્સીકમ નામનું તત્વ આવે છે એ હૃદયરોગને દૂર રાખે છે.
આ મસાલા ઉપરાંતના મસાલા પ્રોસ્ટેટ, પેન્ક્રીયાસ, ટયુમર વગેરેને ઘટાડવાનું કામ પણ કરે છે.
હોંગકોંગની ચાઈનીઝ યુનિવર્સિટીના શોધકર્તાઓની આ શોધ છે પણ આપણે તો પેઢીઓથી આ જાણીએ છીએ અને આપણા બાપદાદાઓએ એને રોજિંદા ખોરાકમાં વણી લીધા છે !

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved