Last Update : 12-June-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

પ્રણવદા'ની ઉમેદવારી આડે હજુ ય રહસ્ય
નવી દિલ્હી, તા.૧૧
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અંગે ૭૭ વર્ષિય પ્રણવ મુખરજીનું નામ લગભગ નિશ્ચિત હોવા છતાં હજુ ય રહસ્યનો પડદો હટવાનો બાકી છે. જેમ જેમ ઉમેદવારી જાહેર કરવાના દિવસો નજીક આવતા જાય છે તેમ પ્રણવદા' રાષ્ટ્રપતિભવનની નજીક સરકી રહ્યા છે કે દેશના આ સર્વોચ્ચ પદથી દૂર જઈ રહ્યા છે એ વિશેની ગૂંચવણો વધતી જ જાય છે.
કોંગ્રેસમાં એક તરફ પ્રણવના નામ અંગે સર્વસંમતિ સધાઈ ચૂકી હોવાનું તેમજ સોનિયાએ પણ તેમના વિશે લીલી ઝંડી આપી દીધી હોવાનું કહેવાય છે બીજી તરફ સત્તાવાર રીતે એવું કહેવાય છે કે પક્ષના મોવડીમંડળે હજુ કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. પ્રણવદા'ના નામ અંગે વિરોધાભાસી અટકળો ઊભી થવાનું કારણ આ જ છે. હજુ ય પક્ષના આંતરિક સૂત્રોની ધારણા એવી છે કે છેલ્લી ઘડીએ પણ કોઈ અણધાર્યું નામ ઉછળી શકે છે. હવે બુધવારે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે એ પછી કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા વર્તાય છે.
પટેલ-પ્રણવ મિલન
આમ તો ગત શુક્રવારે સાંજે પ્રણવ મુખર્જીના કાર્યાલય નોર્થ બ્લોક ખાતે સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે તેમની મુલાકાત લીધી ત્યારથી જ પ્રણવદા'નું નામ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નિશ્ચિત થઈ ગયું હોવાની હવા વહેતી થઈ હતી. પરંતુ એ પછી તરત જ કાનૂનમંત્રી સલમાન ખુરશીદે એ મુલાકાત અન્ય કારણોસર હોવાનું જણાવતાં કોંગ્રેસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અંગે હજુ કોઈ નામ નિશ્ચિત કર્યું નથી એવી જાહેરાત કરી. એ પછી બીજા દિવસે કોંગ્રેસના મીડિયા ઈન્ફોર્મેશન બ્યૂરોએ પણ એ જ ગાણું ગાયું. પક્ષના મીડિયા સેક્રેટરી જનાર્દન દ્વિવેદીએ પણ શનિવારે સાંજે માધ્યમોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં કોંગ્રેસ અને યુપીએના ઘટક પક્ષો સાથે સર્વસંમત નામ અંગે એકમતિ સાધવાના પ્રયત્નો જારી હોવાનું કહ્યું હતું. દરમિયાન દાયકાઓથી રાજકારણ ખેલવામાં માહેર પ્રણવદા' પોતે શું વિચારી રહ્યા છે એ વિશે મગનું નામ મરી નથી પાડી રહ્યા. લોકસભાની આગામી ચૂંટણી લડવા તેઓ ઉચ્છુક નથી એવું જાહેર કર્યા પછી પણ તેમણે એ વિશેનું કારણ જણાવ્યું નથી. શું એ રાષ્ટ્રપતિ બનવાની તેમની મહેચ્છાનો સંકેત હોઈ શકે?
મોદી મેજિક બરકરાર
નરેન્દ્ર મોદી એક એવા મુખ્યમંત્રી છે કે તેમને તમે ચાહી શકો યા તો ધિક્કારી શકો પરંતુ અવગણી તો ન જ શકો. દિલ્હીમાં વાતાવરણની ગરમી ઘટી રહી છે અને રાજકીય ગરમી વધી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીની ફેન ક્લબમાં આયોજન પંચનો ય ઉમેરો થઈ રહ્યો છે. મોદી એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમના ભાષણોની વિડિયો ક્લિપ્સ આયોજન પંચની વેબસાઈટ પર પ્રતિવર્ષ સ્થાન પામતી રહી છે. હાલમાં પણ આયોજન પંચની વેબસાઈટ પર મોદીની કેટલીક ક્લિપ્સ મૂકાઈ છે, જેમાંથી એક ભાષણમાં તો મોદીએ યુપીએ સરકારને જ તેનાં ભ્રષ્ટાચાર અને ગેરવહિવટ અંગે આડેહાથ લીધી છે.
ચૂંટણી પંચનું વાયએસઆર કનેક્શન
હાલ નિવૃત થયેલા ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીએ તેમના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસને ઘણાં ઝાટકા આપ્યા. તેમના સ્થાને નવા ચૂંટણી કમિશનર તરીકે વી. એસ. સંપથની નિમણૂંકથી પણ કોંગ્રેસના કપાળ પર ચિંતાની એવી જ લકિર અંકાય તેવી શક્યતા છે. પક્ષના આંતરિક સૂત્રોના કહેવા પ્રમાણે, આંધ્ર કેડરમાં પંદર વર્ષ કામ કરી ચૂકેલા સંપથ આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વાય. એસ. રાજશેખર રેડ્ડી સાથે અત્યંત નિકટના સંબંધો ધરાવતા હતા. કદાચ આ કારણથી જ હાલમાં વાય. એસ. આર.ના પુત્ર જગન રેડ્ડી ફરતો કાનૂની ગાળિયો વધુ કસવામાં આવ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved