Last Update : 12-June-2012, Tuesday

 

એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

હકાલપટ્ટીના પત્રો એક અઠવાડિયામાં મોકલાશેઃ લાંબી હડતાલથી આંતરરાષ્ટ્રીય ફલાઈટોને ફટકો

મુંબઈ, તા.૧૧
છેલ્લા ૩૪ દિવસથી હડતાલ પર ઉતરેલા એર ઈન્ડિયાના ૩૦૦ પાઈલટોને કદાચ નોકરી ગુમાવવી પડશે, કેમકે હડતાલના ૩૫મા દિવસે આજે સંચાલકોએ, કોઈપણ પ્રકારની શરતો વગર કામ પર ચડવાનો ઈનકાર કરનારા તમામ પાઈલટોને પાણીચું આપવાનો આદેશ આપ્યો છે. પાઈલટોને પાણીચું આપવાનો આદેશ આપ્યો છે. પાઈલટોને તેમની બરતરફીના પત્રો એક અઠવાડિયાની અંદર મોકલી અપાશે.
પાઈલટોની લાંબી હડતાલથી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય માર્ગોનાં ઉડ્ડયનો પર ફટકો પડયો છે. અત્યાધુનિક બોઈંગ ૭૮૭ એરક્રાઈફટની તાલીમના અને પગાર તથા કારકિર્દીની પ્રગતિના નિયમોને મુદ્દે પાઈલટોએ મેનેજમેન્ટ સામે બાંયો ચડાવી છે.
એરઈન્ડિયા અત્યારે ૭૫ ટકા જેટલી ઈન્ટરનેશનલ ફલાઈટો દોડાવે છે. આ હડતાળને લીધે અત્યાર સુધીમાં એરઈન્ડિયાએ ૧૦૧ પાઈલટોને બરતરફ કર્યા છે.
આ અહેવાલ સામે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં એરલાઈન દ્વારા માન્યતા રદ કરાયેલા ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડે (આઈપીજી) કહ્યું હતું કે એરઈન્ડિયા સમસ્યાઓ ઉકેલવાને બદલે તે વધારવાની કોશિશ કરી રહી છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે શ્રમ મંત્રાલયે પાઈલટોની બરતરફીને ક્યારની ગેરકાયદે ગણાવી છે.
ગયા અઠવાડિયે નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અજિતસિંહે કહ્યું હતું કે પાઈલટો અને એન્જિનિયરો પાછા ફરે તે આવકાર્ય છે. પરંતુ કોઈપણ પૂર્વશરતો વગર તેમણે ફરજ પર ચડી જવું જોઈએ.
પરંતુ ગયા ગુરુવારે સિંહે કહ્યું હતું કે બે-ત્રણ મહિનાની અંદર રાજ્ય સંચાલિત એરલાઈનની ફલાઈટો રાબેતા મુજબ કરવા માટે વૈકલ્પિક પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે, જેથી રિવાઈવલ પ્લાન યથાવત્ થઈ શકે.
દેશભરમાં લગભગ ૫૦૦ જેટલા બહારના પાઈલટો હોવાથી અમારે તેમનો સંપર્ક સાધવો પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
હડતાલને ગેરકાનૂની અને અતાર્કિક ગણાવતાં સિંહે કહ્યું હતું કે આંદોલનકર્તાઓનું વલણ જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ એરઈન્ડિયા સાથે કામ કરવા માગતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હડતાલિયા પાઈલટોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ અગાઉની ઈન્ડિયન એરલાઈન્સના બીજા પાઈલટો સાથે કામ કરવા ઈચ્છતા નથી.
એરઈન્ડિયા અને તેના પાઈલટો વચ્ચેની મડાગાંઠ એક મહિના કરતાં વધુ સમયથી નહિ ઉકેલાતાં અને કિંગફિશરનાં ઘણાંખરાં વિમાનો ઠપ્પ થઈ ગયાં હોવાથી બીજી એરલાઈન્સોએ પ્રવાસીઓના ભોગે વિમાનભાડામાં ૫૦ ટકાનો વધારો કરી દીધો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved