Last Update : 12-June-2012, Tuesday

 

અંબાલામાં ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવનારી
બહાદુર ગુજરાતી યુવતીને હોસ્પિટલે કહ્યું ઃ હવે પગ નકામો છે, ફેંકી દો

રેલવેનાં દુર્લક્ષથી બનેલી ઘટનાઃ યુવતીનાં પરિવારજનો રેલવે સામે દાવો માંડશે

મુંબઈ, તા.૧૧
મારા કપાયેલા પગ સાથે અમે જ્યારે અંબાલા સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યારે અહીંના સ્ટાફે આ પગની હવે કોઈ જરૃર નથી તેને કચરામાં ફેંકી દો, એમ જણાવતાં તેમના અમાનવીય વર્તનથી મારી આંખમાં આંસુ આવી ગયા હતા, એમ અંબાલામાં લૂંટારાનો સામનો કરતા પગ ગુમાવનારી અને મુલુંડની રાજ હોસ્પિટલમાં દાખલ ભાવિકા મહેતાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું. તે સિવાય આટલી મોટી ઘટના છતાં હજી સુધી રેલવે સત્તાવાળાઓ તરફથી અમને કોઈ જ ફોન કે પત્ર આવ્યો નથી એમ મહેતાએ વધુમાં કહ્યું હતું.
મુલુંડ (પશ્ચિમ)માં રાજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભાવિકાને ડોક્ટરે ત્રણ અઠવાડિયા બાદ થોડું થોડું ચાલતા થયા પછી ઓપરેશન કરાશે એમ કહ્યું છે.
ભાવિકાએ આ દયનીય દાસ્તાન જણાવતા કહ્યું હતું કે રાત્રે અંદાજે પોણા બે વાગ્યે આ બનાવ બન્યો ત્યારે ટ્રેન અંબાલા રેલવે સ્ટેશનથી લગભગ પાંચસો મીટર દૂર હશે. હું માથા નીચે પર્સ રાખીને ઊંઘી રહી હતી. દરમિયાન કોઈ પર્સ લઈને ચાલવા લાગતા હું જાગી ગઈ હતી. તરત જ હું તેની પાછળ દોડી હતી. મારી સીટ કોચના પેસેજ નજીક જ હતી. પેસેજમાં જ વાંકડીયા વાળ ધરાવતા આ શખસને મેં પર્સ આપી દેવા કહ્યું પણ તે ચાલુ ટ્રેને ભગવા માંગતો હતો. આથી તેણે ઉતરવા માટે મારો હાથ પકડી લીધો જેને કારણે બન્ને નીચે પટકાયા. ત્યાં સુધીમાં મારા પિતાએ પણ કૂદકો મારી દીધો હતો.
હું એવી રીતે નીચે પટકાઈ કે મારો ડાબો પગ ટ્રેન નીચે આવી ગયો બાકીનું શરીર ટ્રેકથી દૂર હતું. ત્યારબાદ શું થયું તે મને ખબર નથી. કારણ કે હું અર્ધ બેભાન થઈ ગઈ હતી. એમ તેણે કહ્યું હતું.
ભાવિકાની બાજુમાં જ સારવાર લઈ રહેલા તેના પિતા કિરણ મહેતાનાં જણાવ્યા મુજબ મેં ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો પણ સામેની ખાલી ટ્રેક પર પટકાયો હતો. મારા ઘૂંટણમાં અસહ્ય વેદના થતી હતી આથી હું ઢસડાતો ઢસડાતો ભાવિકા પાસે પહોંચ્યો. ભાવિકાનાં કપાયેલો પગ જોઈને મારી આંખે અંધારા આવી ગયા હતા.
ભાવિકાના ૨૭ વર્ષીય ભાઈ રાહુલે પણ ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો. જોકે તેને પગમાં મામૂલી ઈજા થઈ હતી.
બીજી તરફ ભાવિકાની મમ્મી હર્ષા મહેતાએ ચેન પુલ્લીંગ કરતા ટ્રેન અંબાલા રેલવે સ્ટેશન પર અટકી હતી.
અહીંથી ભાવિકાને સારવાર માટે અંબાલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં કપાયેલા પગને જોઈને હોસ્પિટલનાં સ્ટાફે પગનું કોઈ કામ નથી. તેને ફેંકી દો એમ ભાવિકાનાં સંબંધીઓને કહ્યું હતું. તેમણે બાદમાં ભાવિકાને અન્ય ઠેકાણે લઈ જવાનું કહેતા તેને ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. અહીંથી બાદમાં એમ્બ્યુલન્સ મારફતે તેને મુંબઈ લવાઈ હતી જેનો અંદાજે સવા લાખ રૃપિયા ખર્ચ લેવાયો હતો, એમ કિરણ મહેતાએ કહ્યું હતું.
ભાવિકાએ રોષભર્યા સ્વરે કહ્યું હતું કે આટલી મોટી ઘટના છતાં રેલવેનાં કોઈપણ સત્તાવાળાનો પત્ર તો ઠીક ફોન સુધ્ધા આવ્યો નથી. આથી અમે કાનૂની સલાહ લઈને રેલવે સામે દાવો માંડીશું.
ભાવિકાને રેલવેમાં નોકરી મળે તે માટે પણ અમે કાનૂની લડત ચલાવીશું એમ કિરણ મહેતાએ કહ્યું હતું.
ભીવંડીમાં રહેતી અને એમકોમ થયેલી ભાવિકા ઘરમાં જ ૧થી ૧૦ ધોરણ સુધી ટયુશન લે છે પરંતુ હવે તે પણ શક્ય બનશે એમ લાગતું નથી, એમ ભાવિકાએ કહ્યું હતું.
જમ્મુ કાશ્મીર તથા અન્ય ઠેકાણે ફર્યા બાદ ભાવિકા અને તેના કુલ ૨૨ કુટુંબીજનો ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે ૪ જૂનનાં રોજ રાત્રે આ બનાવ બન્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved