Last Update : 12-June-2012, Tuesday

 

ભારતનું રેટિંગ ઘટાડવા S & P ની ધમકી
સોનિયા અને મનમોહન વચ્ચે મતભેદના લીધે જ આર્થિક સુધારા અટક્યા

કંકાસીયા સાથી પક્ષો અને તોફાની વિપક્ષો કરતાં આ બંને નેતાઓ જ કથળતી સ્થિતિ માટે જવાબદાર
(પીટીઆઇ) મુંબઇ, તા. ૧૧
વૈશ્વિક આર્થિક આકલન સંસ્થા ''સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર'' (એસ એન્ડ પી) એ, ભારતનું ક્રેડીટ રેટિંગ ''સ્પેક્યુલેટિવ ગ્રેડ'' સુધી નીચે લઇ જવાની ધમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે, સુધારાઓમાં આવતા અવરોધોનું મુખ્ય કારણ જ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વચ્ચેના મતભેદો છે. પરંતુ નાણાં મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો છે.
આર્થિક ઉદારીકરણ અંગે વર્તમાન રાજકીય મુશ્કેલી જ મુખ્ય કારણરૃપ છે. તે માટે કેન્દ્રમાં રહેલી નેતાગીરી વચ્ચેના મતભેદો જ સૌથી વધુ જવાબદાર છે નહીં કે, ''કંકાસીયા'' સાથી પક્ષો કે, સહાય ન કરતા વિપક્ષો. તેમ કહેતાં એસ એન્ડ પીએ તેના અહેવાલ ''વિલ ઈન્ડિયા બી ધ ફર્સ્ટ ''બ્રિક'' (BRIC) ફોલન એન્જલ''માં જણાવ્યું છે કે, ''મંદ પડતો જીડીપીનો વિકાસ દર તેની આર્થિક નીતિના માર્ગમાં ઊભા કરાતા અવરોધોને લીધે ભારત તેનું ''ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ'' ગુમાવે તેવી ભીતિ રહેલી છે.
જ્યારે સરકારે કહ્યું હતું કે, તે રાજકોષીય ખાધ અને કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ (સીએડી) નાથવા પ્રયત્ન કરી રહી છે.
એપ્રિલમાં ભારતનું રેટિંગ ''સ્ટેબલ''માંથી ''નેગેટિવ'', એસ એન્ડ પીએ કર્યું હતું. આ પછી ભારતની આર્થિક સ્થિતિ વિષે ટીકા કરતાં આ વૈશ્વિક સંસ્થાએ કહ્યું હતું કે, આર્થિક નીતિઓ અંગે કોંગ્રેસમાં જ મતભેદો પ્રવર્તે છે, અને મોટા પાયે ઉદારીકરણ કરવા સામે પક્ષમાં જ ઘણા વિરોધ પણ કરી રહ્યાં છે.
આ ઉપરાંત સર્વોપરી રાજકીય સત્તા તો, કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી પાસે છે, જેઓ કોઇ પ્રધાનપદ ધરાવતાં નથી, જ્યારે સરકારનું નેતૃત્વ ''ન ચૂંટાયેલા'' વડાપ્રધાન મનમોહન સિંહના હાથમાં છે, તો બીજી તરફ રાજકીય રીતે સર્વસત્તાધીશ કોંગ્રેસ પ્રમુખ અને ''નિયુક્ત'' કરાયેલા વડાપ્રધાન વચ્ચે, ભૂમિકા-ભેદ જ, નીતિ વિષયક માળખાંને નિર્બળ બનાવ્યું છે, તે અમારો સ્પષ્ટ મત છે. તેમ પણ એસ એન્ડ પીએ કહ્યું છે.
આ અહેવાલ પછી શેરબજારોમાં પણ ગાબડાં પડયાં હતાં અને બીએસઇ સેન્સેક્સ આજે ૫૧ પોઇન્ટ તૂટયો હતો. આ સાથે ડૉલર સામે રૃપિયાની કિંમત ઉપર પણ તેની ઋણાત્મક અસર થઇ હતી.
સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅરે કહ્યું છે કે, તે વિધિની વક્રતા બની રહેશે કે, ભારતનાં અર્થતંત્રમાં સૌથી પહેલાં ઉદારીકરણની નીતિ અપનાવી ભારતના આર્થિક વિકાસને પાટે ચઢાવનાર મનમોહન સિંહ જ, તેથી મળેલા લાભોના સંભવિત ધોવાણને પોતાની આંખો સમક્ષ જોઇ રહ્યા છે.
એસ એન્ડ પીના જોયદીપ મુખરજીએ કહ્યું હતું કે ''તેથી ભારતની લાંબાગાળાની વિકાસ શક્યતાઓ અને તેની ''ક્રેડિટ ક્વોલીટી'' અંગે પણ આશંકા વ્યક્ત કરી છે.''
કેટલાક ટીકાકારો કહે છે કે, BRIC - બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા અને ચાયના- પૈકી ઈન્ડિયાનું રેટિંગ સૌથી નીચું રહ્યું છે. આથી કેટલાક તેવી પણ ચિંતા વ્યકત કરે છે કે, તે I નું સ્થાન હવે ભારતને બદલે, શું ઈન્ડોનેશિયા લઇ લેશે? કારણ કે, તેનો વિકાસદર ભારત કરતાં વધુ સારો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved