Last Update : 12-June-2012, Tuesday

 

ઋણ બજારમાં
એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

સ્ટોકસમાંાૃથી નાણાં પાછા ખેંચી ઋણ બજારમાં સક્રિય બની રહી હોવાના સંકેત

જૂન મહિનાના કામકાજના પ્રથમ ૮ દિવસોમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૃપિયા ૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. પરંતુ બોન્ડ માર્કેટમાં તેનું આકર્ષણ રહ્યું છે. સ્ટોકસમાંથી નાણાં પાછા ખેંચી એફઆઈઆઈ ઋણ બજારમાં સક્રિય બની રહી હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. દેશના આર્થિક વિકાસ અને રૃપિયામાં ઘસારાથી ચિંતીત બનીને એફઆઈઆઈ ભારતમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે. ૧થી ૮ જૂનના કામકાજ દરમિયાન એફઆઈઆઈની કુલ ખરીદી રૃપિયા ૧૬૯૫૪.૧૦ રહી હતી જ્યારે કુલ રૃપિયા ૧૮૦૨૧ કરોડનું વેચાણ રહ્યું હતું આમ રૃપિયા ૧૦૬૭ કરોડનો નેટ આઉટફલો રહ્યો હતો, એમ બજાર નિયામક સેબી પાસે ઉપલબ્ધ આંકડાઓમાં જણાયું હતું.
આ અગાઉ મે મહિનામાં રૃપિયા ૩૪૭ કરોડ અને એપ્રિલમાં રૃપિયા ૧૧૦૯ કરોડનો નેટ આઉટફલો રહ્યો હતો. રૃપિયામાં ઘસારો, મંદ આર્થિક વિકાસ, ઊંચી રાજકોષિય ખાધ અને સુધારાના અભાવ આઉટફલો માટે કારણભૂત હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી દૂર રહે છે. રૃપિયામાં ભારે વોલેટિલિટીએ વિદેશી રોકાણકારોનું માનસ બગાડયું છે. ચાલુ વર્ષના ફેબુ્રઆરી બાદ ડોલર સામે રૃપિયો તૂટીને ૫૬ રૃપિયા આસપાસ થઈ ગયો છે.
કોઈપણ દેશના સ્થાનિક ચલણમાં ઘસારો આવવા સાથે વિદેશી રોકાણકારોને નુકસાન થાય છે, કારણ કે વિદેશી રોકાણકારો જ્યારે રોકાણ કરતી વખતે ડોલર લાવે છે અને જ્યારે અહીં વેચાણ કરે છે ત્યારે તેમને ડોલર ઓછા મળે છે. આ ઉપરાંત દેશનો મંદ આર્થિક વિકાસે પણ એફઆઈઆઈના રોકાણ પર અસર કરી છે. ૨૦૧૧-૧૨માં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૬.૫૦ ટકા રહ્યો છે . આ ઉપરાંત ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પણ આર્થિક વિકાસ દર ૫.૩૦ ટકા જેટલો સામાન્ય રહ્યો છે, જે અંદાજ કરતા ઘણો નીચોે છે. જૂન મહિનામાં રોકાણકારોએ શેરબજારમાંથી ભલે રૃપિયા ૧૦૦૦ કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી હોય પરંતુ ઋણ માર્કેટમાં વિદેશી નાણાં સંસ્થા તેજીનું માનસ ધરાવે છે અને અહીં તેમણે રૃપિયા ૧૯૨૭ કરોડ ઠાલવ્યા છે. આમ સ્ટોકસ અને બોન્ડસ માર્કેટનું મળીને એફઆઈઆઈનો રૃપિયા ૮૬૦ કરોડનો નેટ ઈનફલો રહ્યો છે.
૨૦૧૨ના પ્રારંભમાં વિદેશી નાણાં સંસ્થાઓ ભારત માટે હકારાત્મક મત ધરાવતી હતી અને જંગી નાણાં ઠાલવ્યા હતા. જો કે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટ પ્રસ્તુત કરતી વેળા કેેટલીક રજૂ કરેલી દરખાસ્તો વિદેશી રોકાણકારો માટે પ્રતિકૂળ લાગી રહી હોવાને કારણે પણ વિદેશી રોકાણકારો ભારતથી દૂર થઈ રહ્યા હોવાનું એક સ્ટોક બ્રોકિંગ હાઉસના ચેરમેને જણાવ્યું હતું. ૨૦૧૨ના પ્રથમ ત્રણ મહિનામાં વિદેશી નાણાં સંસ્થાઓએ વિક્રમી રૃપિયા ૪૩૯૫૧ કરોડનું રોકાણ કર્યું હતું. જો કે જૂનના પ્રથમ સપ્તાહના અંત સુધી એફઆઈઆઈએ ભારતીય શેરબજારોમાં રૃપિયા ૪૧૪૨૭ કરોડ અને ઋણ બજારમાં રૃપિયા ૨૧૧૦૭ કરોડનું રોકાણ કર્યું હોવાનું પણ ઉપલબ્ધ આંકડામાં જણાય છે. દેશમાં ૧૭૫૪ રજિસ્ટર્ડ એફઆઈઆઈ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સીરિયામાં બળવાખોરોની છાવણી પર સેનાનો હુમલો ઃ ૫૨નાં મોત

બ્રિટનના વડાપ્રધાન લોજમાં જમવા ગયા ત્યાં દીકરી ભૂલી આવ્યા !
અફઘાનમાં ભૂકંપના બે આંચકામાં ત્રણનાં મોત ઃ મૃતકાંક વધવાની ભીતિ

એશિયા પેસિફિકમાં અમેરિકી હિલચાલનો પડઘો ઃ ચીને મિસાઇલ ક્ષમતા વધારી

પાક.માં બોમ્બ વિસ્ફોટ ઃ છનાં મોત
S&Pની ચેતવણીએ સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૨૨૬ પોઈન્ટ તૂટયો
સોનામાં નવો ઉછાળો ઃ ચાંદીમાં તેજી આગળ વધતાં રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
૨૬ જાહેર ક્ષેત્રની બેન્કોની નફા વૃદ્ધિ ઘટી
એરઈન્ડિયાના તમામ હડતાલિયા પાઈલટોને બરતરફ કરવાનો આદેશ

ડોલર સામે રૃપિયામાં કડાકો બોલાયો ઃ ફોરવર્ડ ડોલર પણ ઉછળ્યો

બિહારના એક મંત્રીએ મહિલાને સરકારી નોકરીની ખાતરી આપી !
મુખ્ય ચૂંટણી કમિશનર કુરૈશી નિવૃત્ત વી. એસ. સંપતે હવાલો સોંપાયો
PAC એ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની પૂછપરછ કરી
રૃપિયામાં ચંચળતા જોવાઈ છતાં પણ કરંસી ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમ ઘટયું

એફઆઈઆઈનું હકારાત્મક માનસઃ રૃપિયા ૧૯૨૭ કરોડનો ઈનફલો

 
 

Gujarat Samachar Plus

ઘક્કા ખાવામાં અવ્વલ ગર્લ્સ
યંગસ્ટરમાં પેટ્રોલ ખર્ચ પોકેટમનીમાંથી
હવે ૫વન વગર ફરશે પવનચક્કી
ગિફ્‌ટ આપતી વખતે શું ઘ્યાન રાખશો?
ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ
કોલેજના ફર્સ્ટ ડેની ઇમ્પ્રેશન તમારું સ્ટેટસ નક્કી કરે છે
યંગસ્ટર્સમાં જરૂરી છે કલર સેન્સ
 

Gujarat Samachar glamour

અર્જુન કપૂરને સલમાન જરાય પ્રમોટ નહીં કરે
અક્ષયના દિકરાને ‘રાઉડી’ નહીં ‘મેડેગાસ્કર-૩’ ગમે છે
ભારતી ‘ખિલાડી ૭૮૬’થી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશે છે
નરગિસે નેસ વાડિયાના ચુંબન અંગે ખૂલાસો કર્યો
‘કલ્પના લાઝમી માનસિક સમતુલન ગુમાવી બેઠી છે’ઃ રાજીવ
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved