Last Update : 12-June-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૦૬-૨૦૧૨, મંગળવાર
જેઠ વદ નોમ - વૃદ્ધિતિથિ, અશુભ.
આજે પંચક છે.
બજારોમાં વધઘટ ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ., (સૂ) ૬ ક. ૪૫ મિ., (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સિંહ, બુધ - મિથુન, ગુરૃ - વૃષભ, શુક્ર ઃ વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવત ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ ઃ રા.દિ. જે. ૨૨
માસ-તિથિ-વાર ઃ જેઠ વદ નોમ ને મંગળવાર. વૃદ્ધિતિથિ
- આજે પંચક છે. - સિદ્ધિયોગ અહોરાત્ર.
- જેઠ વદ નોમ વૃદ્ધિતિથિ છે. અશુભ.
- બજારોમાં વધઘટ ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૧ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૯ રોજ માહેસ્પંદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે જેઠ વદ નોમ વૃદ્ધિતિથિએ નોકરી-ધંધાના કામમાં ઉતાવળ કરવી નહીં. ચિંતા-નુકસાન, તકલીફ અનુભવાય.

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં, નિર્ણયમાં, પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું. શેરોની લે-વેચમાં તેલના ધંધામાં સંભાળવું.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં ક્ષણિક પ્રગતિ-લાભ મળી શકે. તાંબાના-લોખંડના, કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રોના ધંધામાં સાનુકૂળતા રહે.

 

કર્ક ઃ શારિરીક-માનસિક સ્વસ્થતામાં સુધારો છતાં તમારી આંતરિક મનોવ્યથામાં અટવાયેલા રહો. નોકરી-ધંધામાં હળવાશ રહે.

 

સિંહ ઃ આજે જેઠ વદ નોમની વૃદ્ધિતિથિ નોકરી-ધંધામાં તેમજ તન-મન-ધનથી-વાહનથી સંભાળવાની રહે. શાંતિ જણાય નહીં.

 

કન્યા ઃ માનસિક પરિતાપ છતાં નોકરી-ધંધાનું કામ થાય. સંતાનના કામમાં ધ્યાન આપી શકો. શેરોના, સોના-ચાંદીના કામમાં પ્રગતિ જણાય.

 

તુલા ઃ નોકરી-ધંધામાં-વડીલવર્ગના ભાગીદારના પ્રશ્નમાં આપને નુકસાન-વિવાદ-બીમારીના કારણે કંઈ ગમે નહીં.

 

વૃશ્વિક ઃ આપના નોકરી-ધંધાનું કામ સાનુકૂળતાવાળું રહે. સંતાનનું કામ ઉકેલાય. શેરોના, ચાંદીના, લોખંડના કામમાં ઉકેલ આવતો જાય.

 

ધન ઃ માતૃપક્ષ, પિતૃપક્ષની, નોકરી-ધંધાની ચિંતા-બેચેનીમાં દિવસ પસાર થાય. લોખંડ, તેલ, સોના-ચાંદી, અનાજના ધંધામાં સંભાળવું.

 

મકર ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતથી આનંદ રહે, તમારા કામ અંગેની ચર્ચા વિચારણા થાય. વિલંબમાં પડેલા કામમાં ઉકેલ આવતો જાય.

 

કુંભ ઃ નાણાંકીય ચિંતા-મુંઝવણમાં રાહત થાય તેવું કામ થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. અન્યનો સહકાર મળી રહે.

 

મીન ઃ શાંતિથી દિવસ પસાર કરવો. અન્યના કારણે તમારે ઉતાવળ, ઉશ્કેરાટ કરવો નહીં. નોકરી-ધંધામાં ધ્યાન રાખવું.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨-૦૬-૨૦૧૨, મંગળવાર

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપના સાસારીક જીવનમાં, આરોગ્યની બાબતમાં નાની-મોટી કોઈ ને કોઈ ચિંતા-મુશ્કેલી રખાવે.

 

વિશેષમાં - જાહેર સંસ્થાકીય કામમાં, જ્ઞાાતિના કામમાં, સાસરી પક્ષના વ્યવહાર-સંબંધમાં આક્ષેપ, અપયશ, વિવાદથી સંભાળવું.

 

- પ્રેમ-મિત્રતા-લાગણીના નિકટના સંબંધમાં મનદુઃખ- વિવાદ થાય. સંબંધો બગડે, તૂટે.

 

- નોકરી-ધંધામાં તમારી કામગીરી, આવક સચવાઈ રહે તે ધ્યાનમાં રાખી,શાંતિથી વર્ષ પસાર કરવું.

 

- સ્ત્રી વર્ગને પતિ-સંતાન-મિત્રવર્ગના કારણે અશાંતિ-ચિંતા-ઉદ્વેગ રહે. પેટ, કમરની દર્દપીડા અનુભવાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ધ્યાન રાખવું પડે. પરીક્ષા સમયે આરોગ્ય સાચવવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી અને ચંપા બગીચાના બાંકડા પર બેઠા બેઠા ચર્ચા કરતા હતા. લીલી બોલી, ''કહે તો, પ્રેમ થઈ જાય છે કે પ્રેમ કરવો પડે છે?''
''એ તો પરિસ્થિતિ ઉપર આધાર રાખવો પડે છે'' ચંપાએ જવાબ આપ્યો.
''એટલે?'' લીલીએ પૂછ્યું, ''હું કંઈ સમજી નહીં...''
''જો, છોકરો સારો હોય અને સ્કુટી પર જતો હોય તો પ્રેમ થઈ જાય છે, અને'' ચંપાએ કહ્યું, ''છોકરો બોબડો હોય પણ ઓડી મોટરમાં આવ-જા કરતો હોય તો પ્રેમ કરવો પડે છે...''

[Top]
 

આજ ની રેસીપી

ઝટપટ બનતી વાનગીઓ

ચણા ભટૂરે

 

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો ચાળેલો, ૨ ચમચી સોજી, ૧ ચમચી સોડા, ૧/૨ ચમચી મીઠું.

 

રીતઃ મેંદામાં મીઠું અને સોજી ભેળવીને સોડા નાખી લોટ બાંધો. કઢાઈમાં ઘી ગરમ કરી ભટૂરાં તળી લો. અગાઉથી તૈયાર કરેલાં ચણા સાથે સર્વ કરો.

 

નોંધઃ જો ચણા બાફેલાં હોય તો બે ચમચા ઘી ગરમ કરો. એમાં આદું, બે લીલાં મરચાં સમારીને નાખો. બે ચમચા ચણા મસાલો નાખી સાંતળો. તે તેમાં ચણા નાંખો. હવે મીઠું, લીંબુનો રસ અને એક કપ પાણી નાંખીને દસ મિનિટ ચઢવા દો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved