Last Update : 11-June-2012, Monday

 

સ્ત્રી-ભૂ્રણની હત્યા દ્વારા મહારાષ્ટ્રના ડોકટર કરોડો કમાયા

પરલી ગામમાં ક્લિનિક ધરાવતા ડો. સુદામ મુંડે અને તેમની પત્ની ડો. સરસ્વતી મુંડે જે ઔસ્ત્રી-ભૂ્રણની હત્યા કરતાં હતાં તેને કૂતરાઓને ખવડાવી દેવામાં આવતા હતા

મહારાષ્ટ્રનો બીડ જિલ્લો સ્ત્રીભૂ્રણની હત્યા માટે કુખ્યાત છે. ભારતના જે ૧૦ જિલ્લાઓમાં સ્ત્રી પુરૃષનો સૌથી ઓછો રેશિયો જોવા મળે છે તેમાં બીડનો સમાવેશ થાય છે. ઇ.સ. ૨૦૦૧ની વસતિ ગણતરીમાં બીડ જિલ્લામાં દર ૧,૦૦૦ પુરૃષે સ્ત્રીઓની સંખ્યા ૮૯૪ની હતી. ઇ.સ. ૨૦૧૧માં આ સંખ્યા ઘટીને ૮૦૧ ઉપર આવી ગઇ હતી. પંજાબ અને હરિયાણાના વિસ્તારો સ્ત્રીભૂ્રણની હત્યા માટે નામચીન છે તેની સાથે બીડ સ્પર્ધામાં ઉતર્યું છે. તેનું કારણ એ છે કે બીડ જિલ્લામાં ગેરકાયદે ગર્ભપાત કરતી સેંકડો ક્લિનિકો ધમધમે છે. કહેવાની જરૃર નથી કે તેને સરકારી અધિકારીઓનો પણ મૌન ટેકો છે. તાજેતરમાં એક ૨૮ વર્ષની મહિલાનું ગર્ભપાત દરમિયાન મૃત્યુ થયું તેને પગલે પોલીસે આ ગર્ભપાત કરનારા ડો. સુદામ મુંડે અને તેમની પત્ની ડો. સરસ્વતી મુંડેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ડોકટર દંપતી માત્ર ૨,૦૦૦ રૃપિાયામાં સ્ત્રીભૂ્રણની હત્યા કરી આપતું હતું અને ગર્ભપાત કરવામાં આવેલા ભૂ્રણને કૂતરાઓને ખવડાવી દેવામાં આવતા હતાં. પોલીસે કરેલી તપાસ મુજબ વર્ષોથી ગર્ભપાત ક્લિનિક ચલાવતા ડો. મુંડેની સંપત્તિ આશરે ૧૫૦ કરોડ રૃપિયા જેટલી છે.
બીડ જિલ્લાના પરલી ગામમાં આવેલી ડો. મુંડેની હોસ્પિટલમાં માત્ર ૧૦ પથારીઓની સવલત છે. પણ તેમાં ગર્ભપાત કરાવવા આવતી આશરે ૧૦૦ સ્ત્રીઓને રાખવામાં આવે છે. આ હોસ્પિટલની લોબીમાં અને દાદરા હેઠળ પણ પથારીઓ મૂકીને તેમાં દર્દીને રાખવામાં આવે છે. પરલી ગામના લોકો તો આ હોસ્પિટલને કતલખાના સાથે જ સરખાવે છે. આ હોસ્પિટલમાં ૨૮ વર્ષની વિજયમાલા નામની સ્ત્રીને તેનો પતિ ગર્ભપાત કરાવવા લઇ આવ્યો હતો. વિજયમાલાને ચાર દીકરીઓ હતી અને તે પાંચમી દીકરીને જન્મ આપવાની હતી. વિજયમાલાનો ગર્ભ ૨૪ અઠવાડિયાનો થઇ ગયો હતો અને આ કાયદા મુજબ પણ તેનો ગર્ભપાત કરી શકાય તેમ નહોતો. ડો. મુંડેએ પૈસાની લાલચમાં વિજયમાલાનો ગર્ભપાત કર્યો અને વધુ પડતાં રક્તસ્ત્રાવને કારણે તે મૃત્યુ પામી હતી. ગુસ્સે ભરાયેલા તેના સગાઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી ત્યારે ડો. મુંડેએ જ સામેથી પોલીસને બોલાવી હતી. પોલીસે ડો. મુંડેની ધરપકડ કરી પણ તેમની પત્ની નાસી ગઇ હતી.
ડો. સુદામ મુંડે જે ગર્ભવતી ક્લિનિક ચલાવતા હતા તેના ગોરખધંધા બે વર્ષ અગાઉ એક સમાજસેવિકા દ્વારા સ્ટિંગ ઓપરેશન દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા હતા, પણ આરોગ્ય વિભાગના સત્તાવાળાઓને લાંચ આપીને ડો. મુંડે છટકી ગયા હતા. ઇ.સ. ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં 'લાડકી અભિયાન' નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવતી વર્ષા દેશપાંડે નામની મહિલાએ પોતાની એક ગર્ભવતી મિત્રને તૈયાર કરીને ડો. મુંડેની ક્લિનિકમાં મોકલી હતી. આ મહિલા જ્યારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે સવારના ૯.૦૦ વાગ્યા હતા તો પણ આશરે ૯૦ સ્ત્રીઓ પોતાના વારાની રાહ જોઇ રહી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનો વારો આવતાં આશરે ત્રણ કલાકનો સમય લાગશે. જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે તેમની પાસેના મોબાઇલ ફોન પણ લઇ લેવામાં આવ્યા હતા. ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી ડો. સરસ્વતી મુંડે દ્વારા એક નાનકડા રૃમમાં કરવામાં આવી હતી, જે હકીકતમાં નર્સોનો ચેન્જીંગ રૃમ હતો. આ રૃમમાં સોનોગ્રાફીનાં મશીનને છૂપાવીને રાખવામાં આવ્યું હતું. સોનોગ્રાફી કરનાર ડોકટરને પણ મહિલા જોઇ શકતી નહોતી. આ રૃમમાં એક સાથે પાંચ મહિલાને પ્રવેશ આપવામાં આવતો હતો, પણ તેમને એકબીજા સાથે વાત કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. ગર્ભવતી મહિલાનો નંબર આવ્યો ત્યારે તેની સોનોગ્રાફી કરવામાં આવી હતી અને રિપોર્ટમાં ડો.સરસ્વતી મુંડેએ માત્ર અંગ્રેજીમાં '૧૬'લખ્યું હતું. ગર્ભવતી સ્ત્રીએ આયાને તેનો અર્થ પૂછ્યો ત્યારે ખબર પડી કે નર બાળક માટે '૧૬' અને માદા બાળક માટે '૧૯'ની સંજ્ઞાા વાપરવામાં આવતી હતી. વર્ષા દેશપાંડેની મિત્ર મહિલાના કેસ પેપર ઉપર '૧૬'ની નિશાની હોવાથી તેને શંકર ભગવાનને મીઠાઇ ચડાવવાની સૂચના આપવામાં આવી હતી. જે મહિલાનો કેસ પેપરમાં '૧૯'ની નિશાની કરવામાં આવી હતી તેમને ગર્ભપાત માટે ડો. મુંડે પાસે મોકલવામાં આવતા હતા.
ગર્ભપાતના કાયદા મુજબ કોઇ પણ બાળક માતાના પેટમાં ૨૦ અઠવાડિયાનું થઇ જાય તે પછી તેનો ગર્ભપાત કરી શકાતો નથી. ડો. મુંડે છ મહિનાના ભૂ્રણનો ગર્ભપાત કરવામાં પણ સંકોચનો અનુભવ કરતા નહોતા. છ મહિનાનો ગર્ભ તો નવજાત બાળક જેવો હોય છે. ઘણી મહિલાઓ આ ગર્ભનો નિકાલ કરવાની બાબતમાં પોતાની અસમર્થતા વ્યક્ત કરતી હતી. ડો. મુંડે પાસે તેનો પણ ઉકેલ હતો. તેમણે છ શિકારી કૂતરા પાળ્યા છે. તેમણે માદા ભૃ્રણ ખવડાવી દેવામાં આવતા હતા. કૂતરાઓનું પેટ ભરાઇ જાય ત્યારે આ ભૃણને ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવતા હતા. ડો. મુંડેએ આ ગેરકાયદે ગર્ભપાતની કમાણીમાંથી એક ૧૨૩ એકરનું ફાર્મ હાઉસ ખરીદ્યું છે. તેમાં પણ સેંકડો ગર્ભ દાટી દેવામાં આવ્યા છે.
ડો. મુંડેની ક્લિનિકના સ્ટિંગ ઓપરેશન પછી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમની વિરૃદ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી, પણ સ્થાનિક પોલીસને નિયમિત હપ્તા મળતા હોવાથી તેઓ ફરિયાદ નોંધવા પણ તૈયાર નહોતા. વર્ષા દેશપાંડેએ રાજ્યના આરોગ્ય સચિવને ફરિયાદ કરી તે પછી ડોકટર સામે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ક્લિનીકને તાળાં મારવામાં આવ્યાં હતાં અને તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. ડોકટર મુંડે થોડા સમય પછી જામીન પર છૂટી ગયા હતા અને વગર લાઇસન્સે તેમણે પોતાની પાપલીલા ચાલુ કરી દીધી હતી. ગયાં વર્ષની નવમી જૂને પારલીના સંગમ નાલામાં પાંચ માદાભૃ્રણ મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. કહેવાય છે કે ડો. મુંડેની ક્લિનિકમાં જે માદાભૃણની હત્યા કરવામાં આવતી હતી તેને આ નાળામાં ફગાવી દેવામાં આવતા હતા. સ્ટિંગ ઓપરેશન પછી ડો. મુંડેએ પોતાના કૂતરાઓ વેચી દીધા હતા અને તેઓ માદાભૂ્રણનો કબજો તેના સગાવહાલાને સોંપી દેતા હતા. આ સગાવહાલાઓ ગામ છોડતા પહેલાં ભૃણને નાળામાં નાંખતા જતા હતા. કહેવાય છે કે સ્ટીંગ ઓપરેશન પછી ડો. મુંડેએ પોતાના ફાર્મ હાઉસમાં આવેલા કૂવાઓ બંધ કરાવી દીધાં છે. જો આ ફાર્મ હાઉસની અને કૂવાઓની તપાસ કરવામાં આવે તો તેમાંથી હજારો સ્ત્રીભૂ્રણના અવશેષો મળી આવે તેમ છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ડો. મુંડે ગર્ભપાતની દવાના સૌથી મોટા ખરીદદાર હતા. મુંડેની હોસ્પિટલમાં આવેલી એક દવાની દુકાને ગર્ભપાત માટે વપરાતી 'વિક્રીડીલ' નામની દવાની ૨,૭૯૦ વાઇલ ખરીદી હતી. સમગ્ર મરાઠાવાડ વિસ્તારમાં આ સૌથી મોટી ખરીદી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક અને આંધ્ર પ્રદેશ વિસ્તારની ગરીબ મહિલાઓ પણ ગર્ભપાત કરાવવા ડો. મુંડેની હોસ્પિટલમાં આવતી હતી. તેનું કારણ એ હતું કે આખા મહારાષ્ટ્રમાં સૌથી સસ્તા ગર્ભપાત આ હોસ્પિટલમાં કરી આપવામાં આવતા હતા. મરાઠવાડા વિસ્તારમાં ડોકટરો સોનોગ્રાફી માટે આશરે ૫,૦૦૦ રૃપિયાનો અને ગર્ભપાત માટે ૨૦,૦૦૦ રૃપિયાનો ચાર્જ કરે છે. ડો. મુંડે તેના કરતાં દસમા ભાગના ખર્ચમાં સોનોગ્રાફી કરી આપતા હતા. એક્ટિવિસ્ટો કહે છે કે બે વર્ષ અગાઉ ડો. મુંડેની ક્લિનિક ઉપર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તે પછી તેમને ગર્ભપાત કરતાં અટકાવવામાં આવ્યા હોત તો આશરે ૨૮,૮૦૦ બાળકીઓ બચી ગઇ હોત.
મહારાષ્ટ્રના બીડ શહેરમાં પણ ગેરકાયદે સોનોગ્રાફીની ક્લિનિકો ધમધમે છે. એક જ વર્ષમાં ૪૪ ક્લિનીકો ઉપર ગેરકાયદે સોનોગ્રાફી કરવા માટે કેસ રજીસ્ટર કરવામં આવ્યા છે. ઇ.સ. ૧૯૭૧માં જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ આવ્યો તેનો ઉદ્દેશ મહિલાઓને મદદ કરવાન હતો, પણ હવે તેનો ઉપયોગ મહિલાઓની હત્યા કરવા માટે થવા લાગ્યો છે. માદાભૃણની હત્યા રોકવા માટે અલગ કાયદો બનાવવામાં આવ્યો છે, જેને પીસીપીએનડીટી એક્ટ કહેવામાં આવે છે. કોઇ ડોકટર આ કાયદાનો ભંગ કરે તો તેને માત્ર ૧૦,૦૦૦ રૃપિયાનો દંડ કરીને છોડી મૂકવામાં આવે છે. આ કેસમાં જામીન પણ સહેલાઇથી મળી જાય છે. હજારો માદાભૃણની હત્યાના આરોપી ડો. મુંડે પણ તેમની ધરપકડના ગણતરીના કલાકોમાં જામીન ઉપર છૂટી ગયા છે અને તેઓ ટૂંક સમમયાં પોતાનું 'કતલખાનું' શરૃ કરી દેશે.
સ્ત્રીભૂ્રણની હત્યાને જો અટકાવવી હોય તો સમાજમાં સ્ત્રીનું સન્માન થવું જોઇએ અને તેને ઉપાધિ ગણવાનું બંધ કરવું જોઇએ. સ્ત્રીભૂ્રણની હત્યા અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય તમામ પ્રકારના ગર્ભપાતને ગેરકાયદે જાહેર કરવામાં છે. કયા બાળકને જન્મ આપવો એ નિર્ણય જો કુદરત ઉપર છોડી દેવામાં આવશે તો કુદરત બંને લિંગને સમાન ન્યાય જ કરશે. કાળા માથાના માનવીએ કુદરતના કાનૂનમાં હસ્તક્ષેપ કરવાનં શરૃ ક્યું તને કારણે આ સમસ્યા ઊભી થઇ છે. જો ગર્ભપાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હશે તો જ કુદરત પોતાનું કાર્ય કરી શકશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved