Last Update : 11-June-2012, Monday

 
દિલ્હીની વાત
 

પ્રથમ સૌથી યુવાન બિન હરીફ મહિલા સાંસદ
નવી દિલ્હી,તા.૯
ઉત્તરપ્રદેશના સહીથી યુવાન મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના પત્ની ડીમ્પલે દેશના રાજકીય ઇતિહાસમાં વિક્રમ સર્જયો છે. તેઓ આઝાદ ભારતના સહુથી નાના (૩૫ ) અને પ્રથમ મહિલા સાંસદ બની રહેશે કે જેઓ કાન્ના ઉજની સંસદીય બેઠક પરથી બિનહરીફપણે ચુંટાઇ જશે. એમના મુગટમાં જે પીછુ સાબિત થયું છે એ છે કે ઇ.સ.૨૦૦૯માં તેઓ ફિરોઝાબાદમાંથી રાજબ્બરની સામે લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. સ્વતંત્રતા પછી અત્યાર સુધી ૪૪ સાંસદો બિનહરીફપણે ચૂંટાયા છે પરંતુ ઇ.સ.૧૯૮૯ પછી આ પ્રથમવાર બનશે કે કોઇ ઉમેદવાર બિનહરીફ પણે ચૂંટાઇ જાય.
સરકારના રૃા.૩૦ કરોડ બચશે
એમના બિન હરીફ વિજયથી સર્વત્ર રાહત થઇ છે. સરકારી સુત્રના મતાનુસાર એમના રૃા.૩૦ કરોડ બચશે. જ્યારે સરકારી કર્મચારીઓ અને પક્ષીય કાર્યકરો તપતા સૂરજમાં કરવો પડનારા પ્રચારની પળોજણમાંથી ઉગરી જશે. જો ચૂંટણી યોજાઇ હોત તો, ૧૨૫૦૦થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ પર ખડે પગે રહ્યા હોત. પોલીસ અને અર્ધ લશ્કરી દળોના ૧૫૦૦૦ કર્મચારીઓ તૈનાત રહેત એ તો અલગ. ૨૦૦થી વધુ બુથો કંગાળ હાલતમાં હોવાથી એમની દુરસ્તી જરૃરી હોવાથી અલગ તારવાયા હોત. એમની દુરસ્તી પાછળ લાખો રૃપિયા ખર્ચી નખાયા હોત.
પ્લીઝ - મમતા ચળવળથી કોંગી નેતાઓમાં ચિંતા
તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી યુપીએ સરકારની સુધારા કાર્યસૂચિની ટ્રેનને પાટા પરથી ખડી જવાની સ્થિતિમાં આણવાના મૂળમાં મમતા બેનરજી છે આનાથી યુપીએ સરકાર પર 'લકવાગ્રસ્ત નીતિ'નો ધબ્બો લાગ્યો છે. મમતાએ રીટેઇલમાં FDI, નાગરિક ઉડ્ડયન અને પેન્શન નિયમન અને વિકાસ ખરડા વિષેની સરકારી હિલચાલની ટીકા કરી છે, અને હવે સરકાર એમની દેવામોકુફીની માગણી સ્વીકારી શકે એમ નહિ હોવાથી એમને ખુશ કરવા માટે એમને રોકડ લાભ આપવાના પ્રયાસો થઇ રહ્યા છે. એમને રીઝવવાના પ્રયાસોથી કોંગ્રેસ નેતાઓમાં મિશ્ર પ્રતિભાવો જન્મ્યા છે. કેટલાક નેતાઓને ડર છે કે આવા પગલાથી મમતામાં ભવિષ્યમાં વધુ કઠોર વલણ અપનાવવાની હિંમત આવે એમ બની શકે. કોંગ્રેસના સૂત્રોના મતાનુસાર તૃણમૂલ કોંગ્રેસનું જોડાણ એક એવો મુદ્દો હતો કે જે ગઇકાલે મળેલી કોંગ્રેસ કોર સમિતિની બેઠકમાં ચર્ચાયો હતો.
મુકુલ રોયની ધમકી
પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની છ પૈકી ચાર સંસ્થાઓમાં મળેલા વિજયથી સંતોષ અનુભવી રહેલા મમતચા કોંગ્રેસની સુધારા સૂચિને અસ્તવ્યસ્ત કરવાનું ચાલુ રાખી શકે એવો ડર કેટલાક કોંગી નેતાઓને છે. કોંગ્રેસ સાથે સમીકરણો ગોઠવી નહિ શકાયાથી મમતા હાલડોઓમાં હારી ગયાં હતાં. પોતાનો પક્ષ ઈ.સ. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી એકલે હાથે લડશે એ પ્રકારની તૃણમુલ કોંગ્રેસના નેતા મુકુલ રોયની જાહેરાતથી કોંગ્રેસની ચિંતા વધી છે, પરંતુ પશ્ચિમ બંગાળના નિરીક્ષકો તૃણમુલ કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિજય તથા મુકુલના નિવેદનને ઝાઝું મહત્વ આપતા નથી. એમના મતે તૃણમુલ કોંગ્રેસને ટકી રહેવા માટે કોંગ્રેસની વધુ જરૃર છે.
ટીએમસને પાછો પાડવા વધતું દબાણ ?
કોંગ્રેસની મુખ્ય ચિંતા એ છે કે ૨૦૧૪ની ચૂંટણી નજીક સરકી રહી હોવાથી સરકાર મમતાને શાંત પાડવા માટે ક્યાં સુધી રાહ જોઈ શકે ? પક્ષને લાગે છે કે એફડીઆઈ વિષે નિર્ણય લેવાવો જોઈએ અને એક વાર એના લાભ સપાટી પર આવવા માંડશે એટલે એના ટીકાકારો એવા તૃણમૂલ કોંગ્રેસ અને રાજ્યો એમનું વલણ બદલશે અને સીધા ઉતરશે. પેન્શન ખરડાને લાગે વળગે છે ત્યાં સુધી પક્ષના નેતાઓ કહે છે કે પેન્શનના લાભાર્થીઓને ચોક્કસ નાણાં મળે એ રીતની જોગવાઇઓ સાથે જો સરકાર ખરડાનો મુસદ્દો ફરીથી ઘડે તો એને શરતી ટેકો આપવા ભાજપ સંમત છે. આ પરિસ્થિતિમાં જરૃર પડયે, સરકારે ભાજપ આ વચન પાળે એ રીતે ગોઠવણ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને તૃણમૂલ કોંગ્રેસને પાછળ રાખવી જોઇએ.
સીએસડી અભ્યાસમાં બીટી કોટનની અસરનો સ્વીકાર
કાઉન્સીલ ફોર સોશ્યલ ડેવલપમેન્ટ હાથ ધરેલા અભ્યાસમાં છતું થયું છે કે હાઇબ્રીડ બીટી કોટનના બીજથી કપાસનું એકંદર ઉત્પાદન ૬.૨૪ ટકા જેટલું વધ્યું છે. ઉત્પાદન વૃધ્ધિથી ખેડૂતોની સરેરાશ ચોખ્ખી કમાણીમાં ૩૭.૫ ટકા જેટલો નક્કર વધારો થયો છે, જેના પગલે તેઓ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક જરૃરિયાત પૂર્તિ માટે વધુ ખર્ચ કરી શકયા છે. ભારત કૃષક સમાજનાં અધ્યક્ષ અજય જાખરે આ અહેવાલ તૈયાર કર્યો છે.
- ઇન્દર શાહની

Share |
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved