Last Update : 11-June-2012, Monday

 
નિવૃત થતા મુખ્ય ચૂંટણી કમિશનરનો મત
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
'કમિશનરોની નિમણૂંક વ્યાપક સલાહ લઇને કરવી જોઇએ'
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
''પેઈડ-ન્યૂઝ'' મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે ''ભયજનક'' છે તેમ કહેતાં, નિવૃત થઇ રહેલા મુખ્ય ચૂંટણી કમિશર એસ.વાય. કુરેશીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, પૈસા લઇને અપાતા સમાચારોને ભવિષ્યમાં એક જાણી જોઇને કરેલો ગુનો (કોગ્નિઝેબલ ઓફેન્સ) ગણવામાં આવે તેવી હું આશા રાખું છું. આ સાથે તેઓ અડવાણીએ પૂર્વે કરેલાં તે સૂચન સાથે સહમત થયા હતા કે, ચૂંટણી કમિશનરની વરણી (અન્ય પક્ષો સાથે) મંત્રણા કરીને જ થવી જોઇએ.
ચૂંટણી પંચમાં છ ઘટનાક્રમ-સભર વર્ષો પૂરાં કરી આજે નિવૃત થતા, કુરેશીએ પત્રકારોને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે, ''કેટલાયે ચૂંટણી સુધારાઓ બબ્બે દાયકાથી નિલંબિત રહેલા છે. જે હવે હાથ ધરાશે તેવી હું આશા રાખું છું. અમે પણ કેટલાંક નક્કર પગલાંઓ લીધાં હતાં. જેમાં આ (પેઈડ ન્યૂઝ) ઘણા મોટા પ્રમાણમાં ઘટાડી દીધા છે. હવે અમે બહુ જ સ્પષ્ટ ભલામણ કરી જ છે કે, તે (પેઈડ-ન્યૂઝ)ને કોગ્નિઝેબલ ઓફેન્સ જ ગણવા જોઇએ. આ જ્યારે ચૂંટણી સુધારામાં સમાવિષ્ટ કરાશે ત્યારે તે ઘણું મહત્વનું પગલું બની રહેશે.''
પત્રકારોને આપેલી આ વ્યાપક મુલાકાતમાં તેઓએ, આચાર સંહિતા (મોડેલ કૉડ ઓફ કન્ડક્ટ)ને વૈધાનિક સ્વરૃપ આપવાનાં સૂચનનો અસ્વીકાર કરતાં કુરેશીએ જણાવ્યું હતું કે, ''તેને (વર્તમાન પધ્ધતિને) અસ્થિર કરવાથી તેના માઠા પ્રત્યાઘાતો પડશે.''
મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ એક ''કોલેજિયમ'' દ્વારા થવી જોઇએ તેવાં સૂચન અંગે કુરેશીએ કહ્યું હતું કે, તે અંગે મારૃં તેવું સૂચન છે કે, માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ નહીં પરંતુ દરેક ચૂંટણી કમિશનરની નિયુક્તિ (અન્ય પક્ષો સાથે) સઘન મંત્રણાઓ કરીને જ કરવી જોઇએ અને, તે ત્રણ ચૂંટણી કમિશનરોમાંથી જે સૌથી વધુ વરિષ્ઠ હોય તેને જ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવા જોઇએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved