Last Update : 11-June-2012, Monday

 

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

ઉડ્ડયન ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે મુખરજી અને વડાપ્રધાન સાથે ચર્ચા કરશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૦
ઉડ્ડયન ક્ષેત્ર હાલ તીવ્ર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે નાગરિક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહે તાજેતરમાં જ એર ટિકિટ પરના સર્વિસ ટેક્સમાં થયેલા વધારા અને જેટ ફ્યુઅલની ઉંચી કિંમતો અંગે નારાજગી વ્યક્ત કરી છે. અજિતસિંહ આ મુદ્દે પુનઃ વિચારણા માટે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ ચર્ચા કરશે.
નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્ર પર વિમાન ટિકિટ પરના સર્વિસ ટેક્સમાં વધારા અને મોંઘા બનેલા એટીએફની ઘણી વિપરિત અસર પડી છે. આ અગાઉ સ્થાનિક પ્રવાસની ટિકિટની કુલ કિંમતના ૧૦ ટકા અને મહત્તમ રૃા. ૧૦૦ અને આંતરરાષ્ટ્રીય ટિકિટ માટે રૃા. ૫૦૦ સર્વિસ ટેક્સ હતો. જેમાં હવે કોઈ પણ મહત્તમ મર્યાદા વગર વધારો કરીને દર ૪૦ ટકા કરાયો છે.
એટીએફની કિંમતોના સંદર્ભે સિંહે જણાવ્યું હતું કે આ દરો સિંગાપોર અને શારજહા કરતાં ૫૦ ટકા જેટલા વધારે છે અને સાથે તે નક્કી કરવાની પ્રક્રિયા 'પારદર્શી' નથી. ઉડ્ડયન ક્ષેત્રની વર્તમાન સ્થિતિથી નાખુશ અજીતસિંહે જણાવ્યું હતું કે તેમણે સમગ્ર પરિસ્થિતિ અંગે નાણા પ્રધાનને અગાઉ પત્ર દ્વારા જાણ કરી છે અને ફરીથી પણ તેઓ મુખરજીને પરિસ્થિતિથી વાકેફ કરશે. આ મુદ્દે વડાપ્રધાન સાથે ચર્ચા કરવાની ખાતરી પણ નાગરિક ઉડ્ડયન પ્રધાને આપી હતી.
સર્વિસ ટેક્સ અંગે તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર અન્ય કોઈ દેશમાં સર્વિસ ટેક્સ નથી જ્યારે સ્થાનિક પ્રવાસીઓ માટે તે જીએસટી અંતર્ગત વસુલાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved