Last Update : 11-June-2012, Monday

 

પ્રજાને હેરાન કરતા રાક્ષસ અને રાવણને કાઢો ઃ કેશુભાઈ

- ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને, ગાયોને કતલખાને

- મોં પર ઘણા સમયથી તાળાં માર્યા છે, પણ હવે રહેવાતું નથી, સહેવાતું નથી

- ધનદાનના નામે ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર
- બધા ગુના આદિવાસીઓના નામે ઠોકી દેવાય છે
- રાષ્ટ્રીય નેતાઓ ભયભીત છે

હાલોલ,તા.૧૦
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઇ ખાતે આદિવાસી અધિકાર ગર્જના સંમેલનને સંબોધતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલે ગર્જના કરી હતી કે મોઢે ઘણા સમયથી તાળા માર્યા છે, પરંતુ હવે રહેવાતું નથી અને સહેવાતું નથી. શિસ્તભંગના નામે મોઢા પર તાળુ મારી દો તેવું કહેવાય છે, પરંતુ હવે હદ થઇ ગઇ. સહન થતું નથી એટલે જ ગર્જના કરીએ છીએ.
લપોડશંખ પ્રજાનું દુઃખ અને દર્દ કદી દૂર નહીં કરે ઃ ઘોઘંબા તાલુકામાં આદિવાસી અધિકાર ગર્જના સંમેલન ગજવતા કેશુભાઈ
એકબાજુ રાજકોટમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ગોઠવાઇ રહી છે તો બીજી બાજુ નરેન્દ્ર મોદી સામે બાંયો ચડાવતા કેશુભાઇએ આદિવાસી સંમેલનમાં કહ્યું હતું કે પ્રજાને હેરાન કરે તે રાક્ષસ અને રાવણ કહેવાય. અત્યારે શાસનમાં જે બેઠેલા છે રાક્ષસ અને રાવણ જ છે, (અને આવા રાક્ષસને કાઢવો જ જોઈએ)
આપણે જ ઢોલ વગાડીએ છીએ તે અંદર પોલો હોય છે. આ સરકારનું પણ એવું જ છે. બધુ અંદરથી પોલું જ છે, અને લપોડશંખની સાંકળ નબળી પડી છે. એક કડી તૂટશે એટલે બધી જ કડી તૂટવા માંડશે, એમ કહી કેશુભાઇએ મોદીનું નામ લીધા વિના તેમને લપોડશંખ કહ્યા હતા.
ભાજપની ધનદાન યોજના અંગે તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ૫૦૦ કરોડ કાર્યકર્તાઓના નામે અધિકારીઓએ ઉઘરાવ્યા તે ખંડણી સમાન જ છે. ગુજરાતમાં હાલ આવું બધુ ચાલી રહ્યું છે. ઉપરાંત ખૂન, લૂંટ, બળાત્કાર અને ચોરીના બનાવોએ માઝા મુકી છે. આ બધા ગુના આદિવાસીઓના નામે ઠોકી દેવાય છે, અને તેઓનું શોષણ કરવામાં આવે છે. આ બધુ જોઇને દિલ વ્યથિત થઇ રહ્યું છે. અમારી વ્યથા તમને કહેવા આવ્યા છીએ અને તમારી વાત અમારે સાંભળવી છે.
મોદી સરકાર પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રજાને ભરમાવતા જાતજાતના પેકેજોની જાહેરાતો કરવામાં આવે છે અને બજેટમાં જેની જોગવાઇ હોય તેને જ પેકેજ તરીકે ખપાવી દઇને આદિવાસી પ્રજાની અજ્ઞાાનતાનો લાભ લઇને તેનો ગેરલાભ લઇને છેતરપિંડી કરવામાં આવે છે.
ગુજરાતમાંથી દોઢ લાખ એકર ગૌચરની જમીનની ઉદ્યોગપતિઓને લહાણી કરી દેવાઇ છે અને પરિણામે ગાયો માટે ગૌચર નહીં રહેતા ગાયો કતલખાને ધકેલાઇ રહી છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે ૨૦૦૧-૨૦૦૨માં ૮૧ લાખ છોકરા છોકરીઓ અભ્યાસ કરતા હતા. આજે દસ વર્ષ બાદ વસ્તીમાં એક કરોડનો વધારો થવા છતાં માત્ર ૮૨ લાખ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે. વસ્તી વધારાના પ્રમાણમાં ૯૮ લાખ વિદ્યાર્થીઓ ભણતા હોવા જોઇએ. ખાનગી શિક્ષણ સંસ્થાઓને અપાતી આડેધડ મંજુરીથી આદિવાસી બાળકોને અભ્યાસથી વેગળા કરવા બરાબર છે. સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ સંસ્થાઓએ શિક્ષણનું વ્યાપારી કરણ કરી દેતા આદિવાસીઓ અને ગરીબોને શિક્ષણ મેળવવું અઘરૃ થઇ ગયું છે.
માજી મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાએ રોષ ઠાલવતા કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષના શાસનમાં ચારેબાજુ ભયનું વાતાવરણ સર્જાયેલુ છે. આજે ભાજપાની રાષ્ટ્રીય કારોબારીમાં નેતાઓ પણ કાંઇ બોલી શકતા નથી તેવો ભય ફેલાયેલો છે.
માજી કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાએ જણાવ્યું હતું કે આજે ૧૦,૦૦૦ જેટલી જગ્યાઓ આદિવાસીઓ માટે ખાલી છે. છતાં તે ભરી નથી અને લાયક ઉમેદવારો મળતા નથી તેવું કારણ રજુ કરીને જગ્યાઓ ભરાતી નથી અને અન્યાય કરાય છે. ૬૦ ટકા જેટલી અનામત જગ્યાઓ ખાલી છે, અને તે ભરવા માટે આ સરકાર કોઇ પ્રયત્ન કરતી નથી.
ભુતપૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધન ઝડફીયાએ આક્રમક શૈલીમાં સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે અંગ્રેજોને પણ સરમાવે તેવું આ સરકારનું વર્તન છે. સરકારના આદેશથી પોલીસ તંત્ર આ સંમેલનને નિષ્ફળ બનાવવા માટે આદિવાસીઓને આવતા રોક્યા છે. તેઓને લઇને આવતા વાહનોને અટકાવ્યા છે, ત્યારે પોલીસ તંત્ર નોંધ લેછે કે આગામી વિધાનસભાની ચૂંટણી બાદ અમે સત્તા પર આવીશું અને ત્યારે તમારે અમારા હાથ નીચે જ કામ કરવાનું છે તે યાદ રાખજો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved