Last Update : 11-June-2012, Monday

 

૧૯૯૬ની ઉતરાખંડની ઘટનાના સંદર્ભે ચુકાદો
દહેજ મૃત્યુના કિસ્સામાં આરોપીને જન્મટીપથી ઓછી રજા થઈ ન શકે ઃ સુપ્રીમ

આરોપીઓએ તેમની સજામાં દયા દાખવવા કરેલી અરજી પણ કોર્ટે નકારી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૦
સમાજમાં દહેજના મુદ્દે થતી હિંસાને સર્વોચ્ચ અદાલતે ઘણી ગંભીરતાથી લીધી છે. દહેજ માટે કરાયેલી હત્યાના કેસમાં અપરાધીઓને આજીવન કારાવાસથી ઓછી સજા ન કરવાની સર્વોચ્ચ અદાલતે હિમાયત કરી છે.
ન્યાયાધીશો સ્વતંત્રકુમાર અને રાજન ગોગોઈની બેંચે પીડિતના ઉતરાખંડના રૂરકીમાં રહેતા મુકેશ ભટનાગર (પતિ) અને તેના ભાઈએ સજામાં ઉદારતા દાખવા કરેલી અરજીને નકારી કાઢી હતી. તેમણે એવી દલીલ કરી હતી કે તેઓ યુવાન છે, તેમની માતા વૃદ્ધ છે અને ઘટના ૧૯૯૬માં બની હતી. તેથી અદાલતે સજા આપવામાં દયા દાખવવી જોઈએ.
ન્યાયાધીશ કુમારે ચુકાદો લખતી વખતે જણાવ્યું હતું કે ''અપરાધ કલમ ૩૦૪ (બી) અંતર્ગત સાબિત થયો છે. ગુનો આચરવાની રીત ખૂબ ઘાતકી હતી અને દહેજની માગ સંતોષવા માટે ગુનો આચરાયો હતો. અપરાધીઓએ અદાલત સમક્ષ બચાવમાં ખોટી રજુઆત કરી હતી કે આ દહેજ માટે થયેલું મોત નહીં પણ આકસ્મિક મૃત્યું હતું. આવા સંજોગોમાં અદાલત અપરાધીને જન્મટીપ કરતાં ઓછી સજા આપે નહીં.''
સર્વોચ્ચ અદાલતે મુકેશ ભટનાગર (પતિ), કૈલા ઉર્ફે કૈલાષવતિ (સાસુ) અને મુકેશના ભાઈ રાજેશ ભટનાગરને ૧૭મી ફેબુ્રઆરી ૧૯૯૬ના રોજ પીડિત રેણુને જીવતી સળગાવવા બદલ જાહેર કરાયેલી આજીવન કારાવાસની સજા યથાવત્ રાખી હતી. દહેજની માગ સંતોષવામાં નિષ્ફળ જતાં રેણુને જીવતી સળગાવી દેવાઈ હતી.
રેણુનું અવસાન સ્ટવ ફાટવાના કારણે થયું હોવાની અને તેને બચાવવા જતાં પોતાને ઈજા પહોંચી હોવાની મુકેશની અરજી પણ અદાલતે નકારી કાઢી હતી. બેંચે કહ્યું હતું કે સળગી રહેલી રેણુને બચાવવા જતાં થયેલી ઈજા પણ દાઝી જવાને લગતી જ હોવી જોઈતી હતી પણ આ કિસ્સામાં મુકેશ જરા પણ દાઝ્યો નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved