Last Update : 11-June-2012, Monday

 

અણ્ણા ટીમ - સરકારનું વાક્યુદ્ધ ઉગ્ર બન્યું
વડાપ્રધાન ધૃતરાષ્ટ્ર સમાન છે, તેમને ભ્રષ્ટાચાર દેખાતો નથી ઃ કિરણ બેદી

અણ્ણા ટીમ પાછળ અમેરિકાનાં સંગઠનો છે જે ભારતમાં રાજકીય અસ્થિરતા ઈચ્છે છે ઃ રવિ

(પીટીઆઇ) નવી દિલ્હી/હૈદરાબા, તા. ૧૦
ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાન ''ધૃતરાષ્ટ્ર'' સમાન બની રહ્યા છે, તેવા તીખા પ્રહારો ટીમ અણ્ણાનાં સભ્ય કિરણ બેદીએ કરતાં કોંગ્રેસે તેનો સખત વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે, ટીમ અણ્ણા તેનું યુદ્ધ હવે ''અંગત યુદ્ધ'' તરફ લઇ જઇ રહી છે. શાબ્દિક યુદ્ધમાં હવે ભાજપે પણ ઝંપલાવ્યું છે. ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપોની તપાસ કરવાની ટીમ અણ્ણાની માગણીને ટેકો આપ્યો છે. જ્યારે, કેન્દ્રના પ્રધાન વ્યાલાર રવિએ ટીમ અણ્ણા ઉપર પ્રહારો કરતાં હૈદરાબાદમાં જણાવ્યું હતું કે, તે પણ ક્યાં નિર્દોષ છે? સાથે તેવા પણ આક્ષેપો કર્યા હતા કે, તેના કાર્યકરો ભારતીય રાજકારણને અસ્થિર કરવાનાં ષડયંત્ર વતી કામ કરતા હોય તેવું લાગે છે. આ સાથે તેમણે આડકતરી રીતે તેમ પણ કહ્યું હતું કે, ટીમ અણ્ણા પાછળ અમેરિકાનો હાથ હોવાની સંભાવના છે.
બેદીએ તેમનાં ટ્વીટર પર લખ્યું હતું કે, પીએમઓએ વડાપ્રધાનને ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી મુક્ત કર્યા છે. પરંતુ, કૌરવોએ દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું, તે પછી પણ શું ધૃતરાષ્ટ્રે કૌરવોને ટેકો આપ્યો ન હતો?
અણ્ણા ટીમ કેન્દ્રમાં સત્તા પર રહેલા પક્ષ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું કારણ તે છે કે, તે જ ભ્રષ્ટાચાર સામેના અસરકારક કાયદાઓ ઘડાવી શકે તેમ છે. વિપક્ષો નહીં.
વડાપ્રધાનનાં કાર્યાલય તરફથી પાઠવવામાં આવેલા પત્રને તદ્દન દમ-વગરનો કહેતાં બેદીએ સ્પષ્ટતઃ કહ્યું હતું કે, વડાપ્રધાન અને અન્ય ૧૪ ''ભ્રષ્ટ'' પ્રધાનોની સામે, ''સીટ''દ્વારા તપાસ યોજવા માટે તા. ૨૫મી જુલાઇથી શરૃ થનારા ''કરો યા મરો''નાં ઉપવાસ આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, જો આમ નહીં કરીએ તો આપણને કદીયે ત્વરિત કાર્ય કરનારી અને બળવાન તેવી ક્રીમીનલ જસ્ટિસ સીસ્ટીમ મળવાની સંભાવના નથી.
અણ્ણા ટીમને અમેરિકાની સંસ્થાઓ દ્વારા નાણાં પૂરાં પડાતાં હોવાની શંકા વ્યક્ત કરતાં કેન્દ્રના પ્રધાન રવિએ કહ્યું હતું કે, ''અમોને શંકા છે, અને મને પણ શંકા છે કે, અણ્ણા અને તેના સાથીઓ માનવામાં આવે છે, તેટલા નિર્દોષ નથી. નહીં તો, તેમની ટીમના લગભગ દરેક અગ્રણી સભ્યોને મેગ્સેસે એવોર્ડ મળે જ ક્યાંથી?'' આ એવોર્ડને તો અમેરિકન નિધિઓ (ફાઉન્ડેશન્સ) દ્વારા નાણાં આપવામાં આવે છે.
પીએમઓમાં રહેલા એક પ્રધાન નારાયણ સામી પછી, રવિ તેવા બીજા કેન્દ્રીય પ્રધાન છે, તેમણે કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ જેવા ટીમ અણ્ણાના સભ્યોએ કરેલા આક્ષેપો અંગે તેમણે કહ્યું હતું કે, તેઓ કોઇ પોતાને પ્રમાણિક જણાવી શકે તેમ નથી. નહીં તો, હઝારે, બેદી અને કેજરીવાલ તેમ ત્રણેને રેમન મેગ્સેસે એવોર્ડ મળે જ શી રીતે તેઓનું એવું શું પ્રદાન છે કે, તેઓને આ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાજનક એવોર્ડ મળી શકે?
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved