Last Update : 11-June-2012, Monday

 

રાજકોટમાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં નરેન્દ્ર મોદી ઉવાચ
ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થશેઃ મારો વિજય નિશ્ચિત

મનમોહનસિંહે દેશને ડૂબાડયો છેઃ જ્ઞાાતિવાદ ગુજરાતમાં નહિ ચાલે સંજય જોષીના ટેકેદારો દ્વારા જોષીનાં મહોરાં પહેરીને ખુલ્લેઆમ વિરોધ

અમદાવાદ - રાજકોટ, તા.૧૦
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભારે બહુમતિથી વિજય થશે અને કોંગ્રેસનો સફાયો નિશ્ચિત છે. રાજકોટમાં આગામી ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા હોય તેમ તેમણે ગુજરાતમાં પુનઃ સત્તા હાંસલ કરવાની નેમ વ્યક્ત કરીને મોદીએ આજે કોંગ્રેસને ડૂબતું જહાજ ગણાવીને કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પોતાની અસ્તિત્વ ટકાવી રાખવાની પણ કોઇ તક નહીં મળે.
નરેન્દ્ર મોદીએ બિહાર- ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં ચાલતા જ્ઞાાતિવાદી રાજકારણની ટીકા કરી હતી. જ્ઞાાતિવાદને જાકારો આપવાનું કહી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પટેલ જ્ઞાાતિ સંમેલનો, 'પટેલવાદ' પર સીધો જ પ્રહાર કરતા હોય તેમ સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાતમાં યુપી, બિહારની માફક જ્ઞાાતિવાદને ફાલવા-ફુલવા દેવાશે નહીં. ગુજરાતમાં કોઇ પણ પ્રકારના જ્ઞાાતિવાદને નહીં ચાલવા દઇએ.
રાજકોટમાં ભાજપ પ્રદેશ કારોબારીની બે દિવસીય કારોબારીની સમાપન બેઠકને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ યુપીએ સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મનમોહનસિંહે દેશને ડૂબાડયો છે એમ કહીને તેમણે ઉમેર્યું કે યુપીએ સરકારનાં કૌભાંડો, ભ્રષ્ટાચાર અને અસહ્ય મોંઘવારીથી પ્રજા ત્રસ્ત અને હતાશ બનેલી છે.
એકબાજુ હરીફ કોંગ્રેસપક્ષ યુપીએ સરકાર અને કેશુભાઇ છાવણી પર મોદીએ પ્રહારો કર્યા હતા તો કારોબારીના સ્થળ પાસેથી સંજય જોષીના ટેકેદારોએ જોષીના 'માસ્ક' પહેરીને દેખાવો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે સંખ્યાબંધ દેખાવકારોની ધરપકડ કરી હતી. અહીં ફરી એકવાર પોસ્ટર યુદ્ધ પણ છેડાયું હતું.
ગુજરાતમાં ૩૬ સદ્ભાવના ઉપવાસથી પોતાને અંતરમનને શાંતિ મળ્યાનું કહીને મુખ્યમંત્રીએ એવો દાવો કર્યો કે ગુજરાતમાં વિકાસની રાજનીતિથી ૨૦૦૨,૨૦૦૭ની ચૂંટણી જીત્યા છીએ અને ૨૦૧૨માં આ જ નીતિથી જીતવાનો જોશ કાર્યકરોમાં જોવા મળે છે. ગુજરાત પછી અન્યોએ વિકાસની રાજનીતિ પર ચાલવું પડયું છે. અગાઉની બે ચૂંટણી કરતાય હવે અનુકૂળતા વધી છે કહીને ઉમેર્યું 'ગમે તેવા આંધી-તુફાન આવે તો પણ વિકાસની રાજનીતિ નહીં છોડીએ'
ચેનલોને ધ્યાનમાં રાખીને હિન્દીમાં બોલતા મોદીએ કહ્યું કે નેપાળ, પાકિસ્તાન, બાંગલાદેશ, સહિત ક્યાંય નહીં પણ ભારતનો જ રૃપિયો ગગડયો છે, તે માટે આર્થિક કારણો નહીં પણ કેન્દ્રની ભ્રષ્ટાચારી નીતિ કારણભૂત છે. કોંગ્રેસ હવે પોતે બચી શકે તેમ નથી તો દેશને ક્યાંથી બચાવશે? તેની સામે દેશમાં સહજ આક્રોશ છે.
કોંગ્રેસ સરકાર ઉંઘતી રહી અને વિકાસદર ૫ ટકા સુધી નીચે આવી ગયો. મોંઘવારી બેફામ વધતી રહી અને સરકાર મોંઘવારી ક્યારે ઘટશે તેની તારીખો ઉપર તારીખો આપતી રહી. પ્રધાનમંત્રી મોંઘવારી ઓછી તો ન કરી શક્યા, વાજપેયીની સરકાર વખતે હતી એ સ્થિતિ પણ લાવી શક્યા નથી. ૨૧મી સદી એશિયાની સદી છે એમ કહે છે પણ તેનો આધાર કેન્દ્ર સરકાર પર છે જે હાલની કેન્દ્ર સરકારે લોકોને નિરાશ કર્યા છે. ગુજરાતમાં કિસાનવિકાસ યાત્રાથી ઝૂકીને કેન્દ્રે કપાસ નિકાસની છૂટ દેવી પડી હતી.
આ ગુજરાતે જનતા મોરચાનો પ્રયોગ કર્યો છે અને એવો મિજાજ આજે પણ છે અને પોતાની પાસે મજબૂત ટીમ બીજેપી છે તેમ ઉમેર્યું હતું.
ત્રણસોથી વધુ આગેવાનોની હાજરીમાં યોજાયેલી બે દિવસ ચાલેલી કારોબારીમાં (૧) મોંઘવારી સામે 'કોંગ્રેસ હટાવો દેશ બચાવો' આંદોલન છેડવા (૨) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલી હરિયાળી ક્રાંતિને બીરદાવવા (૩) ગુજરાતમાં દસ વર્માં વિકાસને બીરદાવીને આ માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પાર્ટી દ્વારા અભિનંદન આપતો (૪) કોંગ્રેસ દ્વારા રાજ્યને અન્યાયને વખોડતા એમ ચાર ઠરાવો કરાયા હતા. ઉપરાંત મુંબઈમાં થયેલા ઠરાવ મૂજબ કાશ્મીર માટેની ક.૩૭૦ રદ કરવા પણ ઠરાવાયું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મહામંત્રી, ઉપરાંત રાજ્યના પાણી પૂરવઠા મંત્રી, શિક્ષણમંત્રી, સહિત પ્રધાનો અને જિલ્લા-શહેરોના હોદ્દેદારો, કારોબારી સભ્યો હાજર રહ્યા હતા જ્યારે કેશુભાઈ પટેલ સહિતના નેતાઓની હાજરી ન્હોતી.

રાજકોટમાં વિતરીત પત્રિકામાં મોદી પર આકરા પ્રહારો
'હું ખોટા અને મોટા મોટા અવાજે ભાષણો કરીને ભરમાવતો નથી'
હું સંજય જોશી છું- હુંહુંહું ને હું જ એમાં માનતો નથીઃ સત્તા માટે માનવસંહાર કરાવતો નથી, કાંચીડાની જેમ જેમ રંગ બદલતો નથી

રાજકોટ,તા.૧૦
રાજકોટમાં આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની કારોબારીમાં જે ઓડિટોરિયમમાં યોજાઈ ત્યાં સુધી પહોંચી ગયેલી પત્રિકાઓમાં લખાયેલું લખાણમાં મોદી પર સીધા તીવ્ર અને વેધક પ્રહારો હતા. નીચે અક્ષરશઃ આ લખાણ આપેલું છે.
હું સંજય જોશી છું.
હું સંઘનો સ્વયં સેવક છું.
હું બ્રાહ્મણ છું છતાં સર્વસમાજનો છું.
હું પાર્ટીનો શિસ્તબધ્ધ કાર્યકર્તા છું.
હું ગૌચર વેચતો નથી.
હું સત્તા માટે કાંચીડાની જેમ રંગ બદલતો નથી.
હું હિન્દુ સમાજને આઘાત પહોંચે, સત્તા માટે એવી સહભાવના (કે સદ્ભાવના) કરતો નથી.
હું સંજય જોશી છું.
હું પાર્ટીના કાર્યકર્તાને મજુર સમજતો નથી.
હું સત્તા માટે માનવસંહાર કરાવતો નથી.
હું ખોટા અને મોટા મોટા અવાજે ભાષણો કરી ભરમાવતો નથી.
હું વડાપ્રધાન થવા માટે વિચારધારા સાથે દગાબાજી કરતો નથી.
હું સંજય જોશી છું.
હું, હું, હું ને હું જ એમાં માનતો નથી.
કાર્યકર્તાનો
હું સંજય જોશી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved