Last Update : 11-June-2012, Monday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૬ જૂનથી મંગળવાર ૧૨ જૂન સુધી

રહસ્યમય કાર્ડ (ટેરેટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪ મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પરના ચિત્રનું અલગ અર્થઘટન હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ મૂનનું કાર્ડ તમારી દ્વિધાભરી પરિસ્થિતિ દૂર થઈ શકવાનું અને છેલ્લા કેટલાક સમયથી જે કાર્યો અંગે નિર્ણય ન લઈ શક્યા હો તે સરળતાપૂર્વક લઈ શકાય તેવા સંજોગો ઉપસ્થિત થઈ શકવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી અંગે નોંધપાત્ર નિર્ણય લઈ શકશો. તા. ૭, ૮, ૯, ૧૦, ૧૧ શુભ

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ શેરીઓટનું કાર્ડ તમારી ઇચ્છાઓની પરિપૂર્ણતા થઈ શકવાનું સૂચવી જાય છે. વર્તમાન સમય દરમિયાન તમારા જીવનમાં નવા ફેરફારો ઉદ્‌ભવશે. સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લઈ શકાશે. સ્વઆરોગ્ય માટે સાવધાન રહેવું, સામાન્ય પ્રતિકુળતા જોવાશે. મિત્રો સહાયક બનશે. તા. ૧૦, ૧૧, ૧૨ શુભ

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ ડેવીલનું કાર્ડ તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકવાનું અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકવાનું સૂચવી જાય છે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. સ્વજનો સાથે મતભેદ ઉદ્‌ભવશે. વઘુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક નીવડી શકે. તા. ૬ ૧૨ શુભ

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ સ્ટારનું કાર્ડ તમારી એકાદ મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા પુરૂષાર્થનું શુભફળ મેળવી શકાશે તથા જન્મનાં ગ્રહોની અનુકુળતા હશે તેઓએ શુભ ભાગ્યપરિવર્તનનો અનુભવ થશે. નાણાંકીય દ્રષ્ટિએ ખર્ચાઓ વઘુ પ્રમાણમાં ન થાય તે માટે કાળજી રાખવી. તા. ૬, ૭, ૮ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ એરોફન્ટનું કાર્ડ કુટુંબની વ્યક્તિઓની અપેક્ષા મુજબ તમે સહકાર આપી શકશો તથા વડીલ વ્યક્તિઓની પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. તમારી ઇચ્છાનુસાર ચાલુ સપ્તાહ દરમિયાન મહત્વનાં કાર્યોનું આયોજન કરી શકવા ઉપરાંત આનંદ મેળવી શકશો. તમારા વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૭, ૮, ૯, ૧૦, ૧૧ શુભ

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ ફૂલનું કાર્ડ કોઈપણ કાર્યમાં ઉતાવળા ન બનવા અને ધીરજપૂર્વક યોગ્ય નિર્ણયો લેવા સૂચવી જાય છે. એકાદ આશ્ચર્યજનક ઘટના તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે તેમજ નાણાંકીય દ્રષ્ટિએ લાભ પ્રાપ્ત થશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકશે. વિદેશ જવા કાર્યવાહી કરી રહેલા હોય તેઓને સરળતા રહેશે. તા. ૧૦, ૧૧, ૧૨ શુભ

 

 

તુલા (ર. ત.) ઃ The World - ટેમ્પેરન્સનું કાર્ડ તમને સંયમ જાળવવા અને આવેશને કાબૂમાં રાખવા સૂચવી જાય છે. વાણી પર સંયમ જાળવવો અન્યથા નહિ જેવી બાબતમાં કોઈની પણ સાથે વાદવિવાદ ઉદ્‌ભવશે. વડિલ વ્યક્તિઓના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકુળતા ઉદ્‌ભવશે. દરેક કાર્યમાં ધીરજ અને શાંતિ જાળવવી હિતાવહ જણાવી શકાય. તા. ૬, ૧૨ શુભ

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - સ્ટ્રેન્થનું કાર્ડ વઘુ પડતો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા મહત્વનાં કાર્યોમાં અવરોધરૂપ ન બને તે માટે કાળજી રાખવા સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથે મનદુઃખ થશે. તમારા મનમાં કોઈ ડર રહેલો હોય તો તે ભૂલી જઈ મનને પ્રફુલ્લિત રાખવા પ્રયત્ન કરજો. તમારા નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવાં ફેરફારો આવશે. તા. ૭, ૮ શુભ

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ સ્ટારનું કાર્ડ તમારા સ્વપ્રયત્નો દ્વારા મહત્વનાં કાર્યોમાં આગળ વધવા સૂચવી જાય છે જે તમને સફળતા આપશે. સમયનો સદુપયોગ કરી નિશ્ચિત કરેલા ઘ્યેયને પરિપૂર્ણ કરવા પુરૂષાર્થ કરવો લાભદાયક નીવડશે. હાલમાં ભાગ્ય પરિવર્તનદાયક સમય ચાલી રહ્યો હોઈ જન્મનાં ગ્રહો અનુસાર વત્તાઓછા અંશે શુભાશુભ ફળ મેળવી શકશો. તા. ૬, ૧૦, ૧૧ શુભ

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ એમ્પ્રેસનું કાર્ડ કોઈ વાદવિવાદમાં ન ફસાઈ જાય તે અંગે ઘ્યાન રાખવા સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓ સાથે સામાન્ય બાબતમાં મતભેદ ઉદ્‌ભવી શકે. વઘુ પડતા લાગણીશીલ ન બનશો અન્યથા નહિ જેવી બાબત તમારા માટે દુઃખદાયક બનશે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. તા. ૭, ૮, ૧૨ શુભ

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ વર્તમાન સમય તમારા ભાગ્ય પરિવર્તન અંગેનો હોવાનું સૂચવી જાય છે. જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહો અનુસાર પ્રાપ્ત થશે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટના બનશે. અવિવાહિત હોય તેઓને વિવાહ-લગ્ન અંગે યોગ્ય તક પ્રાપ્ત થઈ શકશે. ટુંકી મુસાફરીનો યોગ ઉદ્‌ભવશે. તા. ૬, ૧૦, ૧૧ શુભ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ વર્લ્ડનું કાર્ડ કોઈ કાર્યને અમલમાં મૂકતા અગાઉ તમે જો કોઈ સંશય. - ડર અનુભવી રહ્યા હશો તે દૂર થઈ શકવાનું તથા તમે જે કાંઈ કરવા ઇચ્છો છો તેનો અમલ થઈ શકવાનું સૂચવી જાય છે. કોઈપણ કાર્યને હાલ પૂરતું વિલંબમાં ન મૂકશો. તમારા માનસન્માનમાં વધારો થઈ શકે તેવો પ્રસંગ બનશે. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર મળશે. તા. ૬, ૭, ૮, ૧૨ શુભ

 

- ઇન્દ્રમંત્રી

 

ભારતીય જનતા પક્ષ - ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય


ભારતીય જનતાપક્ષની તા. ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ સવારનાં ૧૧ઃ૪૫ની મિથુન લગ્નની સ્થાપના કુંડળી જોતા જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો જણાવી શકાય કે છઠ્ઠે ચંદ્ર સાથે પસાર થઈ રહેલો રાહુ તથા વૃષભ રાશિમાં શુક્ર સાથે આવેલો ગુરૂ તેમજ ૨૩ ડિસેમ્બર સુધી ગુરૂ-રાહુની પ્રતિયુતિ પક્ષમાં મોટા પાયા પર નવાં ફેરફારો ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે જેમાં સીનીયર વ્યક્તિઓને સહન કરવાનું આવે તેમજ શિક્ષિત અને બૌદ્ધિક દ્રષ્ટિએ પ્રભુત્વ ધરાવનાર વ્યક્તિઓનું પક્ષમાં વર્ચસ્વ વધશે. ૨૮ સપ્ટેમ્બર સુધીમાં આંતરિક મતભેદો અને જૂની પેઢી-નવી પેઢીના નેતાઓ વચ્ચેનું મનદુઃખ તથા કાર્યશૈલીમાં પરિવર્તન ઊભું કરાવશે. ભાગ્યેશ શનિ પોતાની ઉચ્ચની તુલા રાશિમાં ૪ ઓગસ્ટથી નવેમ્બર ૨૦૧૪ સુધી પસાર થતો હોવાથી કેન્દ્રીય સ્તરે પુનઃ એકવાર સહુનું ઘ્યાન ખેંચી શકવાની તક પ્રાપ્ત કરી શકશે અને આયોજનપૂર્વક કાર્ય કરવામાં આવશે તેવા સંજોગોમાં સરળતાપૂર્વક સત્તા હાંસલ કરવામાં આગામી ચૂંટણીઓમાં સફળતા મેળવી શકશે.

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

ઉંચા સર્વિસ ટેક્સ અને ATF ના ભાવથી ઉડ્ડયન ક્ષેત્રને અસર ઃ અજિતસિંહ

માઓવાદીઓ દ્વારા સેનાના હેલિકોપ્ટરો તોડી પાડવાનો ભય
પૈસા લઇને અપાતા સમાચારોને ગુનો ગણવો જોઇએ ઃ એસ.વાય. કુરેશી
અભિષેક વર્માના નાણા વ્યવહાર અંગે IT વિભાગ સ્વિઝનો સંપર્ક કરશે
ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાયના થાઇલેન્ડ ઓપનમાં ચેમ્પિયન

ભારતીય એથ્લીટ ગૌવડાએ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો
પોર્ટુગલ સામે ભારે સંઘર્ષ બાદ જર્મનીએ૧-૦થી વિજય મેળવ્યો
આજે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા પર ચાહકોની નજર

રામદીનના ૧૦૭*ઃઈંગ્લેન્ડ સામે વિન્ડિઝે ૪૨૬ રન ખડક્યા

રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved