Last Update : 11-June-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૧-૬-૨૦૧૨ સોમવાર
જેઠ વદ આઠમ - પંચક છે.
કચ્છ-માંડવી, ઘનશ્યામજીનો ઉત્સવ.
વાદળથી આચ્છાદિત આજનો ચંદ્ર શુભ!
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૦ ક. ૧૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વા ભાદ્રપદ રાત્રે ૪ ક. ૪૩ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃષભ, મંગળ-સિંહ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧૦ ક. ૧૫ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મઋતુ, રા.દિ.જે.૨૧
માસ-તિથિ-વાર ઃ જેઠ વદ આઠમને સોમવાર.
- આજે પંચક છે - કાલાષ્ટમી છે.
- કચ્છ-માંડવી, ઘનશ્યામજીનો ઉત્સવ.
- ચંદ્ર વાદળોથી આચ્છાદિત રહે તો પૃથ્વી પર સારો વરસાદ થાય! આજે ચંદ્ર, નિર્મળ હોય તો વરસાદમાં અવરોધ ખેંચ!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૮ રોજ જમીઆદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા છતાં કામની પ્રગતિ, સફળતાથી હળવાશ રાહત અનુભવો.
વૃષભ ઃ બજારોની, હવામાનની ફેરફારીમાં, નોકરી ધંધાના કામમાં કાળજી, સાવધાની રાખવી. ઉતાવળીયો નિર્ણય કરવો નહીં.
મિથુન ઃ કુટુંબ, પરિવારના કામ અંગે બહાર જવાનું થાય. કોઈને આકસ્મિક મળવાનું થતાં આનંદ અનુભવો. નોકરીનું કામ થાય.
કર્ક ઃ શેરોમાં, નોકરી ધંધામાં આજનો સોમવાર આકસ્મિક ચિંતા-ઉપાધિ-રૃકાવટનો રહે. તમારું કામ અટકે, તકલીફ વધે.
સિંહ ઃ નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો પરંતુ રાત્રિ અનિંદ્રા-ચિંતા-વિચારોના કારણે અસ્વસ્થતાવાળી જણાય.
કન્યા ઃ માનસિક પરિતાપ, શરીરમાં કળતર, દુખાવો, સુસ્તી, કંટાળો અનુભવાય. નોકરી ધંધાનું કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે.
તુલા ઃ વાણીની મીઠાશ અને વ્યવહારની નમ્રતા તમારા કામની પ્રગતિ-સફળતામાં વધારો કરે પરંતુ અધીરાઈ, લોભ-લાલચ નુકસાન કરે.
વૃશ્ચિક ઃ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે, પુત્ર પૌત્રાદિક, પત્નીના કારણે તમારા રોજીંદા કામમાં વિલંબ થાય, રાહ જોવી પડે.
ધન ઃ નોકરી ધંધાના કામમાં, બજારોની હવામાનની ફેરફારીમાં નુકસાન, વ્યય થાય નહીં તેનું ધ્યાન રાખવું. હરિફવર્ગથી ચિંતા રહે.
મકર ઃ આપના જુના સંબંધો તાજા થાય, કોઈને મળવાનું થાય. સંતાન, પરિવારના, નોકરી ધંધાના કામમાં હળવાશ, રાહત રહે.
કુંભ ઃ નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં, મકાન-વાહનની પ્રશ્નમાં, પુત્ર પૌત્રાદિકના આરોગ્ય, વિદ્યાભ્યાસના તેમજ સાંસારિક પ્રશ્નમાં ચિંતા રહે.
મીન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ શ્રમ-થાક-ચિંતા બેચેની અનુભવો. ઉશ્કેરાટ ગુસ્સો, નકારાત્મક વિચારો આવ્યા કરે.

જન્મ તારીષ વર્ષ સંકેત
તા. ૧૧ જુન
આપની કારકિર્દી-ભાગ્યોદય માટે આજથી શરૃ થતા જન્મવર્ષમાં અવાર નવાર રૃકાવટ ચિંતા મુશ્કેલી અનુભવાય પરંતુ ધર્મકાર્યથી મનની શાંતિ-હળવાશ અનુભવાય તેમજ તમારા કામકાજમાં એકાગ્રતા જાળવી શકો. વિશેષમાં...
* નોકરીમાં ઉપરી અધિકારી બદલાવાથી, કામની ફેરફારી થવાથી, સ્થળાંતર થવાથી તમે મુશ્કેલી અનુભવો. કામ વધારે અને ફળ ઓછું જણાય.
* ધંધામાં જોખમી નાણાંકીય નિર્ણયો કરવા નહીં. માલનો ભરાવો કરવો નહીં. વર્ષના ઉત્તરાર્ધમાં ધંધો આવકવાળો રહે.
* સ્ત્રી વર્ગને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હળવાશ-રાહત થતી થાય. પતિ-સંતાન-પરિવારની પ્રગતિ થાય. ધર્મકાર્ય થાય.
* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ થતી જાય. આત્મવિશ્વાસ વધતો જાય. તા. ૮ જુન
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ભાગ્યોદય, પ્રગતિનું રહે. તમારી મહેનતનું શુભ ફળ મળવાની શરૃઆત થાય. તમારી આવક, સુખ સંપત્તિમાં વધારો થાય. વિશેષમાં...
* જન્મવર્ષના પ્રારંભે મકાન-મીલ્કત-વાહનના પ્રશ્નમાં ચિંતા-ખર્ચ જણાય. સગા સંબંધી-મિત્રવર્ગની-માતૃપક્ષની ચિંતા રહે. પડવા વાગવાથી, બિમારીથી, વાહનથી જન્મનો પ્રથમ મહિનો સંભાળવો પડે.
* નોકરી-ધંધામાં તમારી મુશ્કેલી-રૃકાવટ દૂર થવાના કારણે, સારી તક પ્રાપ્ત થવાના કારણે તમારા હૃદય-મનની પ્રસન્નતા-આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક સુખ-સંપત્તિ વધે, ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય.
* પુત્ર પૌત્રાદિકની ચિંતા હળવી થાય. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં પ્રગતિ જણાય.
* સ્ત્રીવર્ગને ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પતિ-સંતાનની પ્રગતિથી પરિવારની સુખ-સંપત્તિ વધે.
* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સારી તક પ્રાપ્ત થાય. સ્થળાંતર થાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ધોનીને ભજ્જી કહી રહ્યો હતો... ‘‘અમે જાણી જોઈને મેચ હારી ગયા...’’
‘‘કેમ, એમ?’’ ધોનીએ પૂછયું.
‘‘કારણ કે,’’ ભજ્જીએ જવાબ આપ્યો, ‘‘જે જીતે એને ભેટમાં જે મોટર મળવાની છે એ પેટ્રોલથી ચાલનારી છે...’’

[Top]
 

આજ ની રેસીપી

ઝટપટ બનતી વાનગીઓ

ચણા ભટૂરે

 

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો ચાળેલો, ૨ ચમચી સોજી, ૧ ચમચી સોડા, ૧/૨ ચમચી મીઠું.

 

રીતઃ મેંદામાં મીઠું અને સોજી ભેળવીને સોડા નાખી લોટ બાંધો. કઢાઈમાં ઘી ગરમ કરી ભટૂરાં તળી લો. અગાઉથી તૈયાર કરેલાં ચણા સાથે સર્વ કરો.

 

નોંધઃ જો ચણા બાફેલાં હોય તો બે ચમચા ઘી ગરમ કરો. એમાં આદું, બે લીલાં મરચાં સમારીને નાખો. બે ચમચા ચણા મસાલો નાખી સાંતળો. તે તેમાં ચણા નાંખો. હવે મીઠું, લીંબુનો રસ અને એક કપ પાણી નાંખીને દસ મિનિટ ચઢવા દો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved