Last Update : 10-June-2012, Sunday

 

જુની નિશાળો.. નવી સ્કૂલો..

 
વેકેશન પૂરું થયું.. સોમવારથી સ્કુલો ચાલુ !
પણ જુના જમાાની નિશાળો અને નવા જમાનાની સ્કૂલોમાં ઘણો ફરક છે...
* * *
એ વખતે છોકરાંઓ નિશાળમાં ‘ભણવા’ જતાં હતાં...
આજે તો છોકરાંઓ કલાસીસમાં જે ભણ્યા હોય એનું ‘રિવીઝન’ કરવા જ સ્કૂલમાં જાય છે !
* * *
તે વખતે બાળમંદિરની બહાર એવાં દ્રશ્યો જોવા મળતાં હતાં કે બાબો રડવા જેવો થઇ ગયો હોય, મમ્મી સમજાવતી હોય, પપ્પા ટેન્શનમાં હોય, બંનેના હાથમાં વોટરબેગ અને નાસ્તાના ડબ્બા હોય..
આજે એવાં દ્રશ્યો બારમાની ‘એકઝામ’ વખતે જોવા મળે છે !
* * *
પહેલાના જમાનામાં શિક્ષકો ઠોઠ છોકરાંઓને ટયૂશન રાખવાનું કહેતા હતા...
આજે બિચારા ઠોઠ છોકરાનું ટયૂશન રાખવા કોઇ તૈયાર જ નથી ! સારા ટયૂશન કલાસમાં જવું હોય તો માર્ક પણ સારા લાવવા પડે છે !
* * *
એ વખતે મમ્મીઓ કહેતી ઃ ‘આખો દહાડો રમ રમ કરે છે, ઘરમાં બેસતો જ નથી..’
આજે મમ્મીઓ કહે છે ‘આખ્ખો દહાડો ઘરમાં ટીવી અને કોપ્યુટરની સામે ચોંટી રહે છે !’
* * *
એક સમય એવો હતો કે છોકરાઓના લાંબા ‘વાળ’ જો સાહેબ કાતરથી કાપી નાંખે તો નિશાળમાં હાહાકાર મચી જતો હતો...
આજે તો માત્ર એક ‘માર્ક’ કાપો ત્યાં તો મમ્મીઓનાં ધાડાં હાહાકાર મચાવવા ધસી આવે છે !
* * *
એ વખતે જો કોઈ છોકરો એસએસસીમાં ૧૦-૧૨ કે ૨૦-૨૨ માર્ક લઈને ઘેર આવે તો બાપા ચીડાઈને છેક પોળના નાકા સુધી એને મારવા દોડતા !
આજે જો એવા માર્ક આવે તો બાપા પેપર ખોલાવવા માટે છેક ગાંધીનગર સુધી દોડે છે !
* * *
એ વખતે નિશાળનાં છોકરાંઓને વારંવાર લાઈનમાં ઊભા રહેવું પડતું હતું..
આજે વાલીઓ ડોનેશન આપવા માટે લાઈનમાં ઊભા હોય છે !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved