Last Update : 10-June-2012, Sunday

 
ન્યાયતંત્રની અન્યાયી ગતિ

કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકેની લગભગ અડધી મુદતે પહોંચી ચૂકેલા પી.ચિદમ્બરમ્‌ ૨૦૦૯માં ન્યાયી રીતે લોકસભાની ચૂંટણી જીત્યા હતા? ઢંગધડા વગરનો લાગી શકે એવો આ સવાલ હજુ સુધી પૂછાતો રહ્યો છે અને તેનો સંતોષકારક જવાબ મળવાનો બાકી છે. તામિલનાડુની સિવગંગા બેઠક પરથી ઓલઇન્ડિયા અન્નાડીએમકેના હરીફ રાજા કન્નપ્પનને હરાવીને ચિદમ્બરમ્‌ લોકસભાના સાંસદ બન્યા હતા. પરંતુ કન્નપ્પને ચિદમ્બરમ્‌ની ચૂંટણી અન્યાયી હોવાની રજૂઆત ચેન્નઇ હાઇ કોર્ટ સમક્ષ કરી હતી.


કન્નપ્પનની ૨૮ ફકરાની રજૂઆતમાંથી આટલા સમયે ચેન્નઇ હાઇકોર્ટે તેમાંથી બે ફકરા કાઢી નાખવાનો આદેશ આપ્યો છે. એ બે ફકરામાં ચિદમ્બરમે કેન્દ્રીય મંત્રી તરીકે સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં વિવિધ અધિકારીઓ તથા બેન્ક અધિકારીઓને પણ કામે લગાડ્યા હોવાનો આરોપ હતો. એ અંગે ટિપ્પણી કરતાં અદાલતે કહ્યું કે એ આરોપો અંગે ફરિયાદીએ નક્કર વિગતો આપી નથી. જેમ કે, બેન્કનું નામ, અધિકારીઓનું નામ, તેમને ક્યાં કામે લગાડાયા હતા, તેમની કામગીરીના સ્થળ-સમય વગેરે. આમ, પ્રાથમિક વિગતોના અભાવે ફરિયાદમાંથી આ બે ફકરા દૂર કરવા જોઇએ.


ગૃહમંત્રી ચિદમ્બરમે પોતાની ચૂંટણી સામેની ફરિયાદમાં ૨૮માંથી ૨૫ ફકરા કાઢી નાખવા માટે રજૂઆત કરી હતી, પણ હાઇકોર્ટે તેમની વિનંતી માન્ય રાખી નહીં. હાઇકોર્ટે કહ્યું કે ચૂંટણીટાણે ભ્રષ્ટાચાર અને રૂપિયાની વહેંચણના આરોપો અંગે પૂરતી વિગતો ન હોવાથી, એ આરોપો પણ પડતા મૂકવા જોઇએ, એવી ચિદમ્બરમ્‌ની રજૂઆત આ તબક્કે માન્ય રાખી શકાય એમ નથી. તેની તપાસ વિગતવાર ઢબે અદાલતી કાર્યવાહી દ્વારા કરવાની રહેશે. ચિદમ્બરમ્‌ અગાઉ પણ પોતાની સામેની ફરિયાદ રદબાતલ કરવા માટેનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે.


આ મુદ્દે તેમની બીજી વખતની નિષ્ફળતા પછી વિપક્ષોએ રાબેતા મુજબ, લગભગ ઔપચારિકતાના ધોરણે, તેમનું રાજીનામું માગ્યું. ચિદમ્બરમે પણ ગાલ લાલ રાખતાં કહ્યું કે ફરિયાદમાંથી બે ફકરા દૂર કરવાના આદેશને લીધે મારી નહીં, પણ મારા હરીફની પીછેહઠ થઇ છે. આ બન્ને બાબતોમાં ભારોભાર અતિશયોક્તિ છે. આરોપો બદલ કેસ ચાલતો હોય એવા નેતાઓએ રાજીનામાં આપવાનું સર્વમાન્ય ધોરણ હોય તો કેન્દ્ર-રાજ્યમાં કંઇકની નોકરીઓ જતી રહે. એવી જ રીતે, ચિદમ્બરમે બે ફકરા દૂર કરવાનો મુદ્દો આગળ કરે, હકીકતમાં અદાલતે ૨૩ ફકરા રહેવા દીધા છે અને તેની પર આગળ અદાલતી કાર્યવાહી ચલાવવાનો નિર્દેશ આપ્યો છે, એ વધારે અગત્યનું છે. પરંતુ નાગરિક તરીકે થતો સૌથી મહત્ત્વનો સવાલ છેઃ આ બઘું ક્યારે થશે?


ચિદમ્બરમ્‌ સાંસદ તરીકેની અડધી મુદત પૂરી કરી ચૂક્યા છે ત્યારે અદાલત હજુ તો, તેમની સામેના આરોપીની વિગતવાર તપાસ કરવી પડશે એવું કહે છે. તો આ તપાસ પૂરી ક્યારે થશે? અને તેનો ચુકાદો ક્યારે આવશે? ચિદમ્બરમ્‌ની મુદત પૂરી થઇ ગયા પછી? આ શક્યતાને હસી કાઢવા જેવી નથી. ભૂતકાળમાં એવા દાખલા છે કે ઉમેદવારની મુદત પૂરી થવામાં હોય અને તે આગામી ચૂંટણીમાં પોતાની ઉમેદવારીનો પ્રચાર કરતા હોય, ત્યારે તેમની અગાઉની ચૂંટણી રદબાતલ જાહેર થાય. એવા કિસ્સામાં અદાલત સાંસદ તરીકેનો પગાર પાછો મેળવવાનું પગલું ભરે છે, જે દેખીતી રીતે અપૂરતું છે અને કેસ જીતનાર હરીફને તે ન્યાય અપાવી શકતું નથી. સરવાળે, હારનાર જીતી જાય છે અને જીતનાર હારી જાય છે. ખોટી રીતે ચૂંટાઇ ગયેલા સાંસદે પાંચ વર્ષ દરમિયાન સત્તાનો ભોગવટો કર્યો હોય અને તેના કારણે તેનાં મૂળીયાં મજબૂત બન્યાં હોય, તેમાં ચૂંટણી રદબાતલ ગણવાના અદાલતના ફેંસલાથી કશો ફરક પડતો નથી. નૈતિક રીતે ફેર પડી શકે, પણ હવે એકેય રાજકીય પક્ષ નૈતિકતાની વાત કરી શકે એમ નથી અથવા દરેક રાજકીય પક્ષ સામા પક્ષનાં નૈતિક સ્ખલનો વિશે જ ઉછળી ઉછળીને વાત કરી શકે એમ છે. અરીસો જોવાની ત્રેવડ કોઇમાં નથી.


આ સ્થિતિમાં ચૂંટણીન ન્યાયીપણાને પડકારતા કેસ આટલો લાંબો સમય ચાલ્યા કરે તે કોઇ રીતે શોભાસ્પદ નથી. તેનાથી લોકશાહી અને ન્યાયતંત્ર બન્નેને ધબ્બો લાગે છે. ચિદમ્બરમે પોતાની સામેના કેસને બિનમહત્ત્વનો ગણાવવા માટે કહ્યું છે કે ૨૦૦૯ની લોકસભા ચૂંટણી પછી, તેના ન્યાયીપણાને પડકારતી ૧૧૧ રજૂઆતો થઇ છે. એટલે કે લગભગ પાંચમા ભાગના લોકપ્રતિનિધિઓ યોગ્ય રસ્તે ચૂંટાયા છે કે નહીં, તેનો ફેંસલો અદાલતોના હાથમાં છે. સામાન્ય નાગરિક તરીકે રોષ પેદા કરે એવી બીજી હકીકત એ છે કે ચૂંટણીમાં નાણાંની અઢળક બોલબાલા અને અમર્યાદ ભ્રષ્ટાચાર થાય છે, એ જગજાહેર હકીકત છે. આ પ્રકારના ગુના અદાલતમાં સાબીત કરવાનું એટલું સહેલું નથી. કારણ કે તેમાં રૂપિયા આપનાર અને લેનાર- એમ બન્ને પક્ષોની સામેલગીરી હોય છે. ફરિયાદ કરનારાનો મુખ્ય વાંધો પણ એ જ હોય છે કે પોતાના રૂપિયા ઓછા પડ્યા. આ સચ્ચાઇ ઘ્યાનમાં રાખતાં, અસરકારક ચૂંટણીસુધારા અને ઝડપી ન્યાયપ્રક્રિયા વિના સંપૂર્ણપણે ન્યાયી ઢબે ચૂંટણીઓ પાર પાડવાનું અશક્ય લાગે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved