Last Update : 10-June-2012, Sunday

 

સોમવારથી સ્કૂલો શરૂ થશે ત્યારે

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર

 

- સ્કુલ શરુ બાળકની થવાની હોય અને પેરેન્ટસ ટેન્શનમાં આવી જાય છે. ૬ લાખ સ્ટુડન્ટસ માટે સ્કુલબેગ, શૂઝ, સ્ટેશનરી મળી પાંચ હજાર સહેજેય થાય છે. બાકી કેટલાક ટાબરીયા ટી.વીની જાહેરાતો જોઈ પાંચ હજારના તો શૂઝની જ ડિમાન્ડ કરે છે

ડેડી મારી સ્કુલ આવતા વિકથી સ્ટાર્ટ થઈ રહી છે અને હજુ તો સ્કુલ બેગ અને યુનિફોર્મ પણ નથી આવ્યાં. પોતાના પુત્રએ સવાલ કરતાં જ મહિને ૨૨ હજારનો સેલેરી ઘરાવતા ડેડી અચાનક ટેન્શનમાં આવી જાય છે. તેઓ ત્રીજા ઘોરણમાં ભણતા પુત્ર માટે અત્યાર સુઘી સ્ટેશનરી, શૂઝ તેમજ અન્ય આઈટમ સહિત ચાર હજારનો તો ખર્ચ કરી ચૂક્યાં છે. જ્યારે બીજા ત્રણ હજારનો ખર્ચ બાકી છે. આ તો માત્ર સ્ટેશનરી અને પરચૂરણ ખર્ચ જ છે. બાકી ફી તેમજ અન્ય ખર્ચની તો હજુ વાત જ નથી. કેટલીક સ્કુલો વેકેશન પછી સોમવારથી શરુ થઈ રહી છે જ્યારે કેટલીક થોડાક જ દિવસોમાં સ્ટાર્ટ થઈ જશે ત્યારે અમદાવાદમાં ૬ લાખ કરતાં વઘારે સ્ટુડન્ટસ ભણવા માટે જરુરી વસ્તુઓનો આ જુનમાં પોતાના પેરેન્ટસ પર ૩૦ કરોડ કરતાં પણ વઘારે રુપિયાનો બોજો પડ્યો છે. આ તો હજુ સ્ટુડન્ટસ દીઠ પાંચ હજારની સામગ્રીના જ થાય છે બાકી કેટલાક ટાબરીયા એવા પણ છે જે ટી.વી પરની જાહેરાતો જોઈ માત્ર પાંચ હજારના તો શૂઝની જ ડિમાન્ડ કરે છે. એક તરફ ભાર વિનાના ભણતરની વાતો થાય છે જ્યારે બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે દિવસેને દિવસે શહેરના જ નહી નાના પ્લેસ પર રહેતા પેરેન્ટસ પણ જાણે પોતાના માટે જીવવા કરતાં બાળકના ભણતર પાછળ સર્વસ્વ હોમી દેતા હોય છે.
જૂન મહિના માટે અમારે અગાઉથી જ પ્લાનંિગ કરવું પડે છે પંકજ શુક્લ કહે છે, આ માસમાં સૌથી વઘારે રુપિયા ખર્ચાઈ જાય છે. એક તો બાળકનું વેકેશન હોય એટલે તે દરરોજ અહી જવું છે ને મને આ લાવી દો તેમાંજ ખર્ચ થાય છે જ્યારે સ્કુલો શરુ થવાની હોય તેના બે ત્રણ દિવસ અગાઉથી તેઓ પોતાની ડિમાન્ડો શરુ કરે છે. તેમાં સ્કુલબેગ, શૂઝ, સારામાં સારી નોટબૂક્સ અને ચોપડા તેમજ અન્ય વરાયટીનો સમાવેશ થાય છે. જુનમાં પાંચમામાં ભણતા મારા બાળક માટે સહેજેય ૬ હજારનો ખર્ચ થઈ જાય છે.
હું તો જાણે નોકરી જ મારા બાળકને ભણાવવા માટે કરતો હોઉં તેવું મને લાગે છે અવિનાશ ગોહિલ કહે છે, એક તો હાલ મંદીનું વાતાવરણ અને અમારા જેવાની પ્રાઈવેટ નોકરી તેમાં બાળકોને ભણાવવા એક ચેલેન્જ જેવું લાગે છે. અમારા સમયમાં રમતાં રમતાં ભણી જતાં કે ખબર પણ પડતી ન હતી. જ્યારે હવે તો સ્કુલ તરફથી એવું તો લાંબુ લિસ્ટ અપાય છે કે તેની ખરીદીમાં જ અડઘો પગાર ખર્ચાઈ જાય છે. જો કે માર્કેટમાં હવે એજ્યુકેશન લોન મળે છે એટલે થોડીક રાહત થાય છે બાકી અમારા જેવા માટે તો એક સાંઘો ને તેર તૂટે તેવી હાલત હોય છે. બીજા દેશોમાં એજ્યુકેશન ફ્રીમાં મળે છે તેવું આપણા દેશમાં પણ અમલી બને તો માં બાપનં ઘણી રાહત થઈ જાય. ખરેખર ભણવા માટેનો ખર્ચ ઠીક છે થોડો થાય પણ તે એટલો બઘો તો ન જ હોવો જોઈએ કે ઘરનું બજેટ ખોરવાઈ જાય.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved