Last Update : 10-June-2012, Sunday

 

કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

૧૬ વરસનો ગૌતમ ગાવબા ડિસેંબર સુધી સ્કૂલે પણ નહોતો જઈ શક્યો

મુંબઈ,તા.૯
હાડકાના કેન્સરને લડત આપીને સીબીએસઈની દસમાં ધોરણની પરીક્ષામાં ૯૩.૨ ટકા માર્કસ લાવનાર ૧૬ વરસના ગૌતમ ગાવબાને ઉપનગરની એક કોલેજ રૃા.૩.૫ લાખની સ્કોલરશીપ ઓફર કરી છે. આ રકમમાંથી એનો આવતા બે વરસનો શિક્ષણ ખર્ચ નીકળી જવા ઉપરાંત આઈઆઈટી-જીના કોચિંગની ફી પણ ચુકવાઈ જશે.
ગયા વરસે, કાંદિવલી (પશ્ચિમ)ની ટી.પી. ભાટિયા કોલેજ આઈઆઈટીમાં જોડાવા ઉત્સુક ૧૦ લાયક વિદ્યાર્થીઓ માટે એક સ્કોલરશીપ સ્કીમ શરૃ કરવાનું નક્કી કર્યું હતું. 'નિર્ણય ગયા વરસે લેવાયો હતો પણ એ થોડો મોડો હતો. એટલે અમને સ્કોલશીપ માટે કોઈ વિદ્યાર્થી મળ્યો નહિ. આ સ્કોલરશીપ મેળવનાર ગૌતમ પહેલો વિદ્યાર્થી છે અને એનાથી વધુ લાયક વિદ્યાર્થી અમને મળત પણ નહિ.' એમ કોલેજના પ્રિન્સીપલ સંગીતા શ્રીવાસ્તવને જણાવ્યું હતું. ગૌતમે આ કોલેજની સાયંસ સ્ટ્રીમમાં એડમિશન લઈ પણ લીધું છે.
ગૌતમની માતા જ્યોતિ ગાવબા આ સમાચાર જાણીને ખુશ છે. 'અમારા બધા માટે આ એક ગર્વનો પ્રસંગ છે. ગૌતમે ખરેખર બહુ મહેનત કરીને જાતે જઆ સિદ્ધિ મેળવી છે.'એમ તેમણે જણાવ્યું હતું.
ગૌતમ રામ રત્ન વિદ્યા મંદીરમાં દસમાં ધોરણમાં ભણતો હતો. ત્યારે એને બહુ જુજ દર્દીઓને થતુ બોન (હાડકાનું) કેન્સર થયું હતું. દર ૨૧ દિવસે એણે કેમોથેરપી કરાવવી પડતી હોવાથી અને ક્લાસમાં એ બેસી ન શકે એટલો દુબળો પડી ગયો હોવાથી ગયા વરસના ડિસેંબર મહિના સુધી એ સ્કૂલે નહોતો જઈ શક્યો. કેન્સરની સારવારના ભાગરૃપે એના પર સર્જરી કરી ખભાથી કોણી સુધીનું એના જમણાં હાથનું એક હાડકું કાઢી લઈ એની જગ્યાએ ઈમપ્લાન્ટ બેસાડી દેવાયું. પરંતુ ગૌતમે એની બિમારીને એના અભ્યાસ આડે આવવા ન દીધી સામાન્ય જીવન જીવવા કટિબદ્ધ ગૌરવ પોતાની માતા અને જોડિયા ભાઈ ગૌરવની મદદથી ટૂંક સમયમાં સ્કૂલમાં પાછો ફર્યો. 'જાન્યુઆરીથી એણે સ્કૂલમાં હાજરી આપવાનું શરૃ કર્યું.પરંતુ એ અભ્યાસક્રમનો ઘણો બધો ભાગ ભણવાનું ચુકી ગયો હોવાથી ક્લાસમાં શું ભણાવાતું હતું એ ગૌતમ સમજી નહોતો શકતો, એમ જણાવતા જ્યોતિબેને ઉમેર્યું હતું કે 'સ્કૂલની પરમિશન લઈને એણે ક્લાસમાં હાજરી આપવાનું બંધ કરી દીધું. હવે એણે લાઈબ્રેરીમાં બેસીને પોતાની મેળે અભ્યાસ કરવા માડંયો. કેન્સર જેવી ગંભીર બિમારી છતાં બોર્ડની પરીક્ષા આપતી વખતે ગૌતમે રાઈટર્સની મદદ નહોતી લીધી.
હાલ કેમોથેરપીની આડઅસરોમાંથી બેઠાં થઈ રહેલા ગૌતમને ડોક્ટરોએ 'ભયમુક્ત' જાહેર કર્યો છે. ફરીથી રોગ ઉથલો ન મારે એ માટે એણે દર ત્રણ મહિને ચેક-અપ માટે જવું પડે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved