Last Update : 10-June-2012, Sunday

 

એહમદ પટેલની મુખરજી સાથે મંત્રણા
કોઈ પોતાની ઇચ્છાથી રાષ્ટ્રપતિ બની ન શકે, કોંગ્રેસ નિર્ણય લેશે ઃ પ્રણવ

કોંગ્રેસે હજી સુધી નિર્ણય નથી લીધો પરંતુ યુપીએના સાથી પક્ષો સાથે મંત્રણાઓ કરી લીધી

(પીટીઆઈ) કોલકત્તા/નવી દિલ્હી, તા. ૯
રાષ્ટ્રપતિ પદ માટે પોતાનાં નામની ચર્ચાએ વેગ પકડવા સાથે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા માત્રથી રાષ્ટ્રપતિ બની શકે નહીં. વાસ્તવમાં કોંગ્રેસ જ આ પ્રશ્ન અંગે નિર્ણય લેશે. તો બીજી તરફ કોંગ્રેસે તેમ જાહેર કરી આશ્ચર્ય સર્જ્યું હતું કે હજી સુધી કોઈનાં નામ અંગે નિર્ણય લેવાયો નથી.
મુખરજીએ આજે કોલકાતા સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારોને કરેલાં સંબોધનમાં જણાવ્યું હતું કે પક્ષ જેમના વિષે નિર્ણય લે તે જ પક્ષના ઉમેદવાર બની શકે. કોઈ પણ વ્યક્તિ પોતાની મેળે રાષ્ટ્રપતિ બની જ ન શકે.
જ્યારે યુપીએના સાધનોએ ગઈકાલે તેમ પણ જણાવી દીધું હતું કે કોંગ્રેસ કારોબારીએ પક્ષના ઉમેદવારની પસંદગી પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી ઉપર જ છોડી છે. તેઓ ૧૫મી જૂન આસપાસ પક્ષના ઉમેદવારની જાહેરાત કરે તેવી સંભાવના છે જે તેઓ ચૂંટણીપંચ દ્વારા આ ચૂંટણી સંબંધી જાહેરાત કરાયા પછી એક બે દિવસમાં જ કરશે.
દરમિયાન સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલે ગઈકાલે નોર્થ બ્લોક સ્થિત મુખરજીની ઓફીસમાં તેમને મળ્યા હતા.
સાધનો વધુમાં જણાવે છે કે, રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર સંબંધે કોંગ્રેસ તેના મહત્ત્વના સાથી પક્ષો ડીએમકે, એનસીપી અને આરએલડીનો તેમજ કેન્દ્રની યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલા સમાજવાદી પક્ષનો તો ટેકો મેળવી જ લીધો છે.
યુપીએ સરકારને બહારથી ટેકો આપનાર પક્ષ બસપા તથા યુપીએનો બીજા ક્રમાંકનો સૌથી મોટો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ યુપીએના ઉમેદવારનો વિરોધ કરશે નહીં.
આજે મુખરજી તેમનાં નિવાસસ્થાને પત્રકારોને કરેલાં સંબોધન સમયે પત્રકારોએ તેઓને પૂછ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી પંચાયતોની ચૂંટણી તૃણમૂલે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. તો તે વિષે આપને શું કહેવું છે? ત્યારે નાણાં પ્રધાને તેટલું જ કહ્યું હતું કે, આ અંગે પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ નિર્ણય લેશે.
બીજી તરફ કોંગ્રેસના મિડીયા ડીપાર્ટમેન્ટના વડા અને મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ પત્રકારોને કરેલાં સંબોધનમાં યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે કહ્યું હતું કે, આ અંગે અમે અમારા સાથી પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ હજી સુધી કોઈ નામ નિશ્ચિત કરાયું નથી. સાથે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, આથી વધુ હું કશું જ કહેવા માગતો નથી.
માધ્યમોમાં અત્યારે તે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે કોંગ્રેસ નેતાગીરીએ મુખરજીનાં નામની ચર્ચા તેના સાથી પક્ષો ડીએમકે, આરએલડી અને એનસીપી સાથે કરી જ લીધી છે અને તેમનો ટેકો પણ મેળવી લીધો છે. ગઈકાલે કોંગ્રેસનાં કોર-ગુ્રપની બેઠક પણ મળી હતી જે પછી જ પક્ષ પ્રમુખના રાજકીય સલાહકાર એહમદ પટેલ મુખરજીને નોર્થ બ્લોક સ્થિત તેમની ઓફીસમાં મળ્યા હતા. જોકે કોર-ગુ્રપમાં શી ચર્ચા થઈ તે વિષે કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરાઈ નથી. પરંતુ વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધી ગઈકાલે મળ્યા હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજે યોકોવિચ અને નડાલ વચ્ચે ફ્રેન્ચ ઓપનનો હાઇપ્રોફાઇલ ફાઇનલ જંગ

શારાપોવા એરાનીને હરાવીને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની
આઇપીએલના સ્ટિંગ ઓપરેશન અંગે બીસીસીઆઇની તપાસ પુરી
સાયના નેહવાલનો થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

યુરો કપ ઃ રશિયાનો ૪-૧થી ચેક રીપબ્લીક સામે આસાન વિજય

ગત અઠવાડિયે ૧૦૦૦ની પોઇન્ટની તેજી છતાં વજનદાર શાંતિ કેમ?
સોનામાં તીવ્ર ઉછાળોઃ બિસ્કીટમાં પણ રૃ.૧૫૦૦ની તોફાની તેજી
અમેરિકામાં સોયાતેલમાં પડેલા ગાબડાં
કેન્સર સામે લડીને ધો. દસમાં ૯૩ ટકા લાવનારાને કોલેજની ૩.૫ લાખની સ્કોલરશિપ

પરિવાર વિરુદ્ધ લગ્ન કરનાર યુગલ પર પરિવારજનોનો ગોળીબાર

રાજ્યમાં નોંધાતા ગર્ભપાતોમાં છેલ્લાં ત્રણ વરસમાં પ્રચંડ વધારો
રામદેવ નવમી ઓગસ્ટથી આંદોલન ચાલુ કરશે
ઓડિશામાં ૩.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ
રિઝર્વ બેન્કની વર્ષમાં ૧૨ના બદલે ૩૦ વાર રેમિટન્સ સ્વિકારવાની ભારતીયોને છૂટ

સત્યમનાં ફાઉન્ડર રાજૂની ૪૪ મિલ્કતો જપ્ત કરવા આંધ્ર સરકારની મંજૂરી

 
 

Gujarat Samachar Plus

છ લાખ સ્ટુડન્ટ્‌સના પેરેન્ટસ પર ૩૦ કરોડના ભણતરનો ભાર
દિકરાને પેરેન્ટ્‌સ નહી પૈસા વ્હાલા..
ઓનલાઈન એડમિશન પ્રોસેસ રામભરોસે
બોલિવૂડ ડાન્સ પર્ફોમર સેનોબર કબીર કહે છે ગુજરાતી કલ્ચર રિચ છે
યંગસ્ટર્સમાં મેચંિગ ડ્રેસઅપ નો રંગ...
સમરમાં બ્લેક પડેલા ફેસને નેચરલ ગ્લો આપો
ગર્લ્સમાં ૭૦ના દશકની વંિગ્ડ આઇ લૂક ફેવરીટ
ઘરમાં આઘ્યાત્મિક વાતાવરણ ઉભુ કરવા માટે બુદ્ધની પ્રતિમા દ્વારા હોમ ડેકોરેશન
 

Gujarat Samachar glamour

સોનમ કપુરે પ્રસંશકો પાસે બર્થ-ડે ગીફ્‌ટ માંગી !
કરીનાનું લગ્ન અંગેનું મૌન શું સુચવે છે ?!
શિલ્પાના દિકરાનું નામ ‘વિઆન’!
‘સાથિયા...’ માંથી ગોપી વહુ’ને કાઢી મુકાઈ !
જેસિકા સિમ્પસન ‘ડિલીવરી’ પછી લગ્ન કરશે !
જેનેટ જેક્સન ‘થર્ડ-સેક્સ’ આઘારિત ડોક્યુમેન્ટ્રી બનાવશે !
આમિરખાન કાનૂની-લડાઈ લડવા સજ્જ થયો !
ભાવના રૂપારેલની બોલિવુડમાં એન્ટ્રી
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved