Last Update : 10-June-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૦૬-૨૦૧૨, રવિવાર
જેઠ વદ સાતમ - પંચક છે.
શુક્ર ઉદય પૂર્વમાં - અતિવૃષ્ટિથી પીડા?
નેતાઓમાં સંઘર્ષ-વિવાદ?

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૫ (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- શતભિષા રાત્રે ૩ ક. ૦૩ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- વૃષભ, મંગળ- સંિહ, બુધ- મિથુન, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ/ઉદય પૂર્વ શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.જે/૨૦
માસ-તિથિ-વાર ઃ- જેઠ વદ સાતમ ને રવિવાર.
- શુક્ર ઉદય પૂર્વમાં. - આજે પંચક છે - ભાનુસપ્તમી.
- વિષ્ટી બપોરના ૩ ક. ૩૩ મિ. સુધી.
- પ્રજા સુખી, અતિવૃષ્ટિથી પીડા. દૂધ, ઘીમાં વધારો. સુર્ભિક્ષ.
- ચોરોનો ઉપદ્રવ અને તેમને સુખ, ફાયદો. નેતાઓમાં સંઘર્ષ, વિવાદ જણાય.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રજ્જબ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજનો રવિવાર પત્ની, સંતાન પરિવારના કામની વ્યસ્તતા-ખર્ચનો રહે છતાં આનંદમાં રહો. સીઝનલ ધંધો-આવક થાય.

 

વૃષભ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. નિકટના સગા-સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય. યાત્રાપ્રવાસ થાય. સંતાનનું કામ રહે.

 

મિથુન ઃ યાત્રા પ્રવાસ- મીલન- મુલાકાતથી આજનો રવિવાર આનંદમાં પસાર કરી શકો. નોકરી-ધંધાના કે અન્ય કામ અંગેની ચર્ચાવિચારણા થાય.

 

કર્ક ઃ રવિવારનો આનંદ-ઉત્સાહ, હળવાશ- રાહત જણાય નહીં. શારિરીક- માનસિક- આર્થિક પ્રશ્ને ચંિતા- અકળામણ- મુંઝવણ અનુભવાય.

 

સંિહ ઃ પત્ની- સંતાન- પરિવારના, નોકરી-ધંધાના કામની ચંિતા રહે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ થતી જાય.

 

કન્યા ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય આનંદ રહે. પરિવાર માટે વધારાનો ખર્ચ થાય.

 

તુલા ઃ પુત્રપૌત્રાદિકથી આનંદ રહે. તેમના કામમાં પ્રગતિ જણાય. પરંતુ નાણાકીય ખર્ચ- ચંિતા રહે. કૌટુબીંક ચર્ચાવિચારણા થાય.

 

વૃશ્ચિક ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ આજનો રવિવાર ચંિતા, ઉચાટ- ઉદ્વેગમાં પસાર થાય. પત્ની- સંતાન- પરિવારની ચંિતા રહે.

 

ધન ઃ રવિવારે, આજે બહાર જવાનું થાય. યાત્રા પ્રવાસ થાય. પરદેશના કામ અંગે, સગાસંબંધી અંગે ચર્ચા વિચારણા થાય.

 

મકર ઃ આપના કામની સફળતા, પ્રગતિથી આજનો રવિવાર આનંદમાં પસાર કરી શકો. ધંધાનું કામ થાય, આવકથી રાહત રહે.

 

કુંભ ઃ વિચારની દ્વિધા- ચંિતા- માનસિક પરિતાપ, આંતરિક મનોવ્યથા છતાં હસતા મોઢે તમારે રહેવું પડે. વ્યવહાર સાચવવો પડે.

 

મીન ઃ પુત્રપૌત્રાદિકના કામ માટે બહાર જવાનું થાય, ખર્ચ-ખરીદી થાય. પરંતુ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૦૬-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ વર્ષના મઘ્યભાગ સુધી નોકરી-ધંધામાં રૂકાવટ ચંિતા રખાવે. માતૃપક્ષ- પિતૃપક્ષે બિમારી-ચંિતા- વિવાદ- મનદુઃખ જણાય. મહેનતના પ્રમાણમાં પ્રગતિ- સફળતા ઓછી જણાય.

 

વિશેષમાં-

 

* ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત જવાબદારીવાળા કામમાં મુશ્કેલી- રૂકાવટ અનુભવો. આ વર્ષમાં નસીબ બે ડગલાં પીછેહઠ કરતું જણાય. જોખમો વધારવા નહીં. નુકસાન થાય નહીં તે પ્રમાણેનું આયોજન રાખવું.

 

* નોકરીમાં મહેનતના પ્રમાણમાં તમારી કામગીરીની કદર થાય નહીં. ફાયદો-લાભ અન્યને થાય. ખાતાકીય- સરકારી કામમાં તમને મળવાપાત્ર લાભ- બઢતી- નાણાં અટવાયા કરે.

 

* સ્ત્રી વર્ગને પિયર પક્ષની- સાસરી પક્ષની ચંિતામાં અટવાયા કરવું પડે. પતિ-સંતાન- મિત્રની ચંિતા રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ધોનીને ભજ્જી કહી રહ્યો હતો... ‘‘અમે જાણી જોઈને મેચ હારી ગયા...’’
‘‘કેમ, એમ?’’ ધોનીએ પૂછયું.
‘‘કારણ કે,’’ ભજ્જીએ જવાબ આપ્યો, ‘‘જે જીતે એને ભેટમાં જે મોટર મળવાની છે એ પેટ્રોલથી ચાલનારી છે...’’

[Top]
 

આજ ની રેસીપી

ઝટપટ બનતી વાનગીઓ

ચણા ભટૂરે

 

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મેંદો ચાળેલો, ૨ ચમચી સોજી, ૧ ચમચી સોડા, ૧/૨ ચમચી મીઠું.

 

રીતઃ મેંદામાં મીઠું અને સોજી ભેળવીને સોડા નાખી લોટ બાંધો. કઢાઈમાં ઘી ગરમ કરી ભટૂરાં તળી લો. અગાઉથી તૈયાર કરેલાં ચણા સાથે સર્વ કરો.

 

નોંધઃ જો ચણા બાફેલાં હોય તો બે ચમચા ઘી ગરમ કરો. એમાં આદું, બે લીલાં મરચાં સમારીને નાખો. બે ચમચા ચણા મસાલો નાખી સાંતળો. તે તેમાં ચણા નાંખો. હવે મીઠું, લીંબુનો રસ અને એક કપ પાણી નાંખીને દસ મિનિટ ચઢવા દો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved