Last Update : 09-June-2012, Saturday

 

હઝારેએ ફેરવી તોળ્યું ઃ વડા પ્રધાન મનમોહન સિંહ પ્રામાણિક વ્યક્તિ

જો કે સોનિયા ગાંધીનું નામ લીધા વગર આક્ષેપ કર્યો કે વડા પ્રધાને રીમોટ કન્ટ્રોલ મુજબ નિર્ણયો લેવા પડે છે

(પી.ટી.આઇ.) મુંબઇ, તા.૮
ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ જગાડવા જંગે ચડેલા અણ્ણા હઝારે ફરી એક વાર ફેરવી તોળ્યું હતું. અણ્ણાએ યુ-ટર્ન લઇને ભ્રષ્ટાચારના મામલાનાં વડા પ્રધાન મનમોહન સિંહને ક્લીનચીટ આપી હતી.
મજબૂત લોકપાલ માટે જાગૃતિ જગાવવાની યાત્રાના ભાગરૃપે થાણેમાં રેલીને સંબોધતા અણ્ણા વડા પ્રધાન પ્રત્યે કૂણા પડયા હતા અને નામ લીધા વ નિા સોનિયા ગાંધીનો દોષ કાઢતા દેખાયા હતાં.
તેમણે કહ્યું હતું કે મનમોહનસિંહ પ્રામાણિક વ્યક્તિ છે અને ભ્રષ્ટાચારમાં તેમની સંડોવણીના સીધા-સ્પષ્ટ પુરાવા નથી. જો કે એક ચોક્કસ રિમોટ કન્ટ્રોલ છે, જે તેમની પાસે નિર્ણયો લેવડાવે છે. આથી મનમોહન સિંહની આસપાસ શંકાની હવા સર્જાય છે.
હજી તાજેતરમાં જ અણ્ણાએ કહ્યું હતું કે મને વડા પ્રધાનમાં વિશ્વાસ નથી. આ વખતે અણ્ણાના સહાયકોએ કોલસાની ખાણની ફાળવણીમાં કથિત અનિયમિતતા માટે મનમોહન સિંહને નિશાન બનાવ્યા હતાં.
અણ્ણાએ કહ્યું હતું કે મોટા ભાગના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અને લોકોમાં જાગૃતિના અભાવનો ગેરલાભ ઉઠાવે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ૬૫ વર્ષમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને લોક સભા કે વિધાનસભાઓમાં જનતાના હિતમાં એક પણ કાયદો પાસ કર્યો નથી.
આ અગાઉ સ્થાનિક કોંગ્રેસીઓએ અણ્ણા હઝારે રોકાયા હતા એ સર્કીટ હાઉસ સામે દેખાવો કર્યા હતા અને વડા પ્રધાન વિરુદ્ધના ઉચ્ચારણો બદલ માફીની માગણી કરી હતી.
પોતાની માગણી ન સંતોષાવાના વિરોધમાં તમે પક્ષ એવોર્ડ પાછો આપી દેશો, એવા સવાલના જવાબમાં અણ્ણાએ કહ્યું હતું કે ના ના આ લડત તો અમારી માગણીઓ સંતોષાવા સુધી ચાલતી જ રહેશે.
તેમણે કહ્યું હતું કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી અગાઉ હું સમગ્ર દેશનો પ્રવાસ કરીને ભ્રષ્ટ શાસન વિરુદ્ધ નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનમાં હવે બળજબરીપૂર્વકના લગ્નો ગંભીર અપરાધ ગણાશે

કાશ્મીરમાં જેહાદીઓને ટેકો આપો નહિ તો ફરીથી બંદૂકો ઉઠાવીશું
મૂળ ભારતીય બેન્ક સલાહકારને થાઈલેન્ડમાં ૧૦ વર્ષની કેદ

અમેરિકાએ ત્રાસવાદ સામેની કાર્યવાહી સામે શંકા ઉઠાવતા પાક. નારાજ

૨૦૧૨માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેશે ઃ યુએન

નડાલ ફેરરને આસાનીથી હરાવીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યો

આજે શારાપોવા અને એરાની વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ
આજે રાત્રે ૯.૩૦થી નેધરલેન્ડ-ડેનમાર્ક વચ્ચે મુકાબલો
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવનું નામ જાહેર થશે

શસ્ત્રોના સોદાગર વર્મા અને તેની પત્નીની ધરપકડ

બોઇંગ AIને વિમાનની ડીલીવરીના વિલંબ બદલ વળતર ચૂકવશે
ભારત હેડલી અને રાણાની તપાસ માટે વિનંતી કરશે
હિમવર્ષાની અમરનાથ યાત્રા પર અસર થશે
ક્વાર્ટર ફાઇનલમાં સાનિયાનો ૨૧-૧૦, ૨૨-૨૦થી વિજય

ફ્રેન્ચ ઓપનમાં ભુપતિ-સાનિયાની જોડી ચેમ્પિયન

 
 

Gujarat Samachar Plus

૮૦ ટકા ગર્લ્સનું મોબાઇલ રિચાર્જ બોયફ્રેન્ડ કરે છે
યાર પડ્યા હોય તો આપને હજાર બારસો
ગિરીરાજ યાત્રામાં સ્પિરીચ્યુઅલ ટ્રેકંિગનો એક્સાઈટીંગ એક્સપિરીયન્સ
હેલ્થને બીમાર કરતાં સ્ટાઇલીશ ફૂટવેર
મહિલાઓ પોતાના વ્હીકલ પર વઘારે ગોબા પાડે છે
 

Gujarat Samachar glamour

કરીના કપુર ડેકસ્ટોક ઉપર કિઆનનો ફોટો મુકાશે !
પ્રિયંકાએ કરીનાને મળી મૈત્રીનો હાથ લંબાવ્યો !
ગુલશન શર્માએ નગ્ન ફોટો શૂટ કરાવ્યો !
ઈલેના કજાન-બોલીવુડનો ચમકતો નવો ચહેરો !
જેનીએ રિતેશના કહેવાથી વાળ ટુંકા કરાવ્યા !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved