Last Update : 09-June-2012, Saturday

 

દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બીજે દિવસે પણ વરસાદી ઝાપટાં

સુરતમાં ૧.૫ ઇંચ, સાપુતારામાં ચાર કલાકમાં ચાર ઇંચ, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ગામોમાં દોઢથી બે ઇંચ વરસાદ

અમદાવાદ, તા.૮
સુરત શહેર-જિલ્લામાં ગુરૃવારે નૈઋત્યના ચોમાસાનો વિધિવત આરંભ થયા બાદ બીજા જ દિવસે વાદળોના ગડગડાટ વચ્ચે સવારના ૪ કલાકમાં સુરત શહેરમાં ૧.૫ ઇંચ, ચોર્યાસી તાલુકામાં ૨ ઇંચ વરસાદી પાણી પડતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઇ હતી. પાણીની રેલમછથેલને કારણે વહીવટીતંત્ર દોડતું થઇ ગયું હતું.
ફલડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ ગત વર્ષ- ૨૦૧૧માં ૪થી જૂને મેઘરાજાનું આગમન થયું હતું. આ વર્ષે ત્રણ દિવસ મોડી પધરામણી થઇ હોવા છતાં ખેડૂતોને સારા વરસાદની આશા બંધાઇ છે.
દક્ષિણ ગુજરાતમાં ગુરૃવારે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયા બાદ શુક્રવારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ચાર કલાકમાં ચાર ઇંચ જેવો મુશળધાર વરસાદ ઝીંકાયો હતો. જયારે વઘઇ તેમજ આહવામાં રીમઝીમ વરસાદ વરસ્યો હતો.
ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ઉકળાટથી આમજનતા હેરાન પરેશાન થઇ ગઇ હતી. ગુરૃવારે બપોરે સાપુતારા તેમજ ડાંગ જિલ્લામાં વરસાદી છાંટા પડયા બાદ શુક્રવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ગિરિમથક સાપુતારા સહિત તેના તળેટી વિસ્તારમાં બપોર બાદ મેઘરાજાની વિજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થતાં બપોરે ૨ વાગ્યાથી મોડી સાંજે ૬ વાગ્યા સુધીમાં અધધધ... ચાર ઇંચ જેવો મુશળધાર વરસાદ ઝીંકાયો હતો. જેને પગલે સાપુતારાના રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતાં. મોસમના સૌથી પહેલા એવા શુક્રવારના વરસાદને સાપુતારા આવેલા સહેલાણીઓએ ભરપુર માણ્યો હતો.
સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ અનેક સ્થળે એકથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. બપોર સુધી ભારે ઉકળાટ પછી મેઘરાજા તૂટી પડતા તપ્ત ધરામાંથી નીકળેલી સુગંધથી વાતાવરણ મહેંકી ઉઠયું હતું.
રાજકોટમાં જોરદાર પવન સાથે તૂટી પડેલા વરસાદથી અમુક માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. આવતીકાલથી શરૃ થયેલી ભાજપની કારોબારીના હોર્ડીંગ્સ પવનના કારણે ધરાશાયી થતા ત્રણ રીક્ષા દબાઇ ગઇ હતી.
કચ્છમાં ચોમાસું જાણે નજીક આવી રહ્યું હોય તેમ આજે સાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. ધુળની ડમરીઓ સાાૃથે જોરદાર પવન ફુંકાવવા લાગ્યો હતો. સાંજના ગ્રામ્ય વિસ્તારોમાં એકાૃથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા છે. કચ્છમાં છેલ્લા બે દિવસાૃથી આકાશમાં કાળા ભમ્મર વાદળાઓ જોવા મળે છે. તદુપરાંત દિવસ દરમિયાન અસહ્ય બફારો લોકો અનુભવી રહ્યા છે. વરસાદ જાણે હમણાં આવી પહોંચશે તેવી ચાતક નજરે લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે તેવા સંજોગોમાં આજે ભચાઉ તાલુકાના ચોબારી, મનફરા, ભરૃડિયા, વામકા, નેર અને કડોલ ગામે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યા બાદ દોઢાૃથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનમાં હવે બળજબરીપૂર્વકના લગ્નો ગંભીર અપરાધ ગણાશે

કાશ્મીરમાં જેહાદીઓને ટેકો આપો નહિ તો ફરીથી બંદૂકો ઉઠાવીશું
મૂળ ભારતીય બેન્ક સલાહકારને થાઈલેન્ડમાં ૧૦ વર્ષની કેદ

અમેરિકાએ ત્રાસવાદ સામેની કાર્યવાહી સામે શંકા ઉઠાવતા પાક. નારાજ

૨૦૧૨માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેશે ઃ યુએન

નડાલ ફેરરને આસાનીથી હરાવીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યો

આજે શારાપોવા અને એરાની વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ
આજે રાત્રે ૯.૩૦થી નેધરલેન્ડ-ડેનમાર્ક વચ્ચે મુકાબલો
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવનું નામ જાહેર થશે

શસ્ત્રોના સોદાગર વર્મા અને તેની પત્નીની ધરપકડ

બોઇંગ AIને વિમાનની ડીલીવરીના વિલંબ બદલ વળતર ચૂકવશે
ભારત હેડલી અને રાણાની તપાસ માટે વિનંતી કરશે
હિમવર્ષાની અમરનાથ યાત્રા પર અસર થશે
ક્વાર્ટર ફાઇનલમાં સાનિયાનો ૨૧-૧૦, ૨૨-૨૦થી વિજય

ફ્રેન્ચ ઓપનમાં ભુપતિ-સાનિયાની જોડી ચેમ્પિયન

 
 

Gujarat Samachar Plus

૮૦ ટકા ગર્લ્સનું મોબાઇલ રિચાર્જ બોયફ્રેન્ડ કરે છે
યાર પડ્યા હોય તો આપને હજાર બારસો
ગિરીરાજ યાત્રામાં સ્પિરીચ્યુઅલ ટ્રેકંિગનો એક્સાઈટીંગ એક્સપિરીયન્સ
હેલ્થને બીમાર કરતાં સ્ટાઇલીશ ફૂટવેર
મહિલાઓ પોતાના વ્હીકલ પર વઘારે ગોબા પાડે છે
 

Gujarat Samachar glamour

કરીના કપુર ડેકસ્ટોક ઉપર કિઆનનો ફોટો મુકાશે !
પ્રિયંકાએ કરીનાને મળી મૈત્રીનો હાથ લંબાવ્યો !
ગુલશન શર્માએ નગ્ન ફોટો શૂટ કરાવ્યો !
ઈલેના કજાન-બોલીવુડનો ચમકતો નવો ચહેરો !
જેનીએ રિતેશના કહેવાથી વાળ ટુંકા કરાવ્યા !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved