Last Update : 09-June-2012, Saturday

 

'કોઈએ પક્ષને હાઇજેક ન કરવો જોઈએ'
મોદી વિ. મોદી ઃ બિહારના નાયબ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી નારાજ

સંજય જોશીને કારોબારીમાંથી જે રીતે હટાવાયા તે યોગ્ય નહોતું ઃ સુશીલ મોદી

પટણા, તા. ૮
ભાજપમાં ધમાસાણ બંધ થવાનું નામ નથી લેતું. સંજય જોશી પ્રકરણમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ પણ હવે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાક્યાં છે. એક વર્તમાનપત્રને આપેલી મુલાકાતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈ પણ નેતાએ પોતાનો નિર્ણય પક્ષ ઉપર ઠોકી બેસાડવો ન જોઈએ.
મહત્ત્વની વાત તે છ કે, સુશીલકુમારે આ મુલાકાત સંજય જોશીના રાજીનામા પૂર્વે આપી હતી.
સુશીલકુમારે વધુમાં જણાવ્યું હતું કે, સંજય જોશીને જે રીતે પક્ષની કાર્યકારિણી સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા તે યોગ્ય ન હતું. કારણ કે, કોઈને પણ પાર્ટીને બાનમાં લેવાનો અધિકાર જ નથી, કે કોઈએ પણ પોતાનો નિર્ણય પક્ષ ઉપર ઠોકી બેસાડવો ન જોઈએ.
સુશીલકુમારે તેમની આ મુલાકાતમાં લાલકૃષ્ણ અડવાણીના તે મંતવ્ય સાથે પણ સ્પષ્ટ અસંમતિ દર્શાવી હતી કે, જનતા ભાજપથચી નિરાશ છે. તે સ્વીકાર્ય છે કે સંઘ પરિવારમાં ભાજપ પ્રત્યે થોડી નારાજગી છે, પરંતુ જનતા ભાજપથી નિરાશ છે તેમ હું માનતો નથી. તેમ પણ બિહારના આ નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરી વિષે તેઓએ કહ્યું હતું કે, તેમના કેટલાક નિર્ણયો અંગે પ્રશ્નો ઉઠાવાયા હતા. કારણ કે તેઓને કામનો અનુભવ જ નહતો પછીથી તેમણે તેમનું કાર્ય સારી રીતે સંભાળી લીધું છે. પરંતુ, તેમણે કોઈ વ્યક્તિના દબાણ સામે ઝૂકવું ન જોઈએ.
બિહારના નાયબ મુખ્યપ્રધાને તેમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર તો એનડીએના જ હશે પરંતુ તે માટે અમારે તમામ સાથીદળોની ભાવનાઓને લક્ષ્યમાં લેવી જોઈશે.
વડાપ્રધાનપદ માટેના સુશીલકુમારના આ ઉચ્ચારણો ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે બિહારના મુખ્યપ્રધાન અને એનડીએના એક મુખ્યઘટક પક્ષ જનતાદળ (યુ)ના નેતા નીતિશકુમારે તો પહેલેથી જ જણાવી દીધું છે કે, જો ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર જાહેર કરશે તો તેઓ એનડીએ છોડી દેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનમાં હવે બળજબરીપૂર્વકના લગ્નો ગંભીર અપરાધ ગણાશે

કાશ્મીરમાં જેહાદીઓને ટેકો આપો નહિ તો ફરીથી બંદૂકો ઉઠાવીશું
મૂળ ભારતીય બેન્ક સલાહકારને થાઈલેન્ડમાં ૧૦ વર્ષની કેદ

અમેરિકાએ ત્રાસવાદ સામેની કાર્યવાહી સામે શંકા ઉઠાવતા પાક. નારાજ

૨૦૧૨માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેશે ઃ યુએન

નડાલ ફેરરને આસાનીથી હરાવીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યો

આજે શારાપોવા અને એરાની વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ
આજે રાત્રે ૯.૩૦થી નેધરલેન્ડ-ડેનમાર્ક વચ્ચે મુકાબલો
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવનું નામ જાહેર થશે

શસ્ત્રોના સોદાગર વર્મા અને તેની પત્નીની ધરપકડ

બોઇંગ AIને વિમાનની ડીલીવરીના વિલંબ બદલ વળતર ચૂકવશે
ભારત હેડલી અને રાણાની તપાસ માટે વિનંતી કરશે
હિમવર્ષાની અમરનાથ યાત્રા પર અસર થશે
ક્વાર્ટર ફાઇનલમાં સાનિયાનો ૨૧-૧૦, ૨૨-૨૦થી વિજય

ફ્રેન્ચ ઓપનમાં ભુપતિ-સાનિયાની જોડી ચેમ્પિયન

 
 

Gujarat Samachar Plus

૮૦ ટકા ગર્લ્સનું મોબાઇલ રિચાર્જ બોયફ્રેન્ડ કરે છે
યાર પડ્યા હોય તો આપને હજાર બારસો
ગિરીરાજ યાત્રામાં સ્પિરીચ્યુઅલ ટ્રેકંિગનો એક્સાઈટીંગ એક્સપિરીયન્સ
હેલ્થને બીમાર કરતાં સ્ટાઇલીશ ફૂટવેર
મહિલાઓ પોતાના વ્હીકલ પર વઘારે ગોબા પાડે છે
 

Gujarat Samachar glamour

કરીના કપુર ડેકસ્ટોક ઉપર કિઆનનો ફોટો મુકાશે !
પ્રિયંકાએ કરીનાને મળી મૈત્રીનો હાથ લંબાવ્યો !
ગુલશન શર્માએ નગ્ન ફોટો શૂટ કરાવ્યો !
ઈલેના કજાન-બોલીવુડનો ચમકતો નવો ચહેરો !
જેનીએ રિતેશના કહેવાથી વાળ ટુંકા કરાવ્યા !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved