Last Update : 09-June-2012, Saturday

 

ભાજપના પોસ્ટર બોય સામેનું પોસ્ટર યુદ્ધ ભારે પડયું
મોદીગીરી ઃ સંજય જોશીનું ભાજપમાંથી રાજીનામું

ઉ.પ્ર.ના કાર્યભારમાંથી મુક્ત થયો છું, ભાજપમાં ચાલુ ઃ સંજય જોશી રાજીનામું આપ્યાનું ભાજપ પ્રવકતા પ્રકાશ જાવડેકરે બ્યૂગલ વગાડયું

નવી દિલ્હી, તા. ૮
ભાજપમાં સંજય જોષી અને નરેન્દ્ર મોદી વચ્ચેનો વિવાદ એટલી હદ સુધી વકર્યો છે કે ભાજપની કાર્યકારીણી સમિતિમાંથી જોષીને ત્યાગપત્ર આપવાની ફરજ પાડયા પછી મોદી હવે તેઓને પક્ષનો દરવાજો પણ દેખાડી શક્યા છે. જ્યારે સંજય જોષીએ પોતે જ જણાવ્યું હતું કે મેં રાજીનામું નથી આપ્યું માત્ર ઉત્તર પ્રદેશનું પ્રભારી પદ છોડવા જ જણાવ્યું છે. ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, ''સંજય જોષીએ પક્ષ પ્રમુખ નીતીન ગડકરીને પક્ષમાંથી છુટા થવા દેવા માટે વિનંતી કરી હતી, જે વિનંતીનો પક્ષ પ્રમુખે સ્વીકાર પણ કર્યો છે.''
બીજી તરફ જોષીએ કહ્યું હતું કે તેઓએ માત્ર પક્ષના દરેક કાર્યોમાંથી મુક્ત કરવાની માગણી કરી હતી પરંતુ ભાજપનું પ્રાથમિક સભ્યપદ તેમણે છોડયું નથી. જ્યારે પ્રકાશ જાવડેકરને પત્રકારોએ પૂછ્યું હતું કે સંજય જોષીએ અચાનક આવું પગલું શા માટે ભર્યું ? ત્યારે જાવડેકરે તેઓનાં પૂર્વે કરેલાં વિધાનોને જ સમર્થન આપતા હોય તે રીતે જણાવ્યું હતું કે તે બહુ સ્પષ્ટ છે કે જોષીએ પક્ષમાંથી મુક્ત કરવાનો પત્ર લખ્યો હતો અને પક્ષ પ્રમુખે તે સ્વીકારી પણ લીધો છે. આ બહુ જ સ્પષ્ટ વાત છે. તમો સર્વે આ સમજી જ શકો તેમ છો. આમ ભાજપના 'પોસ્ટરબોય' સામેનું પોસ્ટર યુદ્ધ જોષીને ભારે પડયું છે.
આ સંબંધે અંતરંગ વર્તુળો જણાવે છે કે જોષીએ પક્ષની કાર્યકારીણી સમિતિમાંથી ત્યાગપત્ર આપ્યું હોવાથી પણ મોદીને સંતોષ થયો ન હતો. કારણ કે જોષીએ ભાજપ અને સંઘનાં મુખપત્રો અને અનામી પોસ્ટરો દ્વારા પણ મોદી વિરૃદ્ધ ઝુંબેશ ચાલુ રાખી હતી.
નરેન્દ્ર મોદીને જ્યારે ખબર પડી કે ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં સંજય જોષી સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે ત્યારે તેમણે ગડકરી ઉપરાંત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપર દબાણ કરવું શરૃ કરી દીધું હતું તે પછીયે અમદાવાદ સ્થિત ભાજપનાં મુખ્ય મથક પાસે પણ મુકાયેલા પોસ્ટરોથી તેઓ ઘણા જ નારાજ થયા હતા. કારણ કે તેમાં જોષીને ટેકો અપાયો હતો. મોદીની ટીકા કરાઈ હતી.
હવે એવું લાગે છે કે જોષી આરએસએસ પૂરતું જ તેમનું કાર્યક્ષેત્ર મર્યાદિત રાખશે અને ભાજપથી દૂર રહેશે.
સૌથી વધુ ઉલ્લેખનીય બાબત તો તે છે કે આ રીતે ગડકરીએ મોદી સામે બીજી વાર નમતું જોખ્યું છે. પહેલાં મોદીએ તેમ જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ ભાજપની કાર્યકારીણી સમિતિમાં તો જ ભાગ લેશે કે જો જોષી સમિતિમાંથી રાજીનામું આપશે. આથી ભાજપ નેતાગણ એક છે તેવો દેખાવ કરવા માટે પણ ગડકરીએ જોષીને તા. ૨૪મી મેના દિને (કાર્યકારીણીમાંથી) રાજીનામું આપવા જણાવી દીધું હતું.
હવે ગડકરીને પક્ષ પ્રમુખ તરીકેની તેમની બીજી મુદત માટે મોદીના વિરોધનો સામનો કરવો નહીં પડે.
થોડા મહિના પછી ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપ અને સંઘની નેતાગીરી મોદી-જોષી યુદ્ધથી ચિંતિત બની છે.
સૌથી મહત્વની વાત તે છે કે મોદીએ મુકેલી શરતો પ્રમાણે ભાજપની કાર્યકારિણીમાંથી જોષીને જે રીતે જવું પડયું તે અંગે ભાજપ તથા આરએસએસમાં પણ મતભેદો ઉભા થયેલા છે. વળી બંનેનાં મુખપત્રો પણ વિવિધ સૂરમાં બોલી રહ્યાં છે.
ભાજપનાં મુખપત્ર 'કમળ સંદેશ' અને સંઘના મુખપત્ર પાંચજન્યમાં મોદીની ટીકા કરવામાં આવી છે. જ્યારે સંઘનું અંગ્રેજી મુખપત્ર 'ઓર્ગેનાઈઝર' સ્પષ્ટતઃ જણાવે છે કે વડાપ્રધાનપદ માટે મોદી ભાજપ માટેના શ્રેષ્ઠ ઉમેદવાર છે.
તે સર્વવિદિત છે કે જોષી અંગેની કેટલીક સીડી પ્રસિદ્ધ થઈ હતી. આ પછી તેમને પક્ષના મહામંત્રી પદેથી ત્યાગપત્ર આપવું પડયું હતું. તે વખતે તેમ કહેવાતું હતું કે તે સીડી પાછળ મોદીનો હાથ છે. જોકે પછીથી ગડકરીએ જોષીને પક્ષમાં લીધા હતા. અમદાવાદના પોસ્ટર યુદ્ધ અંગે તેમ કહેવાય છે કે મોદીએ તે પોસ્ટરો ઉતરાવી લીધા હતાં.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનમાં હવે બળજબરીપૂર્વકના લગ્નો ગંભીર અપરાધ ગણાશે

કાશ્મીરમાં જેહાદીઓને ટેકો આપો નહિ તો ફરીથી બંદૂકો ઉઠાવીશું
મૂળ ભારતીય બેન્ક સલાહકારને થાઈલેન્ડમાં ૧૦ વર્ષની કેદ

અમેરિકાએ ત્રાસવાદ સામેની કાર્યવાહી સામે શંકા ઉઠાવતા પાક. નારાજ

૨૦૧૨માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહેશે ઃ યુએન

નડાલ ફેરરને આસાનીથી હરાવીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યો

આજે શારાપોવા અને એરાની વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ
આજે રાત્રે ૯.૩૦થી નેધરલેન્ડ-ડેનમાર્ક વચ્ચે મુકાબલો
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવનું નામ જાહેર થશે

શસ્ત્રોના સોદાગર વર્મા અને તેની પત્નીની ધરપકડ

બોઇંગ AIને વિમાનની ડીલીવરીના વિલંબ બદલ વળતર ચૂકવશે
ભારત હેડલી અને રાણાની તપાસ માટે વિનંતી કરશે
હિમવર્ષાની અમરનાથ યાત્રા પર અસર થશે
ક્વાર્ટર ફાઇનલમાં સાનિયાનો ૨૧-૧૦, ૨૨-૨૦થી વિજય

ફ્રેન્ચ ઓપનમાં ભુપતિ-સાનિયાની જોડી ચેમ્પિયન

 
 

Gujarat Samachar Plus

૮૦ ટકા ગર્લ્સનું મોબાઇલ રિચાર્જ બોયફ્રેન્ડ કરે છે
યાર પડ્યા હોય તો આપને હજાર બારસો
ગિરીરાજ યાત્રામાં સ્પિરીચ્યુઅલ ટ્રેકંિગનો એક્સાઈટીંગ એક્સપિરીયન્સ
હેલ્થને બીમાર કરતાં સ્ટાઇલીશ ફૂટવેર
મહિલાઓ પોતાના વ્હીકલ પર વઘારે ગોબા પાડે છે
 

Gujarat Samachar glamour

કરીના કપુર ડેકસ્ટોક ઉપર કિઆનનો ફોટો મુકાશે !
પ્રિયંકાએ કરીનાને મળી મૈત્રીનો હાથ લંબાવ્યો !
ગુલશન શર્માએ નગ્ન ફોટો શૂટ કરાવ્યો !
ઈલેના કજાન-બોલીવુડનો ચમકતો નવો ચહેરો !
જેનીએ રિતેશના કહેવાથી વાળ ટુંકા કરાવ્યા !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved