Last Update : 08-June-2012, Friday

 

વિધ-વિધ બાબા પ્રકારમ્‌ !

 
આજકાલ બાબા રામદેવ ન્યુઝમાં છે. ક્યારેક નિતીન ગડકરી એમના પગે પડી જાય છે તો ક્યારે શરદ પવાર હાથ મિલાવવા દોડી આવે છે!
અણ્ણા હજારે જ્યારે થોડા ટાઇમ માટે લાઇમ-લાઇટમાં હતા ત્યારે લાગતું હતું કે ગાંધીટોપીની ફેશન પાછી આવશે. પણ બાબા રામદેવનો વટ જોઇને લાગે છે કે ભારતમાં ‘લંબી દાઢી’ની ફેશન એવરગ્રીન રહેવાની!
જુઓને, કેટકેટલા ટાઇપના બાબાઓ ચલણમાં છે...
ટીવી બાબા ઃ
સવારના પહોરમાં ટીવી ચાલુ કરો કે તરત જ દાઢીવાળા, ટાલવાળા, કામળીવાળા, માળાવાળા, જટાવાળા બાબાઓનાં દર્શન થાય છે. તમને બાબાજીમાં આસ્થા હોય કે ના હોય, બાબાજી ‘આસ્થા’માં હોવા જોઇએ! બાબાજીમાં સંસ્કાર હોય કે ના હોય બાબાજી ‘સંસ્કાર’માં હોવા મસ્ટ છે!
* * *
યોગાસન બાબા
અમુક ટીવી બાબા યોગાસન બાબા પણ હોય છે. એ જ બાબાઓ પાછળથી આયુર્વેદિક દવાઓ, પૂજાપાનો સામાન અને માથામાં નાખવાનું ચમેલીનું તેલ પણ વેચવા લાગે છે.
* * *
પોલિટીક્સ બાબા ઃ
ચંદ્રાસ્વામી અને ભૈયુજી મહારાજ જેવા બાબાઓ પોલિટીશીયનો‘ના’ બાબા હોય છે જ્યારે રામદેવ જેવા બાબા ટીવીબાબામાંથી યોગાસન બાબાનું પ્રમોશન લીધા પછી ખુદ પોલિટીકલ બાબા બની જાય છે.
* * *
આર્ટ-ઓફ-લિવીંગ બાબા
આવા બાબાઓ સત્સંગ નહિ, ‘વર્કશોપ’ કરે છે! એ તમારી પાસે ભક્તિ નહિ ‘કોર્સ’ કરાવે છે! અને દક્ષિણા નહિ ‘ફી’ માગે છે! જો તમારામાં ‘આર્ટ-ઓફ-બિલીવંિગ’ હોય તો આવા બાબા ‘ધંધા’ને પણ ધર્મ મનાવી શકે છે.
* * *
ચમત્કાર બાબા ઃ
હવામાંથી ભસ્મ કાઢવાની, હથેળીમાંથી સફરજન કાઢવાનું આવા નાના મોટા જાદૂના ખેલ કરનારાઓ ક્યારેક એવા તિલિસ્માતી નીકળે છે કે એમના મૃત્યુ પછી પણ એમના ઓરડામાંથી કરોડો રૂપિયાનું સોનું ‘પ્રગટ’ થવાના ચમત્કારો થતા રહે છે...
* * *
કામલીલા બાબા ઃ
આ બાબાઓ તમને સેક્સ વડે સમાધિ અપાવી શકે છે, રાસલીલા વડે કામલીલાનો પરચો આપી શકે છે એટલું જ નહિ, એમની હરતી ફરતી ડીવીડીઓ પણ મુનિ વાત્સાયનના અગાધ જ્ઞાનનાં ડેમોસ્ટ્રેશનો આપે છે!
* * *
ફોટોજેનિક બાબા ઃ
ચિપીયાવાળા, ભભૂતિવાળા, જટાવાળા, દાઢીવાળા, ઘૂણીવાળા, આ તમામ પ્રકારના બાબાઓ ફોટા પડાવવા માટે જ સર્જાયા હોય છે. ફોરેનરોને બારે માસ ગમે છે, દેશીઓને માત્ર તહેવારોમાં...
* * *
રાહુલ બાબા ઃ
આ નવા બાબા છે, જેનો કોઇ આશ્રમ નથી છતાં લાખોની સંખ્યામાં ‘ભક્તો’ છે!
Share |
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved