Last Update : 08-June-2012, Friday

 
ફિલ્મોમાં ડાન્સ

‘હવે પહેલાં જેવું નથી રહ્યું’ એવું વિધાન કોઇ પણ ક્ષેત્રમાં કો પણ વ્યક્તિ કરી શકે એમ છે. પરંતુ મસાલા હંિદી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે નામ કાઢનારાં સરોજખાનને એવું લાગે કે ‘ડાન્સમાં હવે પહેલાં જેવું નથી રહ્યુ’ ત્યારે તેમની વાત પર વિચાર કરવો પડે. સરોજખાન-માઘુરી દીક્ષિતની જોડીએ બે દસકા પહેલાં ઘૂમ મચાવી હતી. માઘુરી દીક્ષિતની નૃત્યપ્રતિભા, સ્ટારવેલ્યુ અને સરોજખાનનાં સ્ટેપ્સ-અંગભંગિમાઓને કારણે, ફિલ્મો કરતાં ગીતો વધારે યાદ રહી ગયાં. પરંતુ સરોજખાનનો ધોખો એ વાતનો છે કે અત્યારે ફિલ્મોમાં ડાન્સના નામે અંગકસરતની બોલબાલા થઇ ગઇ છે. પશ્ચિમની દેખાદેખી થયેલી આ અસર સ્વયંસ્પષ્ટ છેઃ મોટા ભાગનાં નવાં ગીતોની એકાદ આછેરી ઝલક પણ ટીવી પર જોવા મળી જાય, તો એ સરોજખાનની ફરિયાદમાં રહેલું સત્ય સમજાવવા પૂરતી છે. તેની અસર ફિલ્મી ડાન્સની નકલ પર આધારિત ડાન્સ શોમાં પણ સ્વાભાવિક રીતે જ જોવા મળે છે. સૌથી કમનસીબ વાત હોય તો એ કે આ બધી તિકડમબાજી ‘પ્રતિભા’ના નામે પોષવામાં અને પોંખવામાં આવે છે. બાળકોને અંગકસરત પ્રકારના ડાન્સ કરતાં જોઇને તેમનાં કુટુંબીજનો ખુશખુશાલ થાય છે અને ફિલ્મઉદ્યોગમાં તેમના ઉજળા ભવિષ્યનાં સ્વપ્નાં જુએ છે.


ભારતમાં નૃત્યની પરંપરા ફિલ્મથી સેંકડો વર્ષ જૂની છે. છતાં, હમણાં સુધી રૂઢિચુસ્ત માન્યતાઓ અને તેની સાથે સંકળાયેલા શાસ્ત્રીયપણાને કારણે તે આમજનતાને આકર્ષી શક્યાં ન હતાં. ફિલ્મોએ જેમ શાસ્ત્રીય સંગીતનું ત્રણ મિનીટમાં પેકેજંિગ કરીને તેને સામાન્ય શ્રોતાઓ માટે સુપથ્ય સ્વરૂપે ઉપલબ્ધ બનાવ્યું, તેમ શાસ્ત્રીય નૃત્યોમાં ભેળસેળ કરીને ફિલ્મી નૃત્યોની નવી પરંપરા ઊભી કરી. ફિલ્મોના આરંભકાળમાં અભિનેત્રીઓ મળવાનાં ફાંફાં હોય અને એંગ્લોઇન્ડિયન અભિનેત્રીઓને હંિદી નામ આપીને કામ ચલાવી લેવું પડતું હોય ત્યારે એમના પક્ષે નૃત્યમાં પ્રવીણતાની આશા રાખવાનો પ્રશ્ન ક્યાંથી આવે? ચાળીસીના અંતભાગમાં ‘ચંદ્રલેખા’ જેવી નૃત્યકેન્દ્રી ફિલ્મ આવી. મહાન નર્તક ઉદયશંકરે પ્રયોગશીલ ફિલ્મ ‘કલ્પના’ દ્વારા પોતાની નૃત્યકળાને સિનેમાના પડદે રજૂ કરી. પચાસના દાયકામાં વૈજયંતિમાલાના પ્રવેશ સાથે જ નૃત્યમાં પારંગત એવી દક્ષિણ ભારતીય અભિનેત્રીઓનો હંિદી ફિલ્મોમાં પ્રવેશ થયો. એ પરંપરામાં આવેલી હેમા માલિની સુધીની અભિનેત્રીઓ ઉત્તમ નર્તકી હોવા ઉપરાંત અભિનેત્રી તરીકે પણ તેમણે સફળતા મેળવી. નૃત્ય પર ફક્ત સ્ત્રીઓનો ઇજારો નથી. ચાળીસીના દાયકામાં ઉદયશંકર હતા, તો પચાસીમાં શાસ્ત્રીય નર્તક ગોપીકૃષ્ણે વી.શાંતારામના નિર્દેશન હેઠળ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં કામ કર્યું.


શાસ્ત્રીય ઢબના નૃત્યથી સાવ અલગ, ફ્રી સ્ટાઇલના, ‘ફિલ્મી ઘરાણા’ના નૃત્યમાં અભિનેત્રીઓની યાદી કુક્કુથી શરૂ કરવી પડે. ક્લબ સોંગ (આજની પરિભાષામાં આઇટેમ સોંગ) માટે કુક્કુ અને હેલન સ્પેશ્યાલિસ્ટ ગણાયાં. મુક્ત શૈલીના ડાન્સ માટે અભિનેતાઓમાં માસ્ટર ભગવાનનું નામ ખાસ લેવું પડે. ‘અલબેલા’માં તેમણે કરેલા નૃત્યથી એક એવી પરંપરા ઊભી થઇ, જેનું અનુકરણ અમિતાભ બચ્ચન અને ગોવંિદા સુધીના અભિનેતાઓએ પોતપોતાની મર્યાદામાં રહીને કર્યું.


દેવ-દિલીપ-રાજ-અશોકકુમાર હંિદી ફિલ્મઉદ્યોગના ટોચના ગણાતા મોટા ભાગના હીરો નૃત્યમાં નબળા પુરવાર થતા હતા ત્યારે કિશોરકુમાર જેવા કોમેડી હીરોએ તોફાની, હલેસાંમાર નૃત્યની સાવ પોતીકી શૈલી અપનાવીને દર્શકોનું મનોરંજન કર્યું. માસ્ટર ભગવાન અને કિશોરકુમાર કરતાં સાવ જુદી ઢબે શમ્મી કપુરે પોતાનો સિક્કો જમાવ્યો. તેમની બે-ત્રણ મુખ્ય શૈલીમાં હાથ-ડોક-ચહેરાના લટકાઝટકા ઉપરાંત, કપડાંમાં ભરાયેલી કીડીઓ ખંખેરવાની હોય એવી, ‘એન્ટ્‌સ ઇન ધ પેન્ટ્‌સ’ સ્ટાઇલ, ખૂબ ચાલી. ડાન્સમાં પાશ્ચાત્ય અનુકરણની મોટા પાયે શરૂઆતમાં શમ્મી કપુર પહેલા હતા. તેમનો ભત્રીજો ૠષિ કપુર પાકો ડાન્સંિગ સ્ટાર બન્યો. ડિસ્કોના જમાનામાં મિથુન ચક્રવર્તીએ ડાન્સંિગ હીરો તરીકે લોકપ્રિયતા હાંસલ કરી. છેલ્લા દોઢેક દાયકાથી હંિદી ફિલ્મોમાં હીરો સરોજખાને કહ્યું તેમ નૃત્યને બદલે અંગકસરતના રવાડે ચડી ગયા છે અને અભિનેત્રીઓ ઓછામાં ઓછાં વસ્ત્રો સાથે તેમાં પોતાનો સહયોગ આપી રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved