Last Update : 08-June-2012, Friday

 

મઘ્યમ વર્ગના સ્પોર્ટ્‌સમેન ગાડીમાં ફરતા થયા
સ્પોર્ટ્‌સમાં સખત મહેનતે જંિદગીને સમૃદ્ધ બનાવી

 

- પરમજીત સમોતા ડીવાયએસ છે તો ગીતા- બબીતાનો પ્રેક્ટિસ ટ્રેક

 

બોક્સર મનોજકુમાર, કુસ્તીબાજ ગીતા- બબીતા, શૂટર અનિસા સઇદ, હેવીવેઇટ બોક્સર પરમજીત સમોતા, હોકી પ્લેયર ગુરૂવંિદર સંિહ વગેરે વચ્ચે બે સામ્યતા છે. એક તો આ લોકો સ્પોર્ટ્‌સમેન છે અને બીજું એ કે તેમની સખત મહેનતે તેમની જંિદગી સુખ-સગવડોથી ભરી દીધી છે. કોમનવેલ્થ ગેમ સહિતના અન્ય રમતોત્સવમાં આ લોકોને એક કરોડ રૂપિયાથી વઘુ કેશ એવોર્ડ સહિત ઇનામો મળ્યા છે.


૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ કૌભાંડ રંજીત બની ચૂકી છે, સુરેશ કલમાડી જેવા સાંસદોએ અહીં કૌભાંડોની હારમાળા સર્જી હતી પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે દૂર ગામડાના ખેલાડી માટે સમૃદ્ધિની અનેક તકો લાવીને મૂકી દીધી હતી. આ ખેલાડીઓને મળેલા ઇનામોએ તેમની જંિદગી બદલી નાખી છે.


આ ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે જે ગામડાઓમાં ઓછી સવલતો હોય, જ્યાં તાલીમ પણ ઓછી મળતી હોય, જેમના ઘરમાં આર્થિક છોળો ના ઊડતી હોય, જેમનું કુટુંબ મઘ્યમવર્ગમાં પણ ત્રીજા સ્તરે આવતું હોય એવા ખેલાડીઓએ પોતાને મળેલી રોકડ ઇનામોની રકમમાંથી ઘર લીઘું છે, ગાડી લીધી છે અને જીવનને થોડું સવલતભર્યું બનાવ્યુ છે.


અનિશા સઇદખાન શૂટર છે તે એવોર્ડ વીનર છે ૨૦૦૯ની તેમની સ્થિતિ પર નજર કરીએ તો અનિશા સઈદખાન અને તેના પતિ મુબારક હુસેન ફરીદાબાદના બે રૂમના ઘરનું ભાડું રૂા. ૬૦૦૦ માંડ ભરી શકતા હતા. તેમના મકાન માલિકે ભાડુ ૪૦૦૦ કરી આપ્યું અને કહ્યું કે શુટંિગની પ્રેક્ટિસ પર ઘ્યાન આપે. પરંતુ ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમમાં ૧.૨૫ કરોડ રૂપિયા જીતીને હવે તે ફરીદાબાદના જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં જ બે માળનું મકાન ખરીદી લીઘું છે. પૂણેના મઘ્યમવર્ગના કુટુંબમાં જન્મેલી અનિષાએ બે મેડલ જીતી બતાવ્યા હતા. અનિષાએ સૌ પ્રથમ ઘર ખરીદ્યું હતું. આમ તો, શુટંિગ એ બહુ ખર્ચાળ સ્પોર્ટ્‌સ છે પરંતુ અનિષાને મદદ મળી રહી. પ્રેક્ટીસ વખતે ઓછા પૈસાના કારણે તેને દશ કિ.મી. ચાલવું પડ્યું હતું.


ગીતા અને બબીતા પણ હરિયાણાની છે. ભિવાની જિલ્લાની આ બંને બહેનો પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં પ્રેક્ટિસ માટે જતી હતી. આ બંને કુસ્તીબાજ બહેનો અંગે સમાજ શું કહેશે તેનાથી તેમના પિતા ચંિતિત રહેતા હતા. ગીતાએ કોમનવેલ્થ ગેમમાં તો જાણે ડંકો વગાડ્યો છે અને તાજેતરમાં તે ઓલિમ્પિક માટે ક્વોલીફાઇડ થઈ છે તે પ્રથમ ભારતીય કુસ્તીબાજ એવી છે કે જે ઓલિમ્પિકમાં ક્વોલીફાઇડ થઈ હોઇ આ બંને બહેનોએ સવા કરોડની રોકડ અને અન્ય ઇનામો જીત્યા ત્યારે તેમના પિતાની સમાજની ચંિતા દૂર થઈ ગઈ હતી. બંને બહેનોએ બધા જ પૈસા તેમના પિતાને આપી દીધા હતા. તેમના પિતાએ તેમને તાલીમ આપવા સરકારી નોકરી છોડી દીધી હતી. હવે તો તેમણે પોતાની વ્રેસ્ટલીંગ સેટ વસાવી દીધી છે હવે તે પોતાની કારમાં ફરે છે તેમને માન- પ્રતિષ્ઠા મળી છે. સેન્ટ્રો અને એક્સફોર ધરાવતી બહેનોની નજર હવે સૂવ પર છે.


બોક્સર મનોજકુમારની વાત તો ખૂબ લાગણીથી ભરેલી છે તેમના પિતાને મળતા સામાન્ય પેન્શનમાંથી તેમને પાંચ સભ્યોનું ઘર ચલાવવું પડતું હતું. ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમમાં જીતેલી એક કરોડની રકમમાંથી પોતાનું ઘર રીપેર કરાવ્યું, કુટુંબને પૈસાનો સપોર્ટ કર્યો કૌન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચન અને શાહરૂખખાનને મળવાનું પણ થયું હતું. હરિયાણા સરકારે આપેલો ૨૦ લાખ રોકડનો એવોર્ડ તેને આર્થિક રીતે સમૃદ્ધ બનાવતો હતો. પછી તો ટી.વી. પરના ઇન્ટરવ્યૂમાં પૈસા મળવા લાગ્યા અને તેનું બેંક બેલેન્સ વધવા લાગ્યું હતું હવે તેની પાસે મારુતિ સ્વીફ્‌ટ છે તમામ ઇલેક્ટ્રોનિક સાધનો તેની પાસે છે.


હરિયાણાના ભીવાની જિલ્લાના દિનોદ ગામમાં રહેતા પરમજીત સમોતાની પણ કંઈક આવી જ સ્ટોરી છે. પ્રથમ કોમનવેલ્થ ગેમ અને પછી એશિયન ગેમે તેનું નસીબ બદલી નાખ્યું હતું. હેવીવેઇટ બોક્સર જંિદગીનો તખ્તો આટલો ઝડપભેર બદલશે એમ સપને પણ વિચારતો નહોતો તેના પિતા લશ્કરના નિવૃત્ત અધિકારી હોઈ પેન્શન પર ઘર ચાલતું હતું. થોડી ખેતી હતી ઇન્ડિયન રેલવેમાં નોકરી કરતો પોતાના ટ્રેનંિગ કેમ્પ સુધી ચાલતો જતો આ બોક્સર ટોયેટા ફોર્ચ્યુનર લઈને ફરે છે પોતાનું જૂનું ઘર તોડીને નવું બનાવી દીઘું છે. સુખ- સવલતના તમામ સાધનો ઊભા કરી દીધા છે. હરિયાણા અને કેન્દ્ર સરકારે આપેલા વિવિધ ઇનામોમાં સવા કરોડ રૂપિયાની રોકડનો પણ સમાવેશ થયો હતો. પ્રશંસાજનક વાત તો એ છે કે એવોર્ડ જીત્યા પછી પરમજીત સમોતાને સ્પોર્ટસ ક્વોટા હેઠળ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી ગઈ અને તે પણ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે !!


સખત મહેનત અંતે રંગ લાવે છે ઉપર દર્શાવેલ કોઈ પણ ખેલાડીએ સ્વપ્નામાં પણ સ્વીફ્‌ટ ગાડી અને આઘુનિક સવલતો મળશે એમ વિચારતા હતા આવા ઉદાહરણોને કારણે નવી પેઢીના જુવાનોને મહેનત કરવાની ઇચ્છા થાય અને તે પણ આર્થિક સમૃદ્ધિ અંગે સપના જોઈ શકે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 

 

 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved