Last Update : 08-June-2012, Friday

 

સમયના અભાવે ઘરે જ તંદુરસ્ત રહેવાનો ઓપ્શન

ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’

 

- ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે શહેરના પરિવારો ફિટ એન્ડ હેલ્થી રહેવા માટે હોમ જીમનો કોન્સેપ્ટ જીમ ટ્રેનરની સલાહથી અપનાવી રહ્યાં છે.

આજની ફાસ્ટ લાઇફમાં દરેકને સ્માર્ટ દેખાવું છે. પરંતુ ઘણાં કામકાજની વચ્ચે શરીરને ફિટ એન્ડ હેલ્થી રાખવાનો સમય મળતો નથી.. કારણ પૂછવામાં આવે તો જણાવશે કે અમારી પાસે એટલો સમય નથી કે જીમ કે હેલ્થ ક્લાસ જોઇન્ટ કરી શકીએ. જો કે સ્માર્ટ અને હેલ્થી દેખાવું કોને પસંદ ન હોય પરંતુ બીઝી શેડ્યુલ્ડના કારણે મેન કે વિમેન પોતાના શરીર ફિટ રાખવા માટે એક્સ્ટ્રા સમય કાઢી શકતા નથી.. આ સમસ્યા સામે ‘હોમ જીમ’ બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે લોકો એવું માનતાં હોય છે કે હોમ જીમ ઉભું કરવું કોસ્ટલી અને ઘરમાં વઘુ સ્પેસ જોઇએ. આજે માર્કેટમાં ઇમ્પોર્ટેડ મશીન ઉપલબ્ધ છે તે ફોલ્ડ થઇને આપણાં ઘરના એક ખૂણામાં ઇઝી રીતે મૂકી શકાય છે. એક્સસાઇઝના આ સાધનો પણ જો તમારા જીમ ટ્રેનરની સલાહથી ખરીદો તો લો કોસ્ટમાં અવેલેબલ થઇ શકે છે.
આજે ફાસ્ટ લાઇફ સ્ટાઇલને કારણે ઓફિસ, ઘર અને પરિવારની જવાબદારી જેવી બાબતો વચ્ચે સંતુલન સાધવું કોઇની પણ માટે મુશ્કેલ બની શકે છે. અને બધાંની વચ્ચે પોતાના શરીરને ફિટ એન્ડ હેલ્થી રાખવું છે. આ અંગે વિજય શર્મા કહે છે કે ‘હોમ જીમમાં જરૂરિયાત પ્રમાણેના સાધનોની ગોઠવણ કરવામાં આવે છે. તમારી બોડીને દરરોજ કેટલી એક્સસાઇઝની જરૂર રહેશે તેના આધારે જીમ ટ્રેનર તેમને ઘરમાં જીમના સાધનો મુકાવવાનું જણાવશે. અને તમારો ગોલ કેટલો છે. તેને પણ ઘ્યાનમાં રાખવું જોઇએ. તેના આધારે હોમ જીમ ડેવલપ કરવું જોઇએ.’ હોમ જીમમાં આપણા અનુકૂળ સમયે એક્સસાઇઝ કરી શકીએ છીએ. અને ઇક્વિપમેન્ટ પણ આપણા પસંદગીના હોય છે. જેથી આપણી બોડીને જરૂરીયાત હોય તેવા સાધનો હોવાની એક્સસાઇઝથી કાંટાળો આવતો નથી. આ અંગે અમદાવાદની કલબના જીમ ટ્રેનર અરવંિદ શર્મા કહે છે કે ‘આજે કોઇપણ વ્યક્તિ હોમ જીમ પોતાના ઘરમાં તૈયાર કરી શકે કે કારણ કે જેટલો ખર્ચ બે-ત્રણ વર્ષની કલબ મેમ્બરશીપનો થાય છે તેટલો જ ખર્ચ ઘરની અંદર જીમ તૈયાર કરવા પાછળ થતો હોય છે. આજે દરેક વ્યક્તિ પાસે આરામ કરવાનો પણ સમય બચતો નથી જેના કારણે ઘરથી નજીક હોય તેવી એક્ટિવિટીમાં તેમાં જોતરાઇ જાય છે. પરંતુ હોમ જીમને તૈયાર કરાવાની યોગ્ય જાણકારી હોવી જરૂરી છે.’
સામાન્ય રીતે હોમ જીમમાં કોઇ ટ્રેનર ન હોવાને કારણે ઘણી સમસ્યાઓ આવી શકે છે, જેથી જીમ ટ્રેનર પાસે એડવાઇઝ લઇને હોમ જીમના ઇક્વિપમેન્ટ ખરીદવા જોઇએ. ઘરમાં કોઇ ટ્રેનર ન હોવાને કારણે મનમાં આવે તેટલી વખત એક્સસાઇઝ કરવા લાગીએ છીએ જેના કારણે બોડીના મશલ્સમાં દુખાવો શરૂ થઇ જાય છે માટે એક વખત પોતાના જીમ ટ્રેનર પાસે સલાહ લઇને એક્સસાઇઝ કરવી જોઇએ. જો આ પ્રમાણે ન કરવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ અંગે જીમ ટ્રેનર પ્રણવ ચૌધરી કહે છે કે ‘આજે હોમ જીમ ધરાવતી દરેક વ્યક્તિએ સીધી જ એક્સસાઇઝ કરવાની શરૂ કરવી ન જોઇએ, શરૂઆતમાં ૧૦ થી ૧૫ મિનિટ જેટલો સમય વાર્મઅપ માટે આપવો જોઇએ જેથી બોડીના હરેક મશલ્સ રિલેક્શ થઇ જાય અને સ્થૂળ શરીર એક્સસાઇઝ માટે તૈયાર થઇ જાય છે.’ જો કે મોટા બજેટની સમસ્યા સતાવતી હોય તેવા ફેમેલી બે-ત્રણ મિત્રો સાથે મળીને જીમ તૈયાર કરતાં હોય છે. અને હવે તો સોસાયટી કે ફ્‌લેટમાં રહેતા લોકો પોતાના ખર્ચે સોસાયટીમાં એક ચોક્કસ જગ્યાએ જીમ તૈયાર કરતાં હોય જ્યાં દરેક વ્યક્તિ પોતાના સમયની અનુકૂળતાએ અહીં જઇને એક્સસાઇઝ કરી શકે છે. ચલો હવે હોમ જીમનો કોન્સેપ્ટ તો ક્લિયર થયો પણ પછી ડેઈલી ફૂડમાં પણ એટલી જ કોન્સિયસનેસ રાખવી પડશે. નહીતર હોમજીમ અપનાવવાથી પાતળા થવાને બદલે દિવસેને દિવસે જાડા થવા લાગશો. પછી આ હોમજીમ કોન્સેપ્ટ પણ કંઈ કામ નહી લાગે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved