Last Update : 08-June-2012, Friday

 

ભાર સાથેના ભણતરની તૈયારીઓ

 

- સ્કુલોમાં નવા સત્રની શરૂઆત થવાની તૈયારી છેે ત્યારે અલગ અલગ સ્ટેશનરીમાં વેરાઇટી તો ભરપુર છે પણ તે વસ્તુઓના ભાવો આસમાને છે.

એક તરફ બાળકોમાં વેકેશન પૂરુ થવાનું દુઃખ છે. તો બીજી તરફ સોમવારથી સ્કુલોમાં નવા સત્રની શરૂઆત સાથે જ નવા અને જુના મિત્રોને મળવાનો ઉત્સાહ વેકેશન પૂરુ થવાનું બાળકોનું દુઃખ ઓછું કરાવે છેે. સોમવારથી સ્કુલો શરૂ થતી હોવાથી માતા પિતા પોતાના દીકરા દિકરી માટે નવી બેગ્સ, નોટબુક, પેન,પેન્સિલ, કંપાસ બોક્સ, સ્કેલ, બુક, વગેરે જેવી વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત થઈ ગયા છે. અમદાવાદની આશરે ૧૫૦૦ થી પણ વધારે સ્ટેશનરીની દુકાનો પર ખરીદીના કારણે અત્યારે ખુબ જ ધસારો જોવા મળી રહ્યો છે. પાંચમા ધોરણથી લઈને બારમા ધોરણમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્‌સ માટે બજારમાં પેનથી લઈને સ્કેલ સુધીની તમામ વસ્તુઓ અલગ અલગ વેરાઈટીઝમાં મળવા લાગી છે. વેરાઈટીઝ તો મળી રહે છે પણ સાથે સાથે તે વસ્તુના ભાવો પણ તે વેરાયટીઝના આધારે લેવાવા લાગ્યા છે. થોડા વર્ષો પહેલાં પેન કે પેન્સિલની વાત આવે એટલે ફક્ત એક કે બે જ પેન પેન્સિલો અને અલગ વેરાયટીમાં મળી રહેતી હતી. ત્યારે હવે એક બેની જગ્યાએ અઢળક સંખ્યામાં પેન, પેન્સિલ, રબર, બેગ, કંપાસ, સ્કેલ, કલર, બુક, વગેરે જેવી વસ્તુઓ મળવા લાગી છે. પેન્સિલની વાત કરીએ તો અત્યારે અલગ અલગ પ્રકારની અને જુદા જુદા ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થાય એવી પેન્સિલોના બોક્સ બજારમાં ૧૫ રૂપિયાથી લઈને ૧૨૦ રૂપિયામાં મળી રહ્યા છે. જેમાં એક બોક્સમાં ૧૦ નંગ પેન્સિલ આપવામાં આવે છે, આમાં ફક્ત સાદી પેન્સિલ નહીં પરંતુ લાઈટ અને ડાર્ક પેન્સિલનો પણ સમાવેશ થઈ જાય છે. ઉપરાંત ૨બી, એચ.બી, ૫ બી , ૬ બી, વગેરે જેવી પેન્સિલો પણ અત્યારે માર્કેટમાં છે. આવું જ કંઈક પેનના કિસ્સામાં પણ છે અત્યારે કેટલીય નવી કંપનીઓ સ્ટેશનરી બજારમાં પોતાની અવનવી પેન લઈને આવી ગઈ છે. અત્યારે બજારમાં રૂપિયા ૧ થી લઈને ૧૫૦૦ સુધીની પેન મળી રહે છે. ૧ થી ૧૫૦૦ રૂપિયાની પેનને ભાવના આધારે અલગ અલગ સ્વરૂપ આપવામાં આવ્યા છે. બોલપેન, જેલપેન, ઈંક પેન, આ પ્રકારે નામો આપીને અને પેનોને પણ અવનવા નામ આપીને એક નવી વેરાયટી ઉભી કરવામાં આવી છ. હવે વાત બેગની આવે ત્યારે બેગ પર તો જાણે ચાઈના માર્કેટનું ગ્રહણ જ લાગી ગયુ છે, આવું કહેવું એ અતિશયયોક્તિ કહી શકાય નહીં. કારણ કે જ વસ્તુ આપણને મોલ કે બીજી જગ્યાએ ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયામાં મળી રહે છે તે જ વસ્તુ આપણને ચાઈના મટીરિયલમાં ફક્ત ૪૦૦ રૂપિયાના ભાવે મળી જાય છે. નાના બાળકોમાં અત્યારે બેન્ટેન્ટ, ડોરોમોન, સ્પાઈડરમેન, બાર્બી બેગ ખુબ જ ફેવરીટ છે. સ્ટેશનરીની વાત આવે ત્યારે રબરને યાદ કરવુ જ પડે એમ છે. અત્યારે રબરમાં સેફ્‌ટી સાથે અલગ અલગ વેરાયટીઝમાં પણ મળવા લાગ્યા છે. નોન ડસ્ટ રબર, નોન ટોક્સિક રબર, સાથે સાથે વેરાઈટીઝમાં જેવી કે સ્પાઈડરમેન, બેટમેન, સુપરમેન વગેરેના આકારમાં મળવા લાગ્યા છે આ રબર પચાસ પૈસાથી લઈને ૪૫ રૂપિયા સુધીની કંિમતે મળવા લાગ્યા છે. કંપાસ બોક્સમાં કંઈક આવું જ છે, થોડા સમય પહેલ જે મજબુતાઈથી ભરપુર એવા લોખંડના કંપાસ આવતા હતા પણ અત્યારે તેનુ સ્થાન પ્લાસ્ટિકના મેગ્નેટિક કંપાસ બોક્સે લઈ લીઘુ છે. જેમાં ફક્ત એક જ સ્વિચ દબાવીએ એટલે સડસડાટ રબર કે પછી પેન એક બોક્સ માંથી બાર આવી જાય છે. આવા મેગ્નેટિક કંપાસ બોક્સ અત્યારે બજારમાં ૪૦ થી લઈને ૪૦૦ રૂપિયા સુધીના ભાવે મળવા લાગ્યા છે.
તેજસ ભટ્ટ કહે છે કે અત્યારે અમદાવાદમાં ફક્ત એપ્રિલ થી લઈને જુન માસના ત્રણ જ મહિનામાં ફક્ત એક જ સ્ટેશનરીની દુકાનદાર લાખોની કમાણી કરે છે. આનુ કારણ ફક્ત એક જ છે. અત્યારે દરેક વસ્તુમાં વેરાઈટિઝ મળવા લાગી છે. પેન પેન્સિલ,નોટબુક, બેગ્સ, સ્કેલ કોઈપણ વસ્તુ હોય મઘ્યમ વર્ગના વ્યક્તિ અને દરેકને પોસાય તેવી વસ્તુઓ અત્યારે માર્કેટમાં ેછે. પહેલા પેન હોય કે પેન્સિલ, રબર, કંપાસ, હોય કંઈપણ ખરીદી કરવી હોય તો એક જ બ્રાંન્ડની વસ્તુઓ મળતી હતી પરંતુ અત્યારે ગ્રાહક પાસે ઘણા ઓપ્શન છે. અને આ ઓપ્શન જ અલગ અલગ વેરાયટીઝ ઉભી કરે છે. અત્યારે બાળકો માટે જ નહી ટીચર્સ પણ જે વસ્તુઓ યુઝ કરે છે તે તમામ વસ્તુઓ એટલે કે ચોક, બોર્ડમાં પણ વેરાયટીઝ આવા લાગી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved