Last Update : 08-June-2012, Friday

 
દિલ્હીની વાત
 

ભાજપનો વધુ એક ફિઆસ્કો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ લોકસભાની કનાઉજ બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના છે પરંતુ ભાજપે તેમની સામે ઉમેદવાર મુકીને વધુ એક વિવાદ સજર્યો છે. રાજકીય વર્તુળોમાં ચકચાર જગાવતા આ મુદ્દામાં ઉત્તર પ્રદેશ ભાજપ અને ભાજપની કેન્દ્રીય નેતાગીરી વચ્ચે કો-ઓર્ડીનેશનનો અભાવ છે તે દેખાઈ રહ્યું છે અથવા તો ભાજપ હાથે કરીને આવું કરી રહ્યું છે. જો કે મોદી-જોષી ફિઆસ્કો પછી પક્ષના પ્રમુખ નીતિન ગડકરીને વધુ એક ઝાટકો આપતી આ ઘટના છે.
ડિમ્પલ યાદવ સામે ભાજપનો ઉમેદવાર
ગયા મંગળવારે ભાજપની સ્ટેટ ઈલેક્શન કમિટીએ એવો નિર્ણય કર્યો હતો કે ડિમ્પલ યાદવ સામે તે કોઈ ઉમેદવાર ઉભો નહીં રાખે. પરંતુ બુધવારે છેલ્લી મિનિટે નિર્ણય બદલાયો હતો. કેન્દ્રિય નેતાગીરી અને નીતિન ગડકરીએ જાગદેવને ડિમ્પલ યાદવ સામે ઉભા રાખ્યા હતા. રાજ્યની નેતાગીરીએ લીધેલા નિર્ણયને કેન્દ્રિય નેતાગીરીએ સ્વીકાર્યો નથી એ વાત માન્યામાં આવે એમ નથી. આ કિસ્સામાં વિચિત્રતા તો એ છે કે ભાજપના ઉમેદવાર જાગદેવ યાદવ ઉમેદવારી પત્રક ભરવા સમયસર પહોંચી શક્યા નહોતા. બીજી તરફ સમાજવાદી પક્ષના કાર્યકરોએ તેમને રોકી રાખ્યા હતા એવી વાતો ચલાવાઈ છે પણ તે કોઈના ગળે ઉતરે એમ નથી. પક્ષના સૂત્રો જાણે છે કે જાગદેવ યાદવ જાણે છે કે રાજ્યની નેતાગીરી તેમની સાથે નથી.
કોંગ્રેસે પણ ઉમેદવાર નથી ઊભો રાખ્યો
લોકસભાની સૌધી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશના સૌથી વધુ સાંસદો લોકસભામાં મોકલતા સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવને રીઝવવા તમામ રાજકીય પક્ષો પ્રયાસ કરે છે. આગામી લોકસભાના પરિણામોમાં જો કો ઈપક્ષને બહુમતી નહીં મળે તો મુલાયમસિંહના ફાળે મહત્વનો રોલ ભજવવાનો આવશે. કોંગ્રેસે ભવિષ્યનો ખ્યાલ રાખીને ડિમ્પલ યાદવ સામે ઉમેદવાર ઊભો નથી રાખ્યો. રાજકીય સમીક્ષકો કહે છે કે ડિમ્પલ સામે ઉમેદવાર ઉભો રાખવાનું નાટક ભાજપે કહ્યું છે.
મોન્ટેકસિંહ પર ટોઈલેટના છાંટા
વીઆઈપી ટોઈલેટ બનાવવાના મુદ્દે આયોજન પંચના ડેપ્યુટી ચેરપર્સન્ટ સામે માછલાં ધોવાઈ રહ્યા છે વીઆઈપી બે ટોઈલેટ પાછળ ૩૫ લાખનો ખર્ચો થયો છે એમ ખુદ તેમણે જ સ્વીકાર્યું છે. તેમની ચિંતામાં એક ઓર વધારો થયો છે. સાંસદોએ મોન્ટેકસિંહ પર આરોપ મુક્યો છે કે તેમણે મોંઘા વિદેશ પ્રવાસ કર્યા છે. સાંસદોના દબાણ બાદ તે હવે પ્રવાસનો વિગતવાર ખર્ચ આફવાના છે. પરંતુ તેના કારણે પ્લાનીંગ કમિશનના અન્ય સભ્યો અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. કેટલાક સભ્યોએ વર્ષમાં બે-બે મહિના સુધી વિદેશ પ્રવાસ કર્યા છે તો કેટલાંક દર મહિને વિદેશ પ્રવાસે જતા હતા. સૂત્રો જણાવે છે કે આ લોકો સત્તાવાર અને પ્રાઈવેટ પ્રવાસ વચ્ચેનો ફેર રજ કરશે.
ચૂંટણી કમિશ્નરોની ઉડાઉડ
મુખ્ય ચૂંટણ કમિશ્નર એસ.વાય કુરેશીએ સૌથી વધુ વિદેશ પ્રવાસ કરવાનો રેકોર્ડ ૧૦ જુને સ્થાપ્યો છે. લગભગ ૧૨૪૦ દિવસે તે વિદેશ પ્રવાસે જતા હતા. એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવાયું હતું કે મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય. કુરેશીએ તેમના બે વર્ષના શાસનકાળમાં ૧૭ દેશોનો પ્રવાસ કર્યો છે અને તે પાછળ ૪૯.૫૫ લાખ રૃપિયાનો ખર્ચ કર્યો છે. તેમના તાત્કાલીક પુરોગામી નવીન ચાવલાએ નવ વિદેશ પ્રવાસ કર્યા હતા જ્યારે તેમના પણ પુરોગામી એન. ગોપાલસ્વામીએ રા. ૫.૫ લાખના ખર્ચ માત્ર ચાર વિદેશ પ્રવાસ કર્યા હતા.
મારૃતિ, મહેન્દ્ર અને બીએમડબલ્યુ...
ડિઝલ કારની માગ વધવાના પગલે દેશના સૌથી મોટા કાર ઉત્પાદક મારૃતિ સુઝુકીએ પેટ્રોલ કારના ઉત્પાદન પર કાપ મુક્યો છે. જ્યારે દેશના સૌથી મોટા બહુ વપરાશમાં આવતા વાહન ઉત્પાદક મહેન્દ્ર એન્ડ મહેન્દ્રએ તેમના નવા પ્લાન્ટમાં ૪૦૦૦ કરોડના રોકાણનો નિર્ણય કર્યો છે. જો કે બીએમડબલ્યુ ગુ્રપની વાત કંઈક જુદી જ છે. તેણે 'મીની' બજારમાં મુકી છે. અને તેણે અત્યાર સુધીમાં ૫.૩ અબજ રૃપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે અને તે વધુ રોકાણ માટે આયોજન કરી રહ્યું છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved