Last Update : 08-June-2012, Friday

 

ફેરરે મરે સામે ૬-૪, ૬-૭, ૬-૩, ૬-૨થી વિજય મેળવ્યો
યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર

નડાલે આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં એક પણ સેટ ન ગુમાવવાનો રેકોર્ડ જાળવ્યો

પેરિસ, તા.૭
ફ્રેન્ચ ઓપનમાં આવતીકાલે વર્લ્ડ નંબર વન યોકોવિચ અને ત્રીજો ક્રમાંક ધરાવતા ફેડરર વચ્ચે હાઇપ્રોફાઇલ સેમિ ફાઇનલ મુકાબલો ખેલાશે. જ્યારે ફાઇનલમાં પ્રવેશવા માટેના બીજા મુકાબલામાં ક્લે કોર્ટ કિંગ નડાલનો સામનો તેના જ દેશના ફેરર સામે થશે.
રોલેન્ડ ગેરોં ખાતે ચાલી રહેલી સિઝનની બીજી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનિશ સ્ટાર નડાલે આ વર્ષે એક પણ સેટ ન ગુમાવવાના રેકોર્ડ જાળવી રાખતાં આગેકૂચ કરી હતી. નડાલે તેના જ દેશના અલ્માગ્રોને ૭-૬, ૬-૨, ૬-૩થી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે ક્લે કોર્ટ પર ૫૦મો વિજય મેળવ્યો હતો. નડાલ ૨૦૦૫માં ૧૮ વર્ષની વયે અંહી પ્રથમ વખત રમ્યો હતો. તે આ વર્ષોમાં અંહી એક જ વખત ૨૦૦૯માં હાર્યો છે, જ્યારે તેને ચોથા રાઉન્ડમાં સ્વિડનના સોડરલિંગે પરાજય આપ્યો હતો.જો કે ત્યાર બાદ તેણે ફરી અંહી પ્રભુત્વ સ્થાપિત કર્યું હતુ. નડાલને આ વખતે ટેનિસના ઓપન એરાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સાત ફ્રેન્ચ ઓપન જીતનારો પ્રથમ ખેલાડી બનવાનો રેકોર્ડ નોંધાવવાની તક છે.
નડાલનો સામનો તેના જ દેશના ફેરર સામે થશે. ફેરર તેનો બાળપણનો દોસ્ત પણ છે. ફેરરે ક્વાર્ટર ફાઇનલમાં ચોથો ક્રમાંક ધરાવતા બ્રિટનના એન્ડી મરેને ૬-૪, ૬-૭, ૬-૩, ૬-૨થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.
ટેનિસના ચાહકોની નજર તો આવતીકાલે રમાનારી યોકોવિચ અને ફેડરર વચ્ચેની હાઇપ્રોફાઇલ સેમિ ફાઇનલ પર જ મંડાયેલી છે. યોકોવિચ માટે આ બદલાની મેચ બની શકે છે કારણ કે ગત વર્ષે ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં યોકોવિચને ફેડરરને હરાવ્યો હતો.
યોકોવિચે ગત વર્ષે ટેનિસમાં જોરદાર દેખાવ કરતાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પણ જીત્યું હતુ. જેના કારણે સતત ચાર ગ્રાન્ડ સ્લેમ જીતનારા પ્રથમ ખેલાડી તરીકે ૪૨ વર્ષ બાદ ઇતિહાસ રચવાની તેની પાસે તક છે. જ્યારે બીજી તરફ ફેડરર ક્લે કોર્ટ પર પોતાનો પ્રભાવ સાબિત કરવા માંગે છે. તાજેતરમાં મેડ્રીડમાં બ્લૂ ક્લેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં નડાલ-યોકોવિચ શરૃઆતના રાઉન્ડમાં હારી ગયા હતા અને ફેડરર તેમાં ચેમ્પિયન બન્યો હતો. ફેડરરે ત્યારે કહ્યું હતુ કે, સારા ખેલાડીઓએ દરેક સરફેસ પર વિજયી દેખાવ કરવાનો હોય છે. હવે ફેડરર રેડ ક્લે પર પણ સફળતા મેળવવા માટે આતુર છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved