Last Update : 08-June-2012, Friday

 
 

વર્લ્ડ ચેમ્પિયન સ્પેન, નેધરલેન્ડ, જર્મની યુરો કપ જીતવા માટે પ્રબળ દાવેદાર
આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યુક્રેન અને પોલેન્ડમાં ૧લી જુલાઇ સુધી યુરોપીયન ફૂટબોલની મેગા-ઇવેન્ટ યોજાશે ઃ ૧૬ ટીમો વચ્ચે કુલ ૩૧ મેચો રમાશે

વર્સોવા, તા.૭
યુરોપીયન ફૂટબોલની હાઇપ્રોફાઇલ ટુર્નામેન્ટ યુરો કપ-૨૦૧૨નો આવતીકાલથી પોલેન્ડના વર્સોવા ખાતે પ્રારંભ થશે. યુરોપની શ્રેષ્ઠ ફૂટબોલ ટીમ તરીકે પ્રસ્થાપિત થવા માટે ટોચની ૧૬ ટીમો વચ્ચે કુલ ૩૧ મુકાબલા થશે. જેની ફાઇનલ ૧લી જુલાઇના રોજ ટુર્નામેન્ટના સંયુક્ત યજમાન યુક્રેનના કીવ શહેરમાં આયોજીત થશે.
યુરો કપ જીતવા માટે વર્લ્ડ ચેમ્પિયન સ્પેન પ્રબળ દાવેદાર છે. જો કે વર્લ્ડ કપની રનર્સઅપ નેધરલેન્ડની ટીમ તેમજ જર્મની તેમને આંચકો આપી શકે છે. આ ઉપરાંત પોર્ટુગલ, ઈંગ્લેન્ડ, ઇટાલી, સ્વિડન, ફ્રાન્સ, ચેક રીપબ્લીક જેવી ટીમો ટુર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જતા આશ્ચર્યજનક પરિણાંમ આપી શકે છે. યુરોપની હાઇપ્રોફાઇલ ટીમોના સ્ટાર ખેલાડીઓ પર એક નજર...
એન્ડ્રેસ એનીએસ્તા (સ્પેન) ઃ વર્ષ૨૦૦૮માં સ્પેનને યુરોપીયન ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા ભજવનારો એનીએસ્તા આ વખતે પણ ટીમ માટે નિર્ણાયક સાબિત થશે. વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલેન્ડ સામે એનીએસ્તાના નિર્ણાયક ગોલને સહારે જ સ્પેન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ.
રોબીન વાન પર્સી (નેધરલેન્ડ) ઃ નેધરલેન્ડનો સુપરસ્ટાર ખેલાડી વાન પર્સી આ વખતે જોરદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડની પ્રીમિયર લીગમાં આર્સેનલ તરફથી ૩૮ મેચોમાં ૩૦ ગોલ ફટકાર્યા છે. તેમાંય ક્લાઆસ અને રોબ્બેન જેવા ખેલાડીઓની હાજરીમાં વાન પર્સની રમતમાં વધુ નિખાર જોવા મળશે.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) ઃ પોર્ટુગલના હાઇપ્રોફાઇલ સ્ટાર રોનાલ્ડો પર ચાહકોની અપેક્ષાનું જબરદસ્ત ભારણ રહેશે. એકલા હાથે મેચનો તખ્તો પલ્ટી નાંખવા માટે જાણીતા રોનાલ્ડોએ આ વખતે કલબ લેવલે ૫૫ મેચમાં ૬૦ ગોલ ફટકાર્યા છે.
બાસ્તીન સ્વાઇન્સટાઇગર (જર્મની) ઃ જર્મનીની ન્યૂ લૂક ટીમમાં અનુભવી સ્વાઇન્સટાઇગરની પ્લેમેકર તરીકેની ભુમિકા મેચના પરિણાંમમાં નિર્ણાયક સાબિત થશે. જર્મની પાસે ક્રૂસ, મુલર, ગોમેઝ જેવા આક્રમક ખેલાડીઓ છે પણ તેમનો આધાર સ્વાઇન્સટાઇગરની કુશળતા પર રહેલો છે.
એન્ડ્રેસ પીર્લો (ઈટાલી) ઃ ઇટાલીને ૨૦૦૬ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા ભજવનારા પીર્લોને ડીપ-લેઇંગ પ્લેમેકર તરીકે વિશ્વનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવે છે. તાજેતરમાં મેચફિક્સિંગના વિવાદમાં સપડાયેલું ઇટાલી ચાહકોને યુરો કપની ભેટ આપવા આતુર છે.
ટોમસ રોસેસ્કી (ચેક રીપબ્લીક) ઃ ચેક રીપબ્લીકમાં ફૂટબોલની ગોલ્ડન જનરેશનના સ્ટાર રોસેસ્કીનો અનુભવ ટીમ માટે સૌથી ઉપયોગી સાબિત થશે. ચાલુ સિઝનમાં કલબ લેવલે સફળતા મેળવીને રોસેસ્કીએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી અને હવે તે રાષ્ટ્રીય ટીમને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે કટિબધ્ધ છે.
ઝ્લાટાન ઇબ્રાહિમોવિચ (સ્વીડન) ઃ વિશ્વના શ્રેષ્ઠ સ્ટ્રાઇકર્સમાં સામેલ ઇબ્રાહિમોવિચ હજુ મેજર ટુર્નામેન્ટમાં ચમકારો દેખાડી શક્યો નથી. જો કે એસી મિલાનનો સુપરસ્ટ્રાઇકર ઇબ્રાહિમોવિચ આ યુરો-૨૦૧૨ તેનો રેકોર્ડ સુધારશે અને સ્વિડનને ચેમ્પિયન બનાવશે તેવી આશા તેના ચાહકો રાખી રહ્યા છે.
કરીમ બેન્ઝેમા (ફ્રાન્સ) ઃ રિયાલ મેડ્રીડ તરફથી રમતો બેન્ઝેમા ફ્રાન્સની યુવા પેઢીનો ટોચનો સ્ટ્રાઇકર છે. મેડ્રીડને લા લીગામાં ચેમ્પિયન બનાવવામાં બેન્ઝેમાનો દેખાવ મહત્વનો રહ્યો છે અને તેણે કુલ ૩૩ ગોલ ફટકાર્યા છે. ફ્રાન્સ પાસે ફ્રેન્ક રીબેરી જેવો આક્રમણ પંક્તિનો સ્ટાર પણ છે.
વેન રૃની (ઈંગ્લેન્ડ) ઃ બેકહામ બાદ ઈંગ્લેન્ડના સોકર સ્ટાર તરીકે સેન્ટરસ્ટેજ મેળવનારા વેન રૃની માટે આ યુરો કપ મહત્વનો બની રહેશે. કલબ લેવલે માન્ચેસ્ટર યુનાઇટેડ માટે નિર્ણાયક દેખાવ કરનારા રૃની પર ઈંગ્લેન્ડનો મદાર રહેશે.
એન્ડ્રીય શેવ્ચેન્કો (યુક્રેન) ઃ યજમાન ટીમનો સ્ટાર શેવ્ચેન્કો એક સમયે યુરોપનો બેસ્ટ સ્ટ્રાઇકર રહી ચુક્યો છે. ૨૦૦૯થી ડાયનેમો કીવ કલબમાં પુનરાગમન કર્યા બાદ શેવ્ચેન્કોએ ૫૫ મેચમાં ૨૩ ગોલ ફટકાર્યા છે.
આન્દ્રે અર્શાવીન (રશિયા) ઃ રશિયાની ટીમના ટોચના સ્ટાર્સમાં સામેલ અર્શાવીન પર ચાહકોની નજર રહેશે. કલબ કક્ષાએ આર્સેનલ તરીફથી રમતાં અર્શાવીન માટે ફરી પોતાની પ્રતિભા અને રમતનો નિખાર દર્શાવવાની યુરો કપમાં શ્રેષ્ઠ તક છે.
આ ઉપરાંત યુક્રેન માટે લુકાસ મોડ્રીક ,ગ્રીસ માટે સોટીરીસ નીનીસ, પોલેન્ડ માટે લેવાન્ડોવસ્કી, ડેનમાર્ક માટે ડેનીયલ એગેર અને રીપબ્લીક ઓફ આયર્લેન્ડ માટે એડેન મેક્ગેડી નિર્ણાયક સાબિત થઇ શકે તેમ છે.

ગુ્રપ-એ
ચેક રીપબ્લીક, રશિયા,
ગ્રીસ, પોલેન્ડ
ગુ્રપ-બી
નેધરલેન્ડ, જર્મની, પોર્ટુગલ,
ડેનમાર્ક
ગુ્રપ-સી
સ્પેન, ઇટાલી, ક્રોએશિયા,
રિપબ્લીક ઓફ આયર્લેન્ડ
ગુ્રપ-ડી
ફ્રાન્સ, સ્વીડન, ઈંગ્લેન્ડ અને યુક્રેન

આજની મેચ
પોલેન્ડ વિ. ગ્રીસ રાત્રે ૯.૩૦થી
રશિયા વિ. ચેક રીપબ્લીક
રાત્રે ૧૨.૧૦થી

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેનો મુંબઇમાં ફલોપ-શોઃ દસ જ મહિનામાં પ્રભાવ ઓસરી ગયો

ટાઇલ્સ-નિર્માતા કંપનીએ રાજકારણીઓ સહિત વિવિધ ખાતાંને રૃા.૯ કરોડની લાંચ આપી

મુંબઇ યુનિ.ના ઇતિહાસમાં પહેલીવાર ટી.વાય.બી. કોમનું પરિણામ ૮૧.૫ ટકા
વિમાન પ્રવાસમાં ફિલ્મ સર્જકની બે કરોડની ડિજીટલ પ્રિન્ટ ગાયબ
અભિનેત્રી લૈલા ખાને એલ.ઇ.ટી. માટે મુંબઇની રેકી કરી હતી
બેંકિંગ, રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષની ડબલ સેન્ચુરી ઃ બે દિવસમાં ૬૨૯ પોઇન્ટની છલાંગ
સોનામાં વિક્રમ તેજીને બ્રેક લાગી ભાવો તૂટી રૃ.૩૦ હજારની અંદર જતા રહ્યા
મોંઘી વીજ ખરીદવા પર ડિસ્કોમ્સે કાપ મૂકતા વીજળીના ધાંધિયા થવાની શકયતા

આજથી યુરોપના ફૂટબોલ સુપરસ્ટાર્સ વચ્ચે મુકાબલો

યોકોવિચ-ફેડરર અને નડાલ-ફેરર વચ્ચે આજે સેમિ ફાઇનલ ટક્કર
સાયનાએ ચીનની લી હાનને ૨૧-૧૭, ૨૧-૧૩થી હરાવી
વિન્ડિઝના ડોક્ટ્રોવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતમાં સ્પોર્ટસનું સટ્ટાબજાર રૃપિયા ત્રણ લાખ કરોડનું છેઃમુદગલ

બીજી૨૦ લાખ ટન ખાંડની નિકાસ થઈ શકે તેટલો સ્ટોક ઃ સરકાર

શું ખેતરોથી કારખાનાઓ સુધીનું ગુવાર બજાર સ્ટેબલ થઈ જશે?

 
 

Gujarat Samachar Plus

ભાર સાથેના ભણતરની તૈયારીઓ
સેવ પેટ્રોલના પાઠ શીખવતા ટ્રાફિક પોલીસ
કરિયર પસંદગીમાં પેરેન્ટસનું પ્રેશર
હવે ગૃહ સુશોભનમાં ગોલ્ડ લીફ માર્બલનો ક્રેઝ
ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરતા પહેલાં....
ફિટ રહેવાનો મંત્ર એટલે ‘હોમ જીમ’
ટ્રાવેલંિગ માટે પરફેક્ટ સ્લંિગ બેગ
 

Gujarat Samachar glamour

ૠત્વિકે શેમ્પેઈન મોકલાવી શિષ્ટાચાર દર્શાવ્યો !
સૈફ, કરીનાની નકલ કરી યોગગુરૂ બન્યો !
‘રાઉડી રાઠોર’ માટે કોર્ટ બહાર ૫૦ લાખ ચૂકવાયા !
મનોજકુમારને ‘ભારત ગૌરવ પુરસ્કાર’ અપાશે
સોહા અલી ખાનના સ્ટાફે બીયરથી વાળ ધોયા !
મેરેલિન મુનરોના જીવન પર ફિલ્મ બનશે !
ઓમપુરીએ ગાયકીમાં હાથ અજમાવા માંડ્યો !
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved